________________
૮૮૨
શારદા સરિતા વ્યાપેલું વિષ મંત્રદ્વારા ઉતરી જાય છે. એવી રીતે ભલે હું સાંભળી શકતું નથી, પણ પ્રભુની વાણી પ્રત્યે મને અનન્ય શ્રદ્ધા છે, વિશ્વાસ છે તેથી મારા આત્મા ઉપર ચઢેલું મેહનું વિષ જરૂર ઉતરે છે. બોલે ગુરૂદેવ! ન સાંભળવા છતાં મારૂં અહીં આવવાનું કેટલું લાભદાયક છે! મહારાજ વૃદ્ધ બાપાની વાત સાંભળી ખૂબ આનંદ પામ્યા ને મનમાં એ વૃદ્ધની ખૂબ પ્રશંસા કરી.
દેવાનુપ્રિય! આ દષ્ટાંત દ્વારા આપણે એ સમજવાનું છે કે માણસ વૃદ્ધ થાય છે ને સાથે ઈન્દ્રિઓનું બળ પણ ક્ષીણ થાય છે, છતાં જ્ઞાનવાન વ્યક્તિઓ પિતાની ક્ષીણ ઈન્દ્રિઓને પણ કેવો સદુપયોગ કરે છે. જ્ઞાની કહે છે કે આયુષ્ય પાણીના પૂરની જેમ વહી રહ્યું છે. ઇન્દ્રિઓ ક્ષીણ થઈ રહી છે માણસ જન્મે છે ત્યારથી મૃત્યુ તે એને ચેકીપહેરે ભરે છે કે જ્યારે આયુષ્ય પૂર્ણ થાય ને આને ઉઠાવી લઉં.
આપણા શરીરથી માંડીને કેઈપણ વસ્તુ ચિરસ્થાયી નથી. દરેક વસ્તુ નાશવંત છે. આજે સુંદર દેખાતી સાત માળની હવેલી અમુક સમયે ખંડેર બની જાય છે. આજને ધનવાન આવતી કાલે રંક બની જાય છે. આજને નિરોગી કાલે રોગી બની જાય છે. આ રીતે સંસારમાં કઈ પણ વસ્તુ સ્થાયી રહેનારી નથી. આપણું શરીર પણ કયાં સ્થિર રહેવાનું છે! માટે એના રાગ છેડવા જેવા છે. ભગવાને તે કહ્યું છે કે સમય માત્રને પ્રમાદ ન કરે. નશ્વરદેહની સેવામાં કેટલે સમય વ્યતીત થાય છે. જેટલી દેહની સારસંભાળ રાખે છે તેના કરતાં અધિક આત્માની રાખે. શરીરને ગમે તેટલું સ્વચ્છ રાખશે તો પણ મલિન બની જવાનું છે માટે આત્માને સ્વચ્છ રાખે. એટલે આત્મા સ્વરછ બનશે તેટલી સ્વરૂપમાં રમણતા થશે. શ્રદ્ધા દઢ બનશે. આત્મા મલીન બન્યું તે ખલાસ. કયાં જઈને પટકાશે તે જ્ઞાની સિવાય આપણે કહી શકતા નથી.
જમાલિ અણગારનું શરીર વિપુલ રોગથી ઘેરાઈ ગયું છે. ભયંકર પિત્તજવર શરીરમાં વ્યાપી જવાથી ખૂબ બળતરા થાય છે એટલે તેણે પોતાના શિષ્યોને સંથારે બીછાવવાની આજ્ઞા કરી. વિનયવંત શિષ્ય તરત પથારી કરવા ઉભા થઈ ગયા. શિષ્ય પથારી કરે છે ત્યારે જમાલિ અણગાર ફરીને પૂછે છે હે શિષ્ય! મારા માટે સંસ્તારક (શમ્યા) કર્યો છે કે કરાય છે? ત્યારે શિષ્યએ કહ્યું કે કર્યો નથી પણ કરાય છે. ત્યાર પછી જમાલિ અણગારને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયે કે શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે.
एवं खलु चलमाणे चलिए, उदीरिज्जमाणे उदीरिए जाव
निज्जरिज्जमाणे विज्जिण्णे तं गं मिच्छा।" ચાલવા માંડયું ત્યારથી ચાલ્યું કહેવાય, ઉદીરાતું હોય તે ઉદીરાયું કહેવાય, યાવત્ નિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય તે મિથ્યા છે. કારણ કે આ પ્રત્યક્ષ દેખાય છે