SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] [ શારદા શિરેમણિ તે જરૂર સમજાશે કે એ ઉપાશ્રયે ગયા છે, બહાર ગયા છે, માટે ઘરમાં નથી. અનંતકાળથી ભટક્તા જીવે માટે આ એક મોટું આશ્ચર્ય છે કે સંસારના કે બાહ્ય પ્રવૃત્તિના કામ વખતે મન આત્મહિતમાં જતું નથી, પણ ધર્મ કરતી વખતે મન બહાર ભટકે છે. આપણા આત્માનું હિત કરવાનું કેણ ભૂલાવે છે? પ્રમાદ ભૂલાવે છે. પ્રમાદ એટલે શું? પોતાના આત્માને ભૂલી બાહ્યમાં આનંદ માનો, એમાં મસ્ત રહેવું, એ પ્રમાદ છે. આત્મા પ્રમાદમાં લીન રહેતો હોય ત્યારે એનું ધ્યાન બાહ્ય પદાર્થોમાં હોય છે. પછી એ વેપારમાં મસ્ત હોય કે મોજશોખનો શોખીન હોય અથવા મિત્રો સાથે હરવાફરવામાં રહેતો હોય કે વાડીયા માણસો સાથે ગપ્પા મારતા હોય એ બધે જ્ઞાનીની દ્રષ્ટિમાં પ્રમાદ ગણાય છે. પ્રમાદમાં તત્પર જીવ આર્તધ્યાનમાં વર્તતે હોય છે. પ્રમાદ અશુભ ધ્યાનને સુલભ કરી આપે છે. પ્રમાદ સેવનની પાછળ ઈષ્ટ અનિષ્ટના સંગ વિયોગ ઉભા છે. પ્રમાદથી પતન : નંદમણિયારની વાત તો ઘણીવાર સાંભળી. તેમને પૌષધમાં રાતના તરસ લાગી. એનું દુઃખ થયું, અને પાણીના રાગમાં પડ્યો. તે વાવડી બનાવવાનું મન થયું. એ આર્તધ્યાનમાં ચડ્યા. વાવડી બનાવી. વાવડીના વિચારમાં રમતા હોવાથી ત્યાંથી મરીને એ જ વાવમાં દેડકારૂપે ઉત્પન્ન થયા. આર્તધ્યાનથી તિર્યંચ ગતિમાં ગયા. આજે કંઈક માણસે એવા હેય છે કે જેને સંપત્તિ અઢળક છે. પેઢી બે પેઢી સુધી ખૂટે એવી નથી. સાથે સામાયિક, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરે છે છતાં વેપાર ધંધાનો રસ બહુ હોય છે. આ વેપારની લીનતારૂપ પ્રમાદ એમને અશુભ ધ્યાન કરાવે છે. આ તે વેપારની લીનતા પર વાત કરી પણ આ દુનિયામાં કોઈને વાતચીતમાં રસ હોય, રાચરચીલું વસાવવાને શેખ હોય, સંસારના પદાર્થોનો શોખ હૈય, આ રીતે પદાર્થોની લીનતા, આ બધા પ્રમાદ છે. પ્રમાદ લીનતાના કારણે તે ચૌદપૂર્વમાં ઉણુ મુનિઓ પણ સાધનાથી ચૂક્યા અને નિગોદમાં ફેકાઈ ગયા. નિગોદ એટલે તિર્યંચગતિ. તિર્યંચગતિ આત ધ્યાન વિના ન મળે, માટે જ્ઞાની કહે છે કે દુર્ગતિ અટકાવવી હોય, સદ્ગતિ મેળવવી હિય તો પ્રમાદને ખંખેરી નાખો. પ્રમાદને હઠાવવા માટે બાહ્ય સંસારના મોહમાયાના વિચારે છેડીને આત્માના હિતાહિતને વિચાર કરો. એટલે કે બહારથી અંદર આવે. જે આત્માઓ બહારમાંથી અંદર આવ્યા તેમની વાતો શાસ્ત્રમાં આવે છે. આપણા આ તીર્થકર ઋષભદેવ ભગવાનનું શાસન ૫૦ લાખ ક્રોડ સાગરોપમ સુધી ચાલ્યું. કેટલે બધો કાળ ! ભગવાન મહાવીરચવામીનું શાસન એકવીસ હજાર વર્ષો સુધી ચાલવાનું. મારે કહેવું છે શું? ઋષભદેવ ભગવાનનું શાસન આટલે બધો લાંબો સમય ચાહું એને પ્રભાવ જુઓ. ભગવાન ઋષભદેવે જે રાજગાદી છોડી અને એમની રાજગાદીએ જેટલા રાજા આવ્યા તે મેક્ષમાં ગયા. જે મોક્ષે ન ગયા તે અનુત્તરવિમાનમાં ગયા. મા ક્યારે મળે? તેઓ બાહાને છેડીને અંદરમાં આવ્યા ત્યારે તે રાજાએ રાજગાદી ઉપર બેસે, રાજસુખ ભોગવે ને છેવટે સુખ, વભવ, રાજ્ય આદિ બહારનાને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy