________________
૯૫૦
શારદા સરિતા
દુર્વાસાને કે આ. કેધમાં આવીને જોરથી બોલ્યા- હે સ્ત્રી! તું કેટલી અવિવેકી છે ! તારે આંગણે કેણ આવ્યું છે તેનું ભાન છે? સ્ત્રી કહે છે મહારાજ! મને માફ કરે. હું મારા પતિને જમાડી રહી હતી એટલે આવતા જરા વાર લાગી. ત્યારે દુર્વાસા અભિમાનથી કહે છે કે તારે પતિ માટે છે કે હું મટે છું! તારે પતિ ખાડમાં પડે, તું નહિ જાણતી હોય કે મારામાં કેટલી શકિત છે ! શ્રી શાંતિથી કહે છે મહારાજ ! મને માફ કરે. આપના મુખમાં આવા શબ્દો શોભતા નથી. આપની શક્તિને મને પૂરો ખ્યાલ છે. આ કંઈ ઝાડ ઉપરની ચક્કી નથી કે તરફડીને મરી જશે. આ સાંભળી દુર્વાસાને ખૂબ આશ્ચર્ય થયું કે મેં જંગલમાં ચકલીને બાળી મૂકી તે આ સ્ત્રી કયાંથી જાણી ગઈ? તેમનો કેપ વધી ગયે ને તેમણે તે સ્ત્રી ઉપર પોતાની સિદ્ધિને પ્રયોગ કર્યો પણ તે સ્ત્રીને તેની કંઈ અસર થઈ નહિ અને ઉલ્ટી જેમ ગોશાલકની તેજલેશ્યા તેના શરીરમાં દાખલ થઈ ગઈ હતી તેમ આ દુર્વાસાની સિદ્ધિ પણ તેના શરીરમાં પ્રવેશી અને તેમના શરીરમાં બળતરા થવા લાગી.
દુર્વાસા કહે છે અહે! આ તે સ્ત્રી છે કે દેવી! હે દેવી! આ શું? મારી સિધિની તારા ઉપર કંઈ અસર ન થઈ અને ઉલટી મને દઝાડી રહી છે. સ્ત્રી કહે છે મુનિરાજ ! બહાર ખૂબ ગરમી છે. આપ અંદર પધારે. આ બધા પ્રતાપ મારે નથી પણ અંદર બેઠેલા મારા પતિદેવને છે. હું તો તેની અર્ધગના છું. દુર્વાસા કહે છે એ શકિતધારી તારે પતિ કોણ છે? ત્યારે સ્ત્રી કહે છે મારે કહેવું ન જોઈએ પણ આપ પૂછે છે એટલે કહું છું કે મારા પતિનું નામ તુલાધર છે. તે એક સામાન્ય વહેપારી છે પણ તેમને એ નિયમ છે કે હું ત્રાજવાની દાંડી સમાન રાખીશ. કેઈને ઓછું નહિ આપું. વહેપરમાં અન્યાય નહિ કરું. આ રીતે વહેપાર કરતાં કરતાં તેમને જ્ઞાન થયું કે “માત્ર ત્રાજવાની દાંડી સમાન રાખવાથી દુનિયાને મારા તરફથી ન્યાય મળે છે, દુનિયા મારી આટલી બધી પ્રતિષ્ઠા કરે છે તે જે હું મારા મનની દાંડી સમાન રાખું તે મને અને દુનિયાને વિશેષ ન્યાય મળે.” આ રીતે વિચારતાં અને આચરતાં તે સમભાવી થયા અને જ્ઞાની થયા. તેમણે તેમની જીંદગીમાં અપ્રમાણિકતા આચરી નથી. અસત્યનું સેવન કર્યું નથી. મેં કઈ તપશ્ચર્યા પણ કરી નથી પણ હું મારા આવા પતિની સેવા કરી મારા જીવનને ધન્ય માનું છું અને તેમના પ્રતાપે હું કંઈક જાણી શકું છું.
બંધુઓ ! જેનું ચારિત્ર શુદ્ધ છે, જેના વિચારો શુદ્ધ છે તે સામા મનુષ્યના મનના ભાવે જાણી શકે છે. જેના જીવનમાં સત્ય-નીતિ અને સદાચાર છે તે ઉત્તમ છે. સત્યને શાસ્ત્રમાં ભગવાનની ઉપમા આપવામાં આવી છે. મનુષ્ય સંપૂર્ણપણે બ્રહ્મચારી બનવાને સમર્થ ન હોય તે “વહાર સંતોષીએ” આટલે પણ જેના જીવનમાં નિયમ