________________
૯૪૮
શારદા સરિતા મેહમાં ફસાત નથી. અહીં સમરાદિત્યનું ચરિત્ર ચાલે છે તે સમરાદિત્યકુમાર આઠ આઠ ભવથી એકધારી સાધના કરતા આવ્યા છે. હવે તેમની વિષયવાસનાનું બીજ તદન બની ગયું છે એટલે કે સ્ત્રીના સામું જોવું પણ તેને ગમતું નથી. એને વિષયવિલાસમાં ફસાવવા એના પિતાએ ત્રણ ત્રણ મિત્રને મોકલ્યા, તે તેમને વૈરાગી બનાવી દીધા. જે બીજમાં ઉગવાની શક્તિ નષ્ટ થઈ ગઈ હોય તેને ઉગાડવા કઈ ગમે તેટલી મહેનત કરે તો પણ તે ઉગતું નથી. તે રીતે જે આત્મા નિર્વિકારી હોય તેનામાં વિકાર ઉત્પન્ન કરવા માટે કે ગમે તેટલી મહેનત કરે તે પણ તેનામાં વિકાર ઉત્પન્ન થત નથી. આટલા માટે જ્ઞાની કહે છે કે મન ઉપર સંયમ રાખે. મન ઉપર કાબૂ મેળવી સંયમી બનવાથી માનવ સાચો આનંદ અનુભવી શકે છે. સંયમ વિના આખી પૃથ્વીનું રાજ્ય મળી જાય તો પણ માનવીનું મન શાંત થતું નથી.
મિથિલા નગરીના જનક રાજાનું નામ તે તમે ઘણી વખત સાંભળ્યું હશે! એ મિથિલા નગરીમાં જનક રાજા રાજ્ય કરતા હતા. તે સમયમાં એક બ્રાહ્મણે રાજ્યને મટે ગુન્હ કર્યો એટલે બ્રાહ્મણને પકડીને દરબારમાં રાજા પાસે હાજર કર્યો. રાજાને એના પ્રત્યે ખૂબ કે આવ્યા અને કહ્યું કે તારો ગુન્હો તે ઘણો મોટે છે એટલે તેને ફાંસીની સજા કરવી જોઈએ. પણ હું તને મારીશ નહિ, પણ તારા ગુન્હાની તને એ શિક્ષા કરું છું કે તું મારા રાજ્યની હદ છોડીને ચાલ્યો જા. બ્રાહ્મણ કહે છે સાહેબ! હું ગુન્હેગાર છું એટલે આપના હુકમ પ્રમાણે હું ચાલ્યા જઈશ. પણ જતાં પહેલાં એક વાત આપને પૂછું છું કે આપના રાજ્યની હદ ક્યાં સુધી છે? બ્રાહ્મણની વાત સાંભળીને આત્મજ્ઞાની એવા જનક રાજાને વિચાર આવે કે અહે! આ પૃથ્વી ઉપર અનેક મહાન સમ્રાટે રાજ્ય કરે છે તેમાં મારી મિથિલા નગરી કેટલી? આગળ ચિંતન કરતાં વિચાર થયો કે આ રાજ્ય મારૂં ક્યાંથી? મારા બાપદાદાએ રાજ્ય ભોગવીને ગયા પણ સાથે કંઈ લઈ ગયા નથી તો શું આ રાજ્ય મારી સાથે આવશે? જે મારી સાથે ન આવે તો મારું શેનું? આ રાજ્યવૈભવ-રાણુઓ નોકર-ચાકર બધાને મારા માનું છું એ કઈ મારા નથી. મારી સાથે ને સાથે રહેવાવાળું આ શરીર પણ મારું નથી. જેમ જેમ ઉંડા ઉતરતા ગયા તેમ તેમ તેમને લાગ્યું કે દુનિયાના દરેક પદાર્થો નાશવંત છે. એક આત્મા શાશ્વત છે. મારે અધિકાર મારા આત્મા ઉપર છે. બીજા કોઈ ઉપર નહિ.
આ પ્રમાણે વિચાર કરીને બ્રાહ્મણને કહ્યું- ભાઈ! મારા રાજ્યની સીમાં ક્યાંય નથી. આ સંસારની કોઈ વસ્તુ ઉપર મારે અધિકાર નથી. તું આજથી મારો ગુરૂ બની ગયો. તેં મારી આંખ ખેલાવી. તારે ગુહે માફ કરું છું. તારે રાજ્યમાં જ્યાં રહેવું હોય ત્યાં આનંદથી રહે. ફરીને ભૂલ ન કરતો. બંધુઓ! જનક રાજા બ્રાહ્મણની એક ટકેરથી સાવધાન બની ગયા. અમે તે ચાર ચાર મહિનાથી ટકોરા માર્યા પણ આ અમારા