SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ! [ ૯૨૧ ભીંતે પણ કકળવા મંડી. ખરેખર કર્મને કોઈની શરમ નથી આવતી. આવી સ્થિતિમાં પણ બધું કામ કરીને ભૂખ્યા તરસ્ય સ્કૂલે ગયો. મામીના મારની અસહ્ય વેદના અને તાવના કારણે તેનું ચિત્ત ભણવામાં રહેતું નથી તેથી ટીચરે ગણિત લખાવ્યું તે લખી શકે નહિ, તેથી ટીચરે પણ જેમ તેમ શબ્દો કહ્યા અને માર માર્યો. કર્મના ખેલ અજબ છે. ટીચર સ્કુલેથી છૂટીને ઘેર જતાં હતાં ત્યાં રસ્તામાં મામી ભેટી ગયા. ટીચરે ફરિયાદ કરી કે તમારે ભાણિયે ભણતો નથી. બિચારો ચંદ્રકાંત ભણે કેવી રીતે? મામીના કામમાંથી નવરો પડે ત્યારે સ્કૂલને અભ્યાસ કરે ને ? મારકૂટના કારણે ભણવામાં તેનું ચિત્ત એટતું નથી. તેમાં ટીચરે આજે ફરિયાદ કરી એટલે મામીને તે જોઈતું મળી ગયું. આ ગરીબડા બિચારા ચંદ્રકાંતને તે અસહ્ય યાતનાની ભયંકર ચકકીમાં પીસવા તૈયાર થઈ. - ચંદ્રકાંતનું દુઃખ જોતાં કકળી ઉઠેલા પાડોશીઓ : મામા ઘેર આવ્યા એટલે મામી કહે, આ નવાબજાદા સ્કૂલમાં બરાબર જતા નથી ને ભણતા નથી. ઘરનું પૂરું કામ કરતા નથી. ખાઈપીને પાડા જેવું થવું અને ભણવું કે કામ કરવું નહિ. મામીની વાત સાંભળતા મામાનો પિત્તો ગયો. તેમણે કહ્યું-અકમી ! કામ કરતું નથી ને ભણતો નથી. બાજથી પારેવું ફફડે, બિલાડીથી ઉંદર ફફડે તેમ મામા પાસે ફફડતા બે -મામા ! બે ત્રણ દિવસથી તાવ ખૂબ આવે છે, મામીનું કામ કરતાં સ્કૂલમાં જવાનું થોડું મોડું થઈ જાય છે અને ઘેર લેશન કરવાને ટાઈમ મળતું નથી. મામા કહે-કમજાત ! મફતનું ખાવું, કામ કરવું નહિ અને ઉપરથી મારા સામું બોલે છે ? એમ કહીને ચંદ્રકાંતને ખૂબ માર્યો. તે બેહોશ જે બની ગયા. તેના માટે ઉપર આભ ને નીચે ધરતી સિવાય કંઈ નથી. નિરાધાર ચંદ્રકાંતનું રૂદન જોઈને પાડોશીઓના હૃદયમાં અરેરાટી થતી. બધાના મનમાં થાય કે આ છોકરાની મા મરી ગઈ ત્યારે સાથે એના કુલને લઈ ગઈ હેત તે શું છેટું ? જે કઈ તેનું સગું ન હતું તે આડોશીપાડોશી કેઈ જેનાર નીકળત પણ આ તે તેના સગા એટલે કે ઈ બેલી શકતું નથી અને તેને ત્રાસ જોવા નથી. બધાને ખૂબ લાગી આવ્યું પણ કરે શું? ચંદ્રકાંત મામાના ઘરને કરેલે ત્યાગ : મામા મામીના અતિ જુલ્મથી ચંદ્રકાંત કંટાળી ગયે. ઘરના નાના મોટા બધા તેને તિરસ્કાર કરતા હતા. હવે જાકાર સિવાય કઈ શબ્દ સાંભળવા મળતું હતું. પૂરું ખાવાપીવા, પહેરવા કે પાથરવા ઓઢવા મળતું ન હતું. એ સ્થિતિમાં રહેવું કેવી રીતે ? તાવ શરીરમાં ઘર કરી ગયું હતું. અશક્તિ તેની સહચારિણું બની હતી, શાંતિ દૂર ગઈ ખાવું ભાવતું નથી અને નિદ્રા દેવી પણ પલાયન થઈ ગઈ હતી. તેના મનમાં થયું કે હવે જીવીને શું કામ છે ? એને કરતાં મરી જાઉં તે શું ખોટું ? તે રાત્રે તે ઘરની બહાર ઓટલા પર સૂઈ ગયે. કેઈએ તેને ખાવા માટે પૂછયું નહિ અને સંભાળ લીધી નહિ. તે રાત્રે ૧૨ વાગે ઉઠીને મામાના ઘરને છેલ્લી સલામ ભરીને અંધારી રાત્રે ચંદ્રકાંત એકલે સદાને માટે ઘર છોડીને ચાલી નીકળે. સ્ટેશને જઈને ગાડીમાં બેસી ગયા. કયા ગામ જવું તે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy