SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિમણિ ] [૯૪પ કરતા હતા એટલું જ નહિ પણ તપ કરીને પિતાના શરીરની મમતા ઉતારી દીધી હતી. તે કર્મોને ખપાવવામાં કઠોર હતા પણ બીજા માટે દયાળુ હતા. તેઓ મહા તપસ્વી હતા. તેઓ બાહી તપની સાથે આત્યંતર તપની આરાધના પણ ખૂબ જોરદાર કરતા હતા. આ દૃષ્ટિથી ગૌતમ સ્વામી માટે ઉગતવે, ઘરત, દિત્તતવે અને મહાત આ શબ્દો વપરાયા છે. ગૌતમ સ્વામીએ અઘોર તપ દ્વારા આત્માને દેદિપ્યમાન બનાવ્યું હતું. તે ઉદાર અર્થાત વિશાળ હૃદયવાળા હતા. દરેક કાર્યમાં તેમની દષ્ટિ ઉચ્ચતમ લક્ષ્ય મોક્ષ તરફ હતી. “ઘોર કુળે ” તે મહાન ગુણોના ધારક હતા. તે જ્ઞાન-દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નમ્રતા, સરળતા આદિ અનેક ગુણેના ખજાનાભૂત હતા. તેઓ ભગવાનના ચૌદ હજાર . સંતેમાં સૌથી વડેરા હતા છતાં કયારે પણ મનમાં એ વિચાર નથી આવ્યો કે હું બધામાં સૌથી મોટો છું. વિનય તો તેમનામાં અજોડ હતે. બાહ્યતાની સાથે આવ્યંતર તપ વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય ધ્યાન આદિ અદ્દભૂત હતા. “ ઘોર તાપી” તે એવા અઘોર ઉગ્ર તપસ્વી હતા કે તેમની તપશ્ચર્યા જેને કાયર માણસો તો કંપી જાય. સામાન્ય માણસ તે તે તપને વિચાર પણ ન કરી શકે. તેમણે શરીરની સંપૂર્ણ મમતા છોડીને દુષ્કર બ્રહ્મચર્ય વ્રત ગ્રડણ કર્યું હતું. તપ તથા ધર્મધ્યાનની વાળાથી કર્મોના મોટા વનને બાળી રહ્યા હતા. ઉગ્ર તપ, ભીખ બ્રહ્મચર્ય વ્રત અને અદ્ભૂત સંયમની સાધનાના બળે તેમને તે જલેશ્યા પ્રાપ્ત થઈ હતી. ગૌતમ સ્વામીની આરાધના કેટલી બધી ઉત્કૃષ્ટ અને અજોડ હતી. આવી આરાધના કરવી એ સહેલી નથી. જુના જમાનામાં લાઈટો ન હતી ત્યારે દીપક પ્રગટાવવા માટે કેટલી મહેનત પડતી હતી. દીવો સળગાવવા માટે કેડિયું તેલ, વાટ અને દિવાસળી જોઈએ. વધુ પવન ન હોય એવી જગ્યા જોઈએ. દીવો સળગાવ્યા પછી કેટલી સાવધાની હોય ત્યારે લાંબા સમય સુધી એ દી સળગેલો રહે છે, પણ એ દીવાને બૂઝવું હોય તો એક ફૂંક મારો એટલે દી બૂઝાઈ જાય. દવે સળગાવે કઠીન છે પણ બૂઝાવ સહેલું છે. આ રીતે આરાધના શરૂ કરતા તે ખૂબ મહેનત પડે છે. અનાદિની અસત અવળી પ્રવૃત્તિઓને અટકાવી સત્યવૃત્તિમાં મનને જોડવું એ મુશ્કેલ છે. કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ આરાધનાને દીપક પ્રગટે છે. એ દીપક પ્રગટયા પછી ખૂબ જાગૃતિ રાખવી પડે છે. જે જાગૃતિ ન રાખી તે દીપક બૂઝાતા વાર નહિ લાગે. કુંડરિક મુનિએ એક હજાર વર્ષે સુધી સાધના કરી આસધનને દીપક પ્રગટાવ્યો પણ જે જાગૃતિ ગુમાવી તો આરાધનાનો દીપક બૂઝાતા વાર ન લાગી. આરાધનાને આનંદ અલૌકિક હોય છે. એક ન્યાય આપું. 0 છાપામાં ફેટ જોઈને સહાય લેવા આવેલો ભાઇ : બોકસીંગની રમતમાં એક એકસર વિજેતા થયે. તેને ત્રણ લાખ રૂપિયાનું ઈનામ લાગ્યું. છાપાઓમાં તેના રંગબેરંગી ફેટા આવ્યા અને મોટા અક્ષરે તેનું નામ ઝળહળ્યું. બેકસીગની રમતમાં ૬૦
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy