________________
૯૦૭
શારદા સરિતા કર્મો ખપાવીને કામ કાઢી ગયા. ખુદ તીર્થકર ભગવંતને પણ કમેં છેડયા નથી. કરમને શરમ નથી. કર્મના ઉદય સમયે દેહના ધર્મને ભૂલી આત્મભાવમાં ઝૂલે. વેદના થાય છે તે મારા દેહને પણ આત્માને નહિ. અજ્ઞાની જીવ કર્મોના ઉદય સમયે એય....ઓય કરે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરે કે અરેરે...મને આ કર્મ કયાંથી ઉદયમાં આવ્યા? ત્યારે જ્ઞાની શું વિચારે! હાય..હાય, એમાં નવું છે શું? મેં બાંધ્યા છે ને મારે ભોગવવાના છે. જ્યાંસુધી સમતાભાવે સહન નહિ કરું ને કર્મોને નહિ ખપાવું ત્યાં સુધી મારી મુક્તિ થવાની નથી. પછી શારીરિક રોગ હોય કે માનસિક રોગ હોય, પણ જ્યાં સમજણ અને સમતા છે ત્યાં કર્મો ખપે છે. આપણું જેન શાસનમાં આવા ઉપસર્ગો સહન કરનારા કેટલાય મુનિઓ થઈ ગયા છે. જેની ચામડી ઉતારવામાં આવી તેવા ખંધકમુનિ, ઘાણીમાં પલાયા તે બંધક મુનિ, ગજસુકુમાર મુનિ, મેતાજ મુનિ એવા ઘણું મહાન પુરૂષ થઈ ગયા છે. તેમાં ઝાંઝરીયા મુનિ પણ એવા સમભાવી થઈ ગયા. મુનિના જુદા જુદા ઘણાં નામ છે પણ આ મુનિનું નામ ઝાંઝરીયા મુનિ શાથી પડયું?
ઝાંઝરીયા મુનિ એ રાજકુમાર હતા. એમનું નામ મદનબ્રહ્મ હતું. એક વખત વસંતઋતુના સમયમાં એ મદન બ્રહ્મકુમાર તેની બત્રીસ પત્નીઓની સાથે ઉદ્યાનમાં જઈને વસંતોત્સવ ઉજવી રહ્યા હતા. વસંતને આનંદ માણતાં એ સજકુમારની દષ્ટિ દૂર એક વૃક્ષ નીચે બેઠેલા મુનિરાજ ઉપર પડી. તરત રાજકુમારે મુનિ પાસે જઈ નમ્રતાપૂર્વક વિનયથી વંદન કર્યા. સંતે તેમને ઉપદેશ આપે ને સૌએ એ સંતની પવિત્ર વાણી સાંભળી. મુનિની પવિત્ર વાણી સાંભળી મદન બ્રહ્માકુમારને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યા ને સંસાર ત્યાગી સંયમી બની ગયા. ગુરૂના સાનિધ્યમાં રહી ખુબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સંયમને યેાગ્ય ગુણ પ્રાપ્ત કર્યા. ઘણું સમય પછી પોતાના ગાઢ કર્મો ખપાવવા એકલા વિચરવાની ગુરૂ પાસે આજ્ઞા માંગી. ત્યારે શિષ્યની ગ્યતા જોઈને ગુરૂએ તેમને આજ્ઞા આપી. એટલે પિતે એકલા વિચરવા લાગ્યા.
એક વખત એ યુવાન સાધુ પહેલા પહેરે સ્વાધ્યાય, બીજા પહેરે ધ્યાન કરી ત્રીજા પહોરે ગૌચરી જવા માટે નીકળ્યા. આ સમયે એક શેઠાણી એના બંગલાના ઝરૂખામાં ઉભી હતી. એનો પતિ બાર બાર વર્ષોથી પરદેશ ગયેલો હતો એટલે એના પતિના વિરહની વેદનાથી ઝરતી હતી. એ કામિનીની દષ્ટિ આ તેજસ્વી ને ભરયુવાન મુનિ ઉપર પડી. એક તે રાજકુમારને બીજું ચારિત્રના તેજ મુખ ઉપર ઝળહળે છે. એનું રૂપ જોઈ તરૂણ સુંદરી મુગ્ધ બની. દાસીને કહે છે મુનિને ઉપર બેલાવ. મુનિ શ્રાવકનું ઘર માનીને ગયા. શેઠાણીએ ગૌચરી વહરાવી. પછી મુનિને ફસાવવા ચાળા કર્યા ત્યારે મુનિ એકદમ ચાલતા થયા તેથી બાઈએ પાછળથી પગ પકડીને ઝાંઝર પહેરાવી દીધું. તે પણ મુનિ તેના હાથમાંથી છટકીને ચાલ્યા ગયા. એટલે એ બાઈએ બૂમો મારી કે મને