SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1003
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૪ ] [ શારદા શિરોમણિ થયા કે આ છોકરા તેના કર્મે દુ:ખી થયા છે પણ તે ખૂબ સારા કુળના અને સદ્ગુણી છોકરો દેખાય છે. તેને સ્થાનકીયા તરીકે રાખવા જેવા નથી, તેને હું મારે ઘેર લઈ જાઉં. તે સુખી થશે. આ શેઠને કાઈ સંતાન ન હતું. તેમને આ છેકરી મળી ગયા. છેકરો પણ ખૂબ ડાહ્યો અને વિવેકી છે એટલે શેઠને પેાતાના દીકરા જેવા વહાલા લાગ્યા. શેઠ ચ`દ્રકાંતને પેાતાના દીકરાની જેમ રાખે છે. ચંદ્રકાંતને ગમે તેવું સુખ મળ્યું પણ તે ધર્મીને છેડતા નથી. તે સમજે છે કે ધર્માંના પ્રતાપે હું સુખી થયા છું. ત્યાં તે ખૂબ આન`દથી રહે છે. શેઠને દીકરા હતા નહિ એટલે આ છેાકરાને દત્તક લઇ લીધેા તેને ઘરની બધી સુપત્તિના માલિક બનાવ્યેા. આ વાત ધીમે ધીમે મામાના કાને પહેાંચી. ચ`દ્રકાંત ધર છેડીને ગયા તે પછી કોઇ દિવસ મામા મામીએ ખર્ભર લીધી નથી કે ચંદ્રકાંત કર્યાં ગયા ? શું ખાધુ કે ન ખાધું ? તેને શુ થયુ ? પશુ તેમને ખખર મળી કે ભાણાને દત્તક લીધા છે એટલે મામી મામાને કહે છે કે ચાલેા, આપણે જઇએ. તે તેા ગયા. જઇને શેઠને કહે કે આ તો મારો ભાણીયે છે તમે દત્તક લેનાર કેણુ ? આપ તેને મને સોંપી ઢો. ચ'દ્રકાંતે કહ્યું-આપે મને મેટો કર્યાં તે માટે આપના આભાર; પણ હવે આ મારા સાચા મા-બાપ છે. શેઠ ચ'દ્રકાંતની બધી કહાની જાણતા હતા. એટલે તેને આપવાની ના પાડી. ચ'દ્રકાંત તે હવે સુખના સાગરમાં ઝુલે છે. તે ધર્મ ને ભૂલતા નથી. કહેવાના આશય એ છે કે કર્માં જ્યારે રૂઠે ત્યારે કોઇ સશુ' થતું નથી. કરેલા કર્યાં જીવને પેાતાને ભાગવવા પડે છે. જ્યારે જીવ ધર્મનુ શરણું લે છે ત્યારે કને હંફાવી શકે છે, માટે જીવનમાં ધર્માંને કયારે પણ ભૂલતા નહિ. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. ( પાના વધી જવાથી ખબ્બે, ત્રણ ત્રણ વ્યાખ્યાનના સાર ભેગા લખ્યા છે. ) આસો વદ અમાસ ને મગળવાર : વ્યાખ્યાન ન.૧૦૩ : તા. ૧૨-૧૧-૮૫ દિવાળી ’ 44 પરમ તત્ત્વના પ્રણેતા, શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીએ આ દીપાવલીના પવિત્ર દિવસેામાં અરિહંત પદમાંથી સિદ્ધ પદમાં જતાં પહેલા સેાળ પ્રહર સુધી ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્રની દેશનાના ધોધ વહાવ્યા. આ પર્વ સમસ્ત હિન્દુ મ ઉજવે છે પણ સહુ સહુના ઉદ્દેશ જુદા છે. જૈને દિપાવલી ઉજવે છે તે કયા ઉદ્દેશથી તે આપણે વિચારીએ. દિવાળીના ત્રણ દિવસમાં પહેલે દિવસ ધનતેરસ. ધનતેરસના દિવસે ભરત મહારાજાની અયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. જેમને છ ખંડ સાધવા જવાનુ હોય તેમને ચક્રરત્નની પૂજા કરવી પડે. એક વધામણી ચક્રરત્ન ઉત્પન્ન થયાની આવી. બીજી વધામણી એ આવી કે ઋષભદેવ ભગવાનને કેત્રળજ્ઞાન થયુ છે. ત્રીજી વધામણી આવી કે પટરાણીએ પુત્રને જન્મ આપ્યા. આ ત્રણ વધામણી એક સાથે આવી. તમારી પાસે આવી ત્રણ વધામણી આવે તે ખિસ્સામાંથી નેટ કાઢીને કોને આપશે ?
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy