________________
૯૦૨
શારદા સરિતા એ એક દેષ છે કે એ જ્યાં સુધી ટળે નહિ ત્યાં સુધી કલ્યાણ ન થાય. ભલે મોહ-મમતા ને લોભ છોડી દીધા હોય, વિષયે પ્રત્યે વિરાગ કેળવ્યું હોય પણ એક દોષ એ છે કે જે આત્માને ઉચે આવવા ન દે. એ દેષ છે આપમતિને. એ દેષ એ મજબૂત છે કે તેને કાઢવો મુશ્કેલ છે. માટે જ્ઞાની પુરૂષો ઉપદેશ આપતાં કહે છે કે આપમતિ મૂકીને ગુરુમતિ બને, પણ આપમતિ મૂકાઈ જવી ને ગુરુમતિ પકડાઈ જવી તે ઘણું મુશ્કેલ કામ છે. આત્માએ અત્યાર સુધીમાં ઘણીવાર સંયમ પાળે, તપ કર્યા, પરિષહ સહ્યા. આ બધું કર્યું પણ આપમતિ ન છેડી તેના કારણે જીવની કંગાલ દશા ને ભવભ્રમણ છે. જે ગુરૂમતિ બન્યા હેત તે ઘણાં ઉંચા આવી ગયા હત. ગુરૂની આજ્ઞા પ્રમાણે જીવન જીવવામાં આવે તે ભવ સુધરી જાય અને ફરીને અવતાર લે તે મનુષ્યભવ એ ઉત્તમ મળે કે જ્યાં જીવ જન્મથી વૈરાગી હેય. માનવતાને ઉચ્ચ અભ્યદય થયે હેય ને ગુણરૂપી રત્નના પ્રકાશથી જીવન તિમય બની જાય. પછી તે પાપ કરવું, અસત્ય બોલવું કંઈ જીવને રૂચે નહિ. સંસાર દાવાનળ લાગે ને ગુરૂના ચરણમાં ચિત્ત સદા રમ્યા કરે. પણ આજે જીવની દશા કેમ પલટાઈ છે ! આપમતિને દેષ ટળે નથી.
જમાલિ અણગારના જીવનમાં કેટલા ગુણ હતા ! પણ એક આપમતિને દેષ આવી ગમે તે કેટલું પતન થઈ ગયું ! ભગવાન પાસે જઈને કહ્યું કે આપના બધા શિષ્યો તે છમસ્થ છે ને હું તે સર્વજ્ઞ છું ત્યારે ગૌતમસ્વામીએ તેમને કહ્યું કે કેવળજ્ઞાન વિશુદ્ધ જ્ઞાન છે. તેને પર્વત કે સ્થંભનું આવરણ આડું આવતું નથી તે હે જમાલિ! તમે સર્વજ્ઞ છે તે મારા બે પ્રશ્નોનો જવાબ આપો. લેક શાશ્વત છે કે અશાશ્વત છે? જીવ શાશ્વત છે કે અશાશ્વત ! આગમમાં ભગવાને કેવી સુંદર વાત કરી છે. એના એકેકે શબ્દ કેવા કિંમતી છે! પેલા શેઠે ચેપડામાં લખ્યું હતું ને કે
પાનું ફરે ને સોનું ઝરે” બાપ તે મરી ગયે પછી છોકરે ચેપડાના પાના ઉથલાવતા વિચાર કરવા લાગ્યો કે મારા પિતાએ તે લખ્યું છે કે “પાનું ફરે ને સોનું ઝરે” તે હું પાના ફેરવું છું પણ ક્યાંય સેનું ઝતું નથી. છોકરે બુદ્ધિવાન હતા તે સમજી જાત કે મારા બાપે આ કઈ રીતે લખ્યું છે? એ રીતે આપણું પરમ પિતા પ્રભુ મહાવીરે આગમના પાને પાને અમૂલ્ય રત્નો ટાંકયા છે “આગમના પાના ફરે ને હીરા ઝરે.” એ ક્યા હીરા? તમારા ઝગમગતા હીરા નહિ હોં. સમ્યગદર્શન-જ્ઞાન ને ચારિત્રના હરા. આગમનું વાંચન કરે, મંથન કરે તે એ હીરા મળે ને? પણ તમારે તે આગમન પાના ફેરવવા નથી તે હીશ કયાંથી મળે?
ગૌતમસ્વામીએ જમાલિ અણગારને બે પ્રશ્નો પૂછયા ત્યારે તે શંકિત થયા, કાંક્ષિત થયે ને કલુષિત પરિણામવાળે થયે ને ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપવા સમર્થ ન