SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ શારદા શિરેમણિ રત્નત્રયીની સલામતી છે કષાયોથી બચવામાં. કષાયથી બચવા માટે નોકપાથી દૂર રહેવું જોઈએ. કષાયને ઉત્તેજિત કરનાર નેકષાયો છે. એ નોકષાયોની શક્તિ કમ નથી. વાતે વાતે હસવું, રડવું, આનંદ માન, દુગચ્છા કરવી એ બધા કષાયના ભેદ છે. આપણે ક્રોધ, માન, માયા, લેબને ખરાબ માનીએ છીએ પણ હાસ્યાદિ કષાચને એટલી ખરાબ નથી માનતા. તેને ખરાબ માનીએ તો તેનાથી બચવા પ્રયત્ન કરીએ. મહરાજા આ હાસ્યાદિ દ્વારા જીવને પિતાને વશ કરે છે, માટે મેહુવી બચવા માટે પહેલા નેકષાયથી બચવાની જરૂર છે. મનગમતું મળે તેમાં આનંદ થાય તે રતિ અને અનિષ્ટમાં ઉદ્વેગ તે અરતિ. આ રતિ અરતિની પજવણી જીવને ઘણું છે. ખરી રીતે ઈષ્ટ અનિષ્ટ જેવું છે નહિ છતાં મહને વશ થયેલે જીવ પિતાને અનુકૂળ વતુમાં ઈષ્ટની અને પ્રતિકૂળ વરતુમાં અનિષ્ટની કલ્પના કર્યા કરે છે. આ બ્રમણા જીવને અનાદિકાળથી ભવમાં ભમાવે છે. હવે આ ભવમાં તેને ભગાડવાની છે. તે માટે પદાર્થનું યથાર્થ જ્ઞાન અને આત્મજ્ઞાનની જરૂર છે. રત્નત્રયી એ જીવનને સારો પ્રકાશ છે, આમાની સલામતી માટે, ભવસાગરથી તરવા માટે અને રત્નત્રયીના પ્રકાશની પ્રાપ્તિ માટે સદ્દગુરૂનું શરણ જરૂરી છે. એ આતમ તારે તરવું છે તે સદ્દગુરૂ શરણ સ્વીકારી લે, વીતરાગી પદને વરવું છે તે વીરને મારું વિચારી લે. મહાપુરૂષે કહે છે તે આતમ! તારે સંસાર સાગરથી તરવું છે તે ગુરૂદેવનું શરણ સ્વીકારી લે. ગુરૂભગવંતોના શરણે જવાથી અને વીરના બતાવેલા માર્ગે ચાલવાથી આત્માની સલામતી જળવાઈ રહેશે. દેહની સલામતી માટે આત્મા કેટલે ટાઈમ વ્યય કરે છે. કેટલી શક્તિ ગુમાવે છે. તેને સાથે રાખવા, તેની આળપંપાળમાં તન, મન, ધન આપી દે છે પણ યાદ રાખજો કે આ દેહને શોભાવનાર દેહી એ આત્મા છે. હીરાના મૂલ્ય વધારે છે તેને પારખનાર ઝવેરીના મૂલ્ય વધારે? જે ઝવેરી હરો નહિ તો હીરાનું મૂલ્ય સમજાવશે કેણ હીરાને હીરા તરીકે ઓળખાવશે કેણ? માટે મૂલ્ય ઝવેરીના વધારે તેમ આત્મા ઝવેરી છે. દેહનું મૂલ્યાંકન કરાવનાર હંસલે દેહ રૂપી દેવળમાથી ઊડી જાય પછી તમે આ દેહ કેઈને મફતમાં દેવા તૈયાર થાવ તો પણ કઈ લેશે નહિ. માટે આ ભવમાં તે આત્માની સલામતી માટે વીરનો માર્ગ સ્વીકારી લે. વીરનો માર્ગ તને વીતરાગી બનાવશે. આ માર્ગ ફરીફરીને નહિ મળે. જ્ઞાની તે કહે છે કે હું મારા સાધક ! વીરને માર્ગ સ્વીકાર્યા પછી તું ખૂબ સાવધાન રહેજે. જે એ માર્ગમાં સાવધાની નહિ રહે તે આત્માની સલામતી પણ ગુમાવી દઈશ. સાધક એ માર્ગને બરાબર વફાદાર ન રહે. જાગૃત ન રહે અને પ્રમાદમાં પડી જાય તે વેશ સાધુને રહે પણ આચાર સાધુને ન રહે. તે આત્મા પિતાનું ગુમાવી બેસે છે. આ વાત સમજાવવા માટે એક ન્યાય આયેા છે. સવારમાં એક આત્મચિંતક માનવ ચાલ્યો જતો હતો. ડગલે ડગલે તેનું આત્મનુ - ચિંતન તે ચાલું હતું. તત્ત્વચિંતક પગલે પગલે આત્માનું ચિંતન કર્યા કરે. વૈજ્ઞાનિકોને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy