________________
૯૪૮]
[ શારદા શિશમણિ ગરીબીમાં પણ અમીરી : ટીચરે કહ્યુ-ભાઈ ! મેં તને પ્લેટ લખી દીધે. એટલે પ્લેટના જે પૈસા આવ્યા તે તમારા, તે પૈસા હું પાછા નહિ લઉં. તેને હાથ પગ અડાડીશ નહિ. જુઓ, ગરીબીમાં પણ કેટલી અમીરી છે ? કંઈક વાર શ્રીમંતેમાં જે અમીરી જોવા મળતી નથી તે ગરીબમાં જોવા મળે છે. ટીચરે કહ્યું–મારે એક પિસો પણ ન જોઈએ. નીલેશે કહ્યું–સાહેબ ! તમે સેટની કિંમત નહિ જાણતાં હોય એટલે મારી ઉઘરાણના બદલામાં ફેટ આપી દીધે પણ તેને પૈસા આટલા આવ્યા છે માટે આપ લઈ લે. આ બધી વાત સાહેબની પત્નીએ સાંભળી, તેણે કહ્યું, ૩૭૫૦૦ રૂ. જેટલી મોટી રકમ જતી ન કરાય. તમારા પ્લેટના પૈસા છે તે તમારાથી કેમ ન લેવાય ? બધા ન લે તે થોડા તે લઈ લે. જીવણભાઈ કહે, આપણે પૈસા સંઘરી રાખીશું પણ જે પાપનો ઉદય હશે તે યેનકેન પ્રકારે ચાલ્યા જશે. જે ભાગ્યમાં હશે તે ગમે તે રીતે મળવાનું છે. ટીચરને ત્યાં તેમની પત્ની સારી નથી નીલેશને ત્યાં તેની પત્ની સારી છે તે પતિ સાર નથી, લેભી વૃત્તિ છે. હવે ટીચર કહે મારે ન જોઈએ. નીલેશ કહે મારે ન જોઈએ, છેવટે ત્રણેએ મળીને નિર્ણય કર્યો કે આ પૈસા નિરાધાર, ગરીબ બાળકોને ભણવામાં આપી દઈએ. જીવણભાઈ ટીચરની કેટલી ગરીબી હતી! છતાં પૈસામાં લલચાયા નહિ ને તેને મેહ છોડી દીધું. આ રીતે આપ બધા પણ ધનના મોહને છેડી અનાસક્ત ભાવ કેળવે એ જ ભાવના. વધુ ભાવ અવસરે. કારતક સુદ ૮ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૧૦૫ : તા. ૧૯-૧૧-૮૫
અનંતજ્ઞાની ભગવતે જગતના જીવોને આત્માની ઉન્નતિને માર્ગ બતાવ્યું. જગતના દરેક જીવને ઉન્નતિ ગમે છે. અવનતિ કોઈને ગમતી નથી. અવનતિ દૂર કરવા મહેનત કરે છે અને ઉન્નતિના ઉપાયે કરે છે, પણ ઉન્નતિ થતી નથી અને અવનતિ ટળતી નથી. સંસારમાં વસેલા અજ્ઞાની છે નાશવંત શરીરની, ધનની ઉન્નતિના વિચાર કરે છે પણ અવિનાશી આત્માની ઉન્નતિના વિચાર નથી કરતા. તેને ધનની, તનની ઉન્નતિ ગમે છે, એ માટે પ્રયત્ન પણ ખૂબ કરે છે પણ એમાં ય એ પાછો પડે છે. ભૌતિક ઉન્નતિ પુણ્યને આભારી છે. જે પુણ્ય હોય તે સંપત્તિમાં ભરતી થતાં વાર લાગતી નથી અને પાપને ઉદય હોય તે ગમે તેટલે પુરૂષાર્થ કરે છતાં સંપત્તિ મળતી નથી, એટલે પસ્તાવો થાય છે. આ પસ્તાવાનું કારણ એ છે કે આત્માની ઉન્નતિ થાય એ આ ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો છે તેને આત્મા ભૂલી ગયો ને ભૌતિક ઉન્નતિ કરવા ગયે.
દેવાનુપ્રિયે ! આત્માની ઉન્નતિ ધર્મથી થાય છે. જેનું લક્ષ્ય આત્માની ઉન્નતિનું છે તેને ભૌતિક સંપત્તિ પ્રાપ્ત ન થાય તે દુઃખ ન થાય. તેને તનની કે ધનની એવી ચિંતા નથી કે જેથી તે આર્તધ્યાન કર્યા કરે, કારણ કે ભૌતિક ઉન્નતિ કરવા જતાં કેટલા પાપ કરવા પડે છે તેનું તેને જ્ઞાન છે, એટલે તે આત્મા પાપથી ડરે છે. તેને