SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૧૫ દેવાનુપ્રિયા ! તમે સંયમી બનવાના પુરૂષાર્થ કરે. સંચમી ન અની શકે તેા સાચા શ્રાવક અનેા અને શ્રાવક ન ખની શકે તેા એટલે તે અવશ્ય નિર્ણય કરો કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના મરવું નથી તેને અવશ્ય નિર્ણય કરે. કારણ કે અનાદિકાળથી જીવ મિથ્ય!ત્વથી મલીન અનેલે છે. આજે તમે કાળા નાણાંને ઉજળા બનાવવાના પ્રયાસ કરે છે પણ આત્મા અનાદ્દિકાળથી મિથ્યાત્વના રંગથી કાળે બની ગયે છે તેને ઉજળા અનાવવાનુ કદી મન થાય છે ? સમ્યક્ત્વ આવે તે આપણુ જીવન સફેદ મને. સમ્યક્ વ આવે એટલે આત્મામાં રહેલા મિથ્યાત્વ રૂપી ગાઢ અંધકાર દૂર થાય છે ને આત્માની રાનક બદલાઇ જાય છે. જમાલિ અણુગારને પહેલા પ્રભુના વચનમાં અતૂટ શ્રદ્ધા હતી. પણ હવે એના મન રૂપી ટાયરમાંથી શ્રદ્ધા રૂપી હવા નીકળી ગઈ તેથી પ્રભુના વચનની શ્રદ્ધા બદલાણી. ખીજી વખત પણ ભગવાન પાસેથી નીકળી ગયા ને ખૂબ અશુભ અધ્યવસાયથી, વિપરીત અર્થ પ્રગટ કરવાથી, અભિનિવેશિક મિથ્યાત્વના ઉદ્દયથી પેાતાના આત્માને, ખીજાના આત્માને અને ઉભયના આત્માને ભ્રાન્ત કરત અને મિથ્યા જ્ઞાનવાળા કરતાં ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પ લન કર્યું. ત્યાર બાદ જ્યારે તેને અન્તકાળ નજીક આવ્યે ત્યારે તેણે અર્ધા માસના સંથારા ધારણ કર્યાં અને સંથારા દ્વારા તેણે પોતાનુ શરીર કૃશ કરી નાંખ્યું. શરીરને કૃશ કરી નાંખીને તેણે અનશન દ્વારા ત્રીસ ભકતાનું (ત્રીસ ટકના ભેાજનનુ) છેદન કરી નાંખ્યું. ત્રીસ ભકતાના પરિત્યાગ કરવા છતાં પણ પેાતાના પૂર્વ પાપસ્થાનાની આલેાચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળને અવસર આવતાં કાળધર્મ પામીને લાંતક દેવલાકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિવિષિ દેવપણે ઉત્પન્ન થયા. દેવાનુપ્રિયેા ! જુએ, એક વચનની શ્રદ્ધા ફરતાં જમાલિ કર્યાં પટકાઈ ગયા ! ભગવાનના વચનનું ઉત્થાપન તા કર્યું. પણ છેલ્લે પાપની આલેચના ન કરી. જો આલેાચના કરી હેાત તે કિવિષિમાં જાત નહિ. ગૌતમસ્વામીને ખબર પડી કે જમાલિ અણુગારે કાળ કર્યાં. હવે તે ભગવાનને પૂછશે ને ત્યાં શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:–સેનકુમારે પેાતાના પુત્રને ગાદી ઉપર સ્થાપન કરી હરિષણસૂરિ પાસે સચમ અંગીકાર કર્યાં. શાસ્ત્રનું જ્ઞાન ખૂબ મેળવ્યું અને કર્મની ભેખડા તેડવા માટે ઉગ્ર તપ કરી રહ્યા છે. આ રીતે ઘણા સમય પસાર થયા પછી સેનકુમારે ગુરૂની પાસે એકલા વિચરવાની આજ્ઞા માંગી. પેાતાના શિષ્યના વિનયાદિ ણા અને ચેાગ્યતા જોઇને ગુરૂએ તેમને એકલા વિચરવાની આજ્ઞા આપી. વિષેણુની વિષમતા :–ગુરૂની આજ્ઞા લઇ સેનસુનિ ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કાલાક નામના નિવેશમાં પધાર્યાં ને ત્યાંના ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે ધ્યાનમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy