________________
શારદા સરિતા
૯૫૩
આ સમયે બે માણસે રાજા પાસે આવીને નમન કરીને ઉભા રહ્યા ત્યારે રાજાએ પૂછયું કે તમે કેણ છે? ત્યારે કહે છે અમે બંને ખગસેન રાજાના સેવક છીએ. અમારા રાજાને વિભમવતી અને કામલતા નામની બે પુત્રીઓ છે, તે બંને પુત્રીઓ આપના કુમારને પરણવા ઈચ્છે છે. તે બંને સ્વયંવરા બનીને અમારી સાથે આવી છે. રાજાએ પણ આ બંને કુંવરીઓના પ્રબ વખાણ સાંભળ્યા હતા. તેને પરણવા માટે ઘણાં રાજકુમાર તૈયાર હતા છતાં તે મારા પુત્રને પરણવા ઈચ્છે છે આ સાંભળી રાજા ખુશ થયા ને તેમને સત્કાર કર્યો ને કુમારને બોલાવીને કહ્યું–બેટા! આ બે રત્ન જેવી ગુણીયલ કન્યાઓ સામેથી આવી છે તેમની સાથે લગ્ન કરી તારું જીવન સફળ બનાવ. સમરાદિત્ય તે વૈરાગી હતું એટલે તે વિચારમાં પડયે કે આ લપ ક્યાંથી આવી! પણ જે ના પાડે છે તે માતા-પિતાને દુઃખ થાય છે. પુત્રને વિચારમાં પડેલો જોઈને પુરૂષદત્ત રાજા કહે છે બેટા! વિચાર ન કર. વડીલો જે કરે છે તે સંતાનના હિતને માટે કરે છે. ત્યારે કુમાર કહે છે પિતાજી! મને લગ્ન કરવાની ઈચ્છા જ નથી પણ આપના સંતેષ ખાતર લગ્ન કરું છું પણ પછી બીજા દિવસે દીક્ષા લઈશ તે તમારે મને રોકવાનો નહિ.
પુત્રની વાત સાંભળી રાજાના મનમાં થયું કે જયાં પરણવાની ના પાડતો હતો. તેના કરતાં અત્યારે તે પરણવાની હા પાડે છે તે પરણાવવા દે. પરણ્યા પછી તેના આવા ભાવ રહેશે કે કેમ? ભલભલા ત્યાગીઓ પણ સ્ત્રીના મેહમાં ફસાયા છે અને આ કન્યાઓ પણ એવી છે કે એને મેહમાં ફસાવી દેશે. પછી દીક્ષા લેવાની વાત નહિ કરે. તેથી રાજાએ કુમારની વાત કબૂલ રાખી ખૂબ ધામધૂમથી પુત્રને બંને કન્યાઓ સાથે પરણુ. પરણાવ્યા પછી રાજા રાણીને કહે છે હવે આપણું ચિંતા ટળી. આપણને અત્યાર સુધી એમ હતું કે સમરાદિત્ય પરણશે કે નહિ! પણ હવે સ્ત્રીના મેહમાં પડશે એટલે ધર્મ અને વૈરાગ્યની વાત ભૂલી જશે.
પરણ્યાની પ્રથમ રાત:-સમરાદિત્યકુમાર પરણ્યાની પહેલી રાત્રે પલંગ ઉપર બેઠા છે. અને પત્નીઓ તેની સામે હાથ જોડીને ઉભી હતી. મહેલ તો દેવભવન જેવો શણગારવામાં આવ્યો હતો. બંને કન્યાઓ ખૂબ સ્વરૂપવાન હતી અને તેમાં પણ હીરા-માણેક–પન્નાના દાગીના અને મૂલ્યવાન વચ્ચેથી આબેહુબ દેવકન્યાઓ જેવી શોભતી. હતી. ત્યાં ભલભલાઓનું મન ચલાયમાન થયા વિના ન રહે. આવા સમયે જેની રગેરગમાં સંયમની સીતાર ગુંજી રહી છે એવા સમરાદિત્યકુમારે બંને કન્યાઓને નીચે બેસવાની રજા આપીને કહ્યું–હે સુંદરીઓ ! હું તમને કેવો વહાલો છું? ત્યારે બંને કન્યાઓ કહે છે સ્વામીનાથ! જેના ચરણે જીવન અર્પણ કર્યું, જેના હાથમાં હાથ સેંગ્યો એ તે અમારા પ્રાણથી પણ અધિક પ્યાર હોય! એમાં પૂછવાનું જ શું? કુમાર કહે છે તમને મારા પ્રત્યે સારો પ્રેમ હોય તો જેમાં મારું અહિત થાય તે પ્રેમ ન હોવો જોઈએ.