SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ર૭ સુદ પૂનમના દિવસે બપોરના આચના કરતાં માથામાં જોરદાર ઝાટકે આવ્યું. ચોમાસા બાદ માટુંગા પધાર્યા. માથાના દુખાવા માટે માટુંગા સંઘે મોટા મોટા ડોકટરને બોલાવ્યા. મહાસતીજીની અજબગજબની સમતા જોઈને ડેકટરના શીર ઝુકી ગયાં. ધન્ય છે સ નીજી આપને ! માટુંગામાં મંદાકિનીબાઈની દીક્ષા થઈ. દીક્ષા પત્યા બાદ તેમણે કહ્યું કે હું વડી દીક્ષા જેવાની છું. મને અંતિમ આલેચના કરો. અંતિમ સમયના ઉદ્ગારે : ત્રણ દિવસ બાકી હતા ત્યારે મને ખુલ્લા શબ્દોમાં કહી દીધું. મહાસતીજી હું અઢી દિવસ છું. મારે રાગ ન રાખશે. મારી મમતા ન રાખશો. મારે તો બે હાથમાં લાડવા છે. અહીં તમે છો અને હવે જ્યાં આપણું ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ બિરાજે છે ત્યાં હું જાઉં છું. “મહા વદ એકમના દિવસે તેમણે ૧૦ને ૧૦ મિનિટે ધૂન શરૂ કરી “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મા!' મેં કહ્યું, તારાબાઈ ! આ શું બોલે છે? મહાસતીજી જે સત્ય છે તે બોલું છું. મારો દેહ મરે છે. હું તો અજર અમર છું. પછી પૂછે છે નવા સીવેલા કપડાં તૌયાર છે ને ! મેં કહ્યું ના. તો કહે, તરત સીવડાવી લે. હું હવે ખંભાત આવવાની નથી, પણ ચંદ્રિકાની દીક્ષા સારી રીતે કરો. છેકરાઓને ભલામણ કરી કે આપ સંપીને રહેજે. મને જેમ ગણે છે તેમ મહાસતીજીને માનજો. મેં તેમને આલેચના કરાવી ત્યારે તેમને સંતોષ થયો. તા. ૨૫ મહા વદ બીજના શનિવારે ગૌચરી પત્યા બાદ કહે છે મહાસતીજી! કાંઈ વધ્યું તો નથી ને? ડું વધ્યું છે તો આપ બધા વાપરી લે. બીજા કાળનું પાણી લાવતા નહિ, પછી કહે છે જે કપડા સીવડાવ્યાં છે તે પહેરવા માટે મને આપોને ! તેમ કહીને મરણ પછી જે કપડાં પહેરવાના હોય તે પહેરી લીધા. મને કહે તમે કોઈ દિવસ કોઈનું મરણ જોયું નથી, પણ મરણ પહેલા નખ કાળા થઈ જાય. આપ મારી ચિંતા કરશે નહિ. મારી પાછળ રડશો નહિ. હું તે સુખમાં જાઉં છું. આપને મેળે માથું મૂકીને દેહ છોડવાની છું. આટલું બધું કહેવા છતાં મહદશાએ મને ન સમજવા દીધું કે તારાબાઈ હવે જશે. હું તો વ્યાખ્યાનમાં જવા તૈયાર થઈ. દાદરે પહોંચી ત્યાં અવાજ આવ્યું કે જા મા. મને થયું કે ભ્રમણા છે. મને અહીં કેણું કહે? પગથિયું ઉતરવા ગઈ ત્યાં ફરી અવાજ આવ્ય-જા મા, તેથી પાછી આવી. પાટે બેડી. ત્યાં મારા મેળામાં માથું મૂકી દીધું ને બેલ્યા-ગુરૂદેવ ! આ દેહ તો નશ્વર છે. તમે મારે રાગ ન રાખશે. ખૂબ હિંમત રાખજો એમ કહીને મસ્તકે હાથ મૂકીને ત્રણ વાર બેલ્યા હે આદેશ્વર દાદા ! ભવભવ મને તમારું શરણું હેજે. ત્યાં મને થયું કે હવે તારાબાઈ ચાલ્યા. મેં તરત સંથારાનાં પચ્ચખાણ આપ્યા તેમણે તે ત્રણ દિવસ અગાઉ મારી પાસે સંથારાના પચ્ચખાણ માંગેલા, પણ મેં આપ્યા નહિ. સંથારાના પચ્ચખાણ કરાવ્યા ત્યારે તેમના મુખ ઉપર અપૂર્વ આનંદ દેખાયે. તે તે તેમની ધૂનમાં મસ્ત હતા. હું તે વ્યાખ્યાનમાં
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy