________________
શારદા સરિતા
૮૫૯ મન થતું નથી, ને તમને ખાવાનું છોડવાનું મન થતું નથી. એ કે ભવ્ય દેખાવ હશે! એમણે સાચી દિવાળી ઉજવી છે. આ તે પ્રભુ હતા. એ સિવાય બીજા કંઇક જી આવી દિવાળી ઉજવે છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
- એક કરોડપતિ શેઠ હતા. તે ખૂબ ઉદાર દિલના હતા. ત્રણ માણસનું કુટુંબ હતું. દીકરો પાંચ વર્ષને થયે ત્યારે ગામના નગરશેઠની દીકરી સાથે તેનું સગપણ કર્યું. દીકરો લગભગ પંદર વર્ષને થયે ને પાપને ઉદય થતાં પૈસે એકાએક જવા માંડે. ચારે બાજુથી ખોટ આવવા લાગી. ઘરબાર બધું વેચાઈ ગયું. ઉભા રહેવાની પણ જગ્યા ન રહી. શેઠાણી આઘાતમાં ગુજરી ગયા. છેવટના પરિણામે શું કરવું તે મુંઝવણ આવી. આ સમયે લજજાના માર્યા ઝુંપડામાં પડ્યા રહે છે ને પરોઢીયે અનાજ પીઠામાં જઈ ધુળમાંથી દાણું ચાળીને લાવે છે. શેઠને વિચાર થયે કે મારા વેવાઈ ઘણું ધનવાન છે માટે ત્યાં જઉં તેમ સમજીને જમાઈને મોકલ્યા તે સસરાએ ધક્કો મારીને કાઢી મૂક્યા. તું મારે જમાઈ કેવો ? બસ, નાણાં ગયા ને સગપણ ગયું. જેને સંસાર! મારા બંધુઓ! સંસાર કેને છે? સગાઈ ક્યાં છે! ખૂબ વિચાર કરી મુગ્ધ બનજે. બાકી જ્યારે તમને સમજાશે ત્યારે આ સંસાર જરૂર તમને જેલ જેવું લાગશે.
હવે બાપ-દીરે આ સ્થિતિમાં ખૂબ મુંઝાય છે. કેઈ નેકરી પણ રાખતું નથી. કર્મ ના કરે તેટલું ઓછું છે. બીજી બાજુ શેઠની દીકરી મટી થઈ છે. તે વિચાર કરે છે કે મારી બહેનને બધે જવાની છૂટ અને મને કેમ નહિ? એક દિવસ મક્કમ થઈ સવારના વહેલી બહાર નીકળી ગઈ. ત્યાં આ બાપ-દીકરે રેતીના પિટલા બાંધે છે. ત્યારે છોકરી કહે છે કે આપ શા માટે આવું કરે છે? છેવટે શેઠ તેમના દુઃખની વાત કરે છે. આ સાંભળી છોકરી કહે છે બાપુજી અમારા ઘેર ઘણું ધન છે. આપ ચાલે. ત્યારે શેઠ રડી પડે છે ને કહે છે દીકરી તું ચાલી જા. અમારા ભાગ્ય ફૂટી ગયા છે. નહિતર તું અમારા ઘરની લક્ષમી છે. હું તમે શું કહે છે? હું તમારા ઘરની લક્ષ્મી છું તે કેવી રીતે? આપ મને કહો. ત્યારે શેઠ વાત કરે છે ને છેવટે છોકરી કહે છે મારે પતિ એક હોય-એ નહિ. માટે મારી બહેનના ત્રણ દિવસ બાદ લગ્ન છે તે વખતે તમે ત્યાં હાજર થજો ને હું તમારી સાથે આવીશ. છોકરીની વાત સાંભળી બાપ-દીકરે ખૂબ ના પાડે છે. પણ છોકરી ઘણી હઠ કરે છે તેથી હા પાડે છે. ને છેવટે બાપ-દીકરે તે દિવસે ત્યાં જાય છે. બધાની વચમાં દીકરી સાદા કપડામાં પિતાને કહે છે કે મારા માટે તમે જે જમાઈ શે હવે તેની સાથે આપની સમક્ષમાં હાથ ઝાલી મારું જીવન તેને અર્પણ કરું છું. આમ કહેતાંની સાથે હાથ ઝાલવારૂપ હસ્તમેળાપ કરીને ચાલી ગઈ. બધા મોટી દીકરીના લગ્નમાં પડ્યા હતા અને આ બનાવ બનતા સૌ કઈ ચોધાર આંસુ પાડવા લાગ્યા. મોટી દીકરીના લગ્ન પત્યા પછી બધા છોકરીની ઝુંપડીએ આવી ખૂબ કરગરવા