SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] [ શારદા શિરેમણિ ધર્મનું આચરણ મોક્ષના લક્ષ્યથી કરે તે અલ્પભવમાં મેક્ષ મળી જાય. કઈ વાર એવું પણું બની જાય છે તેવા પ્રકારના કર્મના ઉદયથી ધર્મના ભાવ ખસી જાય, પણ એ પાછા આવ્યા વિના ન રહે. ધર્મકથામાં જ્યાં સારાપણું છે ત્યાં સારાપણું ટાંકીને તે બતાવ્યું છે અને જ્યાં ખરાબી છે તે એવી રીતના બતાવી છે કે સંસાર ભૂંડો લાગ્યા વિના રહે નહિ. સંસાર પ્રત્યે ઉદ્વેગ આવી જાય. સાધુઓના વિરાગને પણ પુષ્ટ બનાવી દે. એવી વાત ધર્મકથામાં છે. ધર્મકથા સારી રીતે વાંચવામાં આવે તો વાંચનારમાં વિરાગ ન હોય તો પિદા થાય, અને હોય તો તે એ દઢ બને કે ગમે તેવા સંગમાં એ ડગે નહિ. ધર્મકથામાં આવેલા મહાન પુરૂષોના ચરિત્રો તે આરાધના તથા સદ્દગુણોની પ્રેરણાની ખાણ છે. એ વાંચવા, સાંભળવાથી કોઈ ને કોઈ પ્રેરણા મળે છે. કદાચ જીવનમાં આરાધના ન કરી શકે તે પણ અંતરમાં ખટકે તે ખરું કે મને મહાન પુરૂષો જે માનવભવ મળ્યો છતાં હું આરાધના નથી કરી શકતો ? હું સદ્દગુણને કેળવી શકતા નથી! હું તે પાપમાં શેર છું. ધર્મકથાની એ એક વિશેષતા છે કે તે સરળ ભાષામાં વાતવાતમાં મનને પ્રમોદમાં લાવી આત્માને માટે કંઈક અવનવી પ્રેરણા પીરસી જાય છે. જેનાથી જીવનમાં વર્તનનું પરિવર્તન પણ થઈ શકે છે. ધર્મકથા એટલે દૂધમાંથી પ્રક્રિયા કરીને પીરસાતું, પૃષ્ટિ આપતું નવનીત. ધર્મકથા એટલે શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક ભવના થાકને ઉતારનાર તથા તન, મન અને જીવનને હળવું ફુલ બનાવીને ઉચ્ચ આદર્શ દ્વારા ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા આપતું પ્રેરક બળ. આ રીતે ધર્મકથા એટલે જીવનમાં ધર્મને યોગ કરાવનાર કથા. ધર્મકથા માત્ર બાળક માટે નથી, પણ જે મંદબુદ્ધિવાળા છે. જેમને ક્ષે પશમ તીવ્ર નથી તેવા છે પણ ધર્મથી વિમુખ ન રહી જાય અને આગમનું અમૃતપાન તેમને મળી રહે તે માટે ધર્મકથા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બારણાને સાખ સાથે ફીટ કરવા માટે મિજાગરા, ખીલીની જરૂર છે તેમ બાલજીને સિદ્ધાંતના ભાવને સમજાવવા માટે ધર્મકથારૂપ મિજાગરાની જરૂર છે આપણે જે અધિકાર લે છે તેનું નામ છે ઉપાસકદશાંગ. જે આત્માએ સર્વ વિરતિરૂપ ચારિત્રધર્મની સાધના કરવામાં સમર્થ નથી અને સંસારરૂપી વિકટ વનમાં ભ્રમણ કરતાં વિવિધ દુઃખથી તરફડી રહ્યા છે એવા ભવ્ય જીના ઉપકાર માટે શ્રાવકધર્મ સમજાવવાના ઉદ્દેશથી અનેક શ્રાવકેના ચરિત્રોનું ચિત્રણ કરતાં ઉપાસકદશાંગ નામના સાતમા અંગને પ્રારંભ કરીએ છીએ. તેમાં જે તેમાં સમg i ચંપા નામ ના રસ્થા, વજો પુજમ રે વાગો / કેઈપણ વાત ચાલુ કરતા પહેલાં આગળની પૂર્વભૂમિકા પહેલા બતાવે છે તે કાળ અને તે સમયે ચંપા નામની નગરી હતી. તે કાળ અને તે સમય એટલા માટે કહ્યું કે ઔપપાતિક સૂત્રમાં ચંપા નામની નગરીની વાત આવે છે કે ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતા હતા. કેણિ કે પિતાના પિતા શ્રેણિક રાજાને રાજ્યના લેભે જેલમાં પૂર્યા અને તે રાજગૃહીના રાજા બન્યા. જેલમાં શ્રેણિક રાજાનું મૃત્યુ થયું, તેથી નગરીની જનતા તેને ફિટકાર આપવા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy