________________
શારદા સરિતા
-
૯૧૧
કાકાની દીક્ષા જાણ સેનકુમારને આનંદ થયે. રાજ્ય બરાબર ચાલે છે તે કહે કે વિષેણ
જય ઉપર આવી પ્રજાને પ્રેમ જીતી શકે નહિ અને મુક્તપીઠ રાજા ચઢી આવ્યા ને રાજ્ય ગુમાવી વિષેણ જંગલમાં ચાલ્યો ગયો. આ સમાચારથી સેનકુમારનું લેહી ઉકળી ગયું કે અમે બબ્બે ભાઈ અને ચંપાનગરીનું રાજ્ય બીજે કરે ! શું પ્રજા નિરાધાર બની ગઈ. તરત સમરકેતુ રાજાને વાત કરી અને લશ્કર લઈને તૈયાર થયે.
દુશમન રાજાને આમંત્રણ - સેનકુમાર ઘણું સૈન્ય લઈને ચંપાનગરીની બહાર આવી પડાવ નાંખી મુક્તપીઠ રાજાને કહેવડાવ્યું કે હે રાજા ! ચંપાનગરી છેડીને ચા જા. હું ચંપાનગરીના રાજાનો પુત્ર જીવતો બેઠે છું ત્યાં સુધી ચંપાનગરી તારા તાબામાં નહિ રહે. ત્યારે મુકતપીઠ રાજાએ કહેવડાવ્યું કે મેં મારા પરાક્રમથી ચંપાનગરી મેળવી છે અને તમારે જોઈએ તે પરાક્રમથી જીતીને મેળવી લે. એટલે સેનકુમારે યુદ્ધની તૈયારી કરી. યુદ્ધની ભેરી વાગી અને બંને વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. છેવટે મુક્તપીઠ રાજાને જાતે યુદ્ધમાં ઉતરવું પડ્યું. સેનકુમારે એક તલવારના ઘાએ તેને જમીન ઉપર પટકાવી નાંખ્યું. રાજા ભેંય પડતાની સાથે સૈન્ય ભાગ્યું ને મુક્તપીઠ રાજા પકડાઈ ગયે.
સેનકુમારનો વિજ્ય થયે. એટલે ચંપાનગરીની પ્રજા સેનકુમારને વાજતે ગાજતે નગરીમાં લાવી તેનું ખૂબ સન્માન કરી પ્રજાજનેએ આશીવાદને વરસાદ વરસાવ્યા ને ઠેરઠેર સેનકુમારને યજયકાર બોલાવ્યા અને સેનકુમારને રાજયનું સુકાન સંભાળવા વિનંતી કરી. ત્યારે સેનકુમાર કહે છે વિષેણની તપાસ કરી તેને રાજ્ય આપ. તરત વિષેણની તપાસ કરાવીને સેનકુમારે રાજ્ય સંભાળવા તેને સમાચાર આપ્યા. ત્યારે તેણે ક્રોધાયમાન થઈને કહ્યું મારે સેનકુમારનું જીતેલું રાજય નથી જોઈતું. મારા બાહુબળથી રાજ્ય મેળવીશ. આ રીતે વાત ચાલે છે ત્યાં ઉદ્યાનપાલકે સેનકુમારને ખબર આપ્યા કે આપણે એક વખતના મહારાજા- હરણ મુનિ આચાર્ય ઉધાનમાં પધાર્યા છે.
સેનકુમારની દીક્ષા –આ સમાચાર સાંભળી રાજ્યની ઝંઝટ છેડીને સેનકુમાર આનંદ ને ઉલ્લાસભેર પિતાના પરિજનો અને પ્રજા સાથે મુનિરાજને વંદન કરવા આવ્યા. ખૂબ ભાવપૂર્વક મુનિરાજને વંદન કરી તેમની વાણી સાંભળીને સેનકુમારને વૈરાગ્ય આવ્યે. શાંતિમતિને એક પુત્ર થયું હતું તેનું નામ અમરસેન હતું. એ અમરસેનને રાજયાભિષેક કરી હરિફેણ આચાર્ય પાસે સેનકુમારે અમરગુરૂ આદિ મંત્રીપુત્રની સાથે સંયમ અંગીકાર કર્યો. હવે સેનકુમાર સાધુ બની ગયા છે. હવે વિષેણના મનમાં કેવી દુષ્ટ ભાવના જાગશે ને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે