SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [૩] વનસ્પતિ વજીને ર૩ દંડક કરતાં સિદ્ધના છે અનંતા છે. આપણો આત્મા, અનંતા કાળ નિગેદમાં રહી આવ્યા. તે જીવને જ્ઞાન નથી. એકેન્દ્રિય જીવને મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને અચક્ષુદન એમ ત્રણે ઉપયોગ હોય છે. જ્ઞાન વિના ઉદ્ધાર નથી. જ્ઞાન અને ક્રિયા બંને હશે તે મેક્ષમાં જવાશે. તમારા વૈભવ, સંપત્તિ બધું અહીં રહી જશે, પણ જ્ઞાન તો પરભવમાં સાથે આવશે. ચારિત્ર આ ભાવ પૂરતું છે. આયુષ્ય પૂરું થાય એટલે બીજા જન્મમાં ચાત્રિ મળે ખરું અને ન પણ મળે. જ્ઞાન તો જીવની સાથે જાય છે. જ્ઞાન વિના જીવનમાં અંધારું છે. અજ્ઞાન જેવું કઈ દુઃખ નથી, ને જ્ઞાન જેવું સુખ નથી. હું તમને પૂછું કે તમે દુઃખ કોને માને છે! કઈ કહેશો પિસાનું, કોઈ કહેશે પુત્રનું, કઈ કહેશે કે પત્ની સારી નથી, પુત્ર છે તે આજ્ઞામાં રહેતા નથી. કોઈ દિવસ તમે કહ્યું કે અમને જ્ઞાન નથી. અજ્ઞાન મોટામાં મોટું દુઃખ છે. નિગોદમાં રહેલે આત્મા એકેન્દ્રિયપણામાં શું વહેપાર કરી શકે? ત્યાં એની પાસે મનબળ કે વચનબળ નથી. માત્ર એક કાયબળ છે. તે પણ અતિ સૂક્ષ્મ. તેનાથી શું બની શકે ? ત્યાં કંઈ વેપાર કે વકરે ન થાય પછી મૂડી ક્યાંથી ભેગી થાય ? નિગોદમાં અકામ નિર્જરા કરીને કંઈક પુણ્યરૂપી મૂડી ભેગી કરી તેનાથી બાદરપણું પામ્યું. ત્યાં અકામ નિર્જ કરતાં ત્રસપણામાં બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચૌરેન્દ્રિયપણું પ્રાપ્ત કરીને આગળ વધ્યું. અસંજ્ઞી પંચેન્દ્રિય થયે. હવે કંઈક મૂડી થઈ એટલે વેપાર વધાર્યો. એકેન્દ્રિયમે ફિરતે કિરતે, કુછ શુભ કર્મ ઉદય આયા, તબ દે ઇન્દ્રિય, તેઈન્દ્રિય મેં, કાલ અનંત કષ્ટ પાયા. ફિર ચૌઇન્દ્રિય મેં દુ:ખ પાયા, પંચેન્દ્રિય ગતિ ફિર પાઈ વહાં નરક તિર્યંચ યોનિમેં, કષ્ટ સહા અતિ હે ભાઈ! વિગલેન્દ્રિયમાં ને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં વચનબળ મળવાથી શક્તિ વધી. વેપાર વધે તેથી મૂડી પણ વધી એટલે સંજ્ઞી તિથી પંચેન્દ્રિયમાં આવ્યો. ત્યાં મનબળ વધ્યું, તેથી વિચાર કરવાની શક્તિ મળી. ત્યાં પરાધીનપણે કષ્ટ સહન કરતાં કામ નિર્જરા કરી પિતાની પુણ્યરૂપી મૂડી ઘર્થી ભેગી કરીને સંજ્ઞી મનુષ્ય ગતિ રૂપી જંકશનમાં આવ્યો. સંસી મનુષ્યમાં આવ્યો એટલે પ૦૦૦ રૂ. ની મૂડી ભેગી થઈ ગઈ. આ મૂડી એકઠી કરીને મનુષ્ય ગતિ રૂપી શહેરના જંકશનમાં આવ્યો. તમારે પરદેશમાં ગમે ત્યાં જવું હોય પણ મુંબઈ આવવું પડે. મુંબઈથી બધા દેશના લેને મળે, તેમ મનુષ્ય ભવરૂપી જંકશનમાંથી પાંચે ગતિમાં જવાની ટિકિટ મળે છે. આ જંકશનમાં આવ્યું ત્યારે અનંતી લક્ષ્મીરૂપી મોક્ષલક્ષ્મી મેળવવાની કકડીને ભૂખ લાગી હતી, તેથી સમ્યફ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બજારમાં જવા તૈયાર થયે. ત્યાં સામે પહેલું નાટક જોયું, મનમાં થયું કે આ નાટક જોઈને પછી જઈશ. આ ભવમાં જન્મ થયે. બાલપણુમાં માતાપિતાના લાડકોડ, પ્રેમ અને વહાલ મળ્યા. એમાં પણ જિંદગી તો ચાલી ગઈ.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy