SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૮ ] [ શારદા શિરોમણિ ઘરમાં દીવડાની હારમાળા ગેાઠવાઇ ગઈ હોય. દ્રવ્ય પ્રકાશ ઝળહળતા હાય પણ આત્મામાં અંધકાર હોય તે કેમ ચાલે ? દિપાવલીનુ પર્વ આપણને એ સૂચન કરે છે કે આત્મામાં ઝાકમઝાળ કયારે થશે ? આ પર્વ ઘરના ઉંબરા પર મૂકેલા દીવા જેવું છે. `ખરા પર મૂકેશ દીવા અંદરના અને બહારના અને ખડને પ્રકાશિત કરે છે. તેમ આ મહાન પર્વ ભૂતકાળને ઝીણવટથી તપાસ કરવાનુ' અને ભવિષ્યકાળને ઉજ્જવળ કરવાનુ પ` છે. દિવાળીના દિવસે બધા ચોપડાપૂજન કરીને શું માંગશે ? ધન્ના શાલીભદ્રની રિદ્ધિ. સમ્યગ્દષ્ટિ આત્મા શુ' નાશવંત રિદ્ધિ માંગે ? ના. આ દિવસેામાં તે પ્રભુએ દેશનાના ધોધ વહાવ્યેા. એવા દિવસે સમકિતી આત્મા નાશવંત લક્ષ્મી માંગે ? જે દિવસે વૈરાગ્યનાં ફુવારા ઉછળ્યા હતા, ત્યાગના ધોધ વહી રહ્યા હતા એવા દિવસે ધન્ના શાલીભદ્રની રિદ્ધિ માંગવાની હાય ! જે રિદ્ધિના તેઓએ ત્યાગ કર્યા હતા તેને તમે માંગી રહ્યા છે. એ માંગવાથી તેા સમ્યક્ત્વ મિલન થાય. આ મહાત્માએ પાસે માંગવા લાયક ઘણુ` છે. માંગે તે એમની પાસે દાન અને ત્યાગ માંગા, ગૌતમ સ્વામીની લબ્ધિ માંગા છે પણ વિચાર કરો કે એ લબ્ધિ આવી કયાંથી ? ગુરૂભક્તિ ન હેાત તા એ લબ્ધિ કયાંથી આવત! માટે એમની ગુરૂભક્તિ માંગેા. ગ્રંથકાર કહે છે કે ભગવાનના નિર્વાણુના સમાચાર સાંભળતા ગૌતમ સ્વામી નાના બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા. શું મારા ભગવાન ચાલ્યા ગયા ? વીર....વીરના રટણથી રાગ દૂર થયા અને વીતરાગતા પર એમની દૃષ્ટિ સ્થિર થઈ . અને ત્યાં ધાતી કર્માંના ભૂક્કા ઉડાડયા અને કેવળજ્ઞાનની ન્યાત પ્રગટાવી. તેમના જીવનમાં ત્રણ મહાન ગુણા હતા—સરળતા, નિર્દોષતા અને સમિપ તતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂના જાણકાર હતા. દ્વાદશાંગીના સ્વયં રચયિતા અને પ્રથમ ગણધર હેાવા છતાં એ પવિત્ર પુરૂષ પાસે સરળતા, નિર્દોષતા અને સમર્પિતતાના જે ગુણા હતા તે અજબગજબ કોટિના હતા. એ ત્રણ ગુણા આપણને પ્રેરણા આપે છે કે તમે ગમે તેટલા મોટા અને, જ્ઞાની અનેા પણ ગુરૂ ભગવ'ત પાસે સરળ, નિર્દોષ અને સમર્પિત રહેજો, આ ત્રણ ગુણા હશે તેા કલ્યાણ દૂર નથી અને તેમની લબ્ધિ પશુ મળવાની, માટે એ તારકની ગુરૂભક્તિ માંગેા. અભયકુમારની ધબુદ્ધિ માંગેા. યવની શેઠને સદાચાર માંગેા. અને બાહુબલીજીનું વિવેકવાળું ખળ માંગે. આ સાથે પુણિયા શ્રાવકની સામાયિક, ધન્ના અણુગારના તપ, સ્થૂલીભદ્ર સ્વામીનું બ્રહ્મચય અને પ્રભુ મહાવીર સ્વામીની ક્ષમા પણ માંગો. આ દિવાળી એવી ઉજવા કે આવતી દિવાળીએ જીવન આવું ને આવુ... જાપ્રેમી ન રહે. તમારી ઉજવણી અને હુ' જે ઉજવણી કહું છું તેમાં ફરક છે. દિવાળીમાં નવા નવા કપડા પહેરવા, સારું સારું જમવું, ફટાકડા ફોડવા આ બધું કરીને તમે દિવાળી ઉજવશે. કંઈક માનવીએ તેા જૂનુ' કાઢી નાંખશે અને નવું વસાવશે. કપડા, વસ્તુ બદલાવી નાંખશે પણ જ્ઞાની કહે છે કે આ બધું બદલાવા કરતાં એક ‘ સ્વભાવ ’ ને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy