________________
૮૭૮
શારદા સરિતા
પણ સુધરી ગયા. તમે પણ આ રીતે દઢનિશ્ચયી સાચા શ્રાવક બને. આ માનવજન્મ પામીને પાપાચારનું સેવન કરશે તો કેવા ચીકણું કર્મો બંધાશે ! કર્મને કોઈની શરમ નથી. ત્યાં પૈસા, હેદ્દા કે લાગવગ કામ નહિ આવે.
ઉગ્ર તપશ્ચર્યા કરવાથી જમાલિ અણગારનું શરીર ખૂબ જીર્ણ થઈ ગયું હતું. બેસવાની તાકાત ન હતી. શરીરમાં ખૂબ તીવ્ર અસહ્ય વિપુલ, સખત કર્કશ, દુઃખરૂપ, પિત્તજવરનો રોગ ઉત્પન્ન થયે. શરીરમાં તેની ખૂબ બળતરા ને વેદના થવા લાગી એટલે પિતાના શિષ્યોને કહ્યું કે હે દેવાનુપ્રિયે! “મH Mા ચાર સંચર ” તમે મારે સૂવા માટે સંસ્તારક (શયા) પાથરે ત્યાર પછી તે શ્રમણનિગ્રંથે જમાલિ અણગારની વાતને વિનયપૂર્વક સ્વીકાર કરે છે. સ્વીકારીને જમાલિ અણગારને સૂવા માટે શય્યા પાથરે છે.
" तए णं से जमालि अणगारे बलियतरं वेदणाए अभिभूए समाणे दोच्चं पि समणे निग्गंथे सदावेइ सद्दावित्ता दोच्चं पि एवं वयासी मम णं देवाणुप्पिया ! सेज्जा संथारए णं किं कडे कज्जइ ?"
જ્યારે તે જમાલિ અણગાર અત્યંત વેદનાથી વ્યાકુળ થયા ત્યારે ફરીથી શ્રમણનિગ્રંથને બોલાવ્યા અને બોલાવીને ફરીથી તેમણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! મારા માટે સંસ્તારક (પથારી) કર્યો કે કરાય છે? ત્યાર પછી શ્રમનિગ્રંથાએ જમાલિ અણગારને એમ કહ્યું કે દેવાનુપ્રિયને માટે સંસ્તારક કર્યો નથી પણ કરાય છે. આ બાબતમાં જમાલિ અણગારના મનમાં હવે કેવા સંકલ્પ થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. .
સાતમો ભવ:- “સેન અને વિષે ચરિત્ર - ગયા ભવમાં અગ્નિશર્મા અને ગુણસેન પતિ-પત્ની તરીકે હતા. આ ભવમાં બંને કાકા-કાકાના દીકરા ભાઈ તરીકે જન્મશે. સાતમા ભાવમાં કયાં ઉત્પન્ન થયા?
ચંપાપુરી નગરીમાં અમરસેન નામના રાજા રાજ્ય કરતા હતા ને તેમને જયસુંદરી નામની રાણી હતી. તે રાજાને હરિષણ નામને નાનો ભાઈ હતા અને તેની હરિપ્રભા નામની પત્ની હતી. અમરસેન માટે હતો એટલે તે રાજા બન્યા અને નાના ભાઈને યુવરાજની પદવી આપી હતી. બંને ભાઈ વચ્ચે ક્ષીર-નીર જેવા પ્રેમ હતા. સમય જતાં બંનેની રાણીઓ ગર્ભવતી બની. જયસુંદરીને ગર્ભ રહ્યો ત્યારથી તેના મનમાં ખબ પવિત્ર ભાવનાઓ થતી હતી. સમય જતાં બંનેને પુત્ર જન્મ્યા. તેમાં જયસુંદરીના પુત્રનું નામ સેન અને હરિપ્રભાના પુત્રનું નામ વિષેણ રાખવામાં આવ્યું. અમરસેન અને હરિપેણ બંને ભાઈઓ વચ્ચે દૂધ-સાકર જે પ્રેમ હતો. એકબીજાના પુત્રને પિતાના પુત્ર જેવા સમજે છે. આ રીતે બંને ભાઈઓ સંસારમાં સ્વર્ગ જેવા સુખ ભોગવતા હતા.