________________
શારદા સરિતા
૮૫૩
છે? લક્ષ્મીને સાચવવા ગોદરેજની તિજોરી લાવ્યા. એને ત્રણ ત્રણ તો ચાવીઓ લગાડવાની હોય, ખાનામાં ખાનું ને એની ચાવી જુદી, એથી અધિક શું કહું? અંદર ઈલેકટ્રીક કરંટ રાખે કે કઈ ખેલવા જાય તો એને એંટી જાય, એટલું નહિ પણ એને સાચવવા બંગલાના દરવાજે ભરી બંદુકે પહેરેગીરે ખડા રાખ્યા, તો પણ તે સ્થિર રહેતી નથી. આ માટે ખૂબ ફરિયાદો આવી છે. તારામાં જરા પણ સ્થિરતાનો ગુણ નથી, તું અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં એમ બદલાયા કરે છે. આ સાંભળી લક્ષ્મીદેવી બોલ્યા- ઈન્દ્ર! બેલનાર અનુભવથી બોલતું નથી. એનું બોલવું અનુભવશૂન્ય છે. હું એક ઘરમાં રહેવા તૈયાર છું પણ મને કાયમ માટે એના ઘરમાં સ્થિર કરવાની માણસને કળા આવડવી જોઈએ. હું દુનિયાની બધી શરતો પૂરી કરૂં છું પણ મારી ત્રણ શરતે કઈ પૂરી કરતું નથી, તે હું એના ઘરમાં કેવી રીતે રહી શકું? ત્યારે ઇન્દ્ર કહે છે તારી એવી કઈ શરતે છે? કે એ શરતો પૂરી કરનારને ઘેર તું કાયમ માટે સ્થિર રહી શકે? ત્યારે લક્ષ્મીજી એક લેકમાં ત્રણ શરતે કહે છે.
"गुरवो यत्र पूज्यन्ते, वित्तंयत्र नयाजितम् ।
द्युतं च फलहो नैव, वसामि तत्र निश्चला ॥" લક્ષમીની પહેલી શરત એ છે કે જે ઘરમાં વડીલોની આજ્ઞાનું પાલન થતું હોય, વડીલેનું સન્માન થતું હોય. બીજી શરત છે જેણે ન્યાયનીતિથી ધન મેળવ્યું હોય, અને ત્રીજી શરત એ છે કે જે મનુષ્ય કદી જુગાર રમતે ન હોય, કેઈની સાથે કદી કલેશ કરતો ન હોય, આત્મધર્મમાં રમતો હોય તેને ઘેર હું સ્થિર થઈને રહું છું. જે મનુષ્ય મને કાયમ માટે એના ઘરમાં રાખવી હોય તેણે મારી આ ત્રણ શરતોનું બરાબર પાલન કરવું પડશે. સમજાયું ? જેના ઘરમાં ધર્મ-સંપ-ન્યાયનીતિ હોય તેના ઘરમાં ધન સહેજે આવશે. છતાં એક દિવસ છેડીને જવાનું છે. તે તમે આજે ધનતેરસના દિવસે એવી આરાધના કરે કે ધર્મરૂપી શાશ્વત લક્ષ્મી પ્રાપ્ત થાય કદી એને છોડવાનો વખત આવે નહિ. આ શરીર છૂટી જાય તે પણ એ લક્ષમી સાથે આવે.
જમાલિ અણગારનું શરીર તપશ્ચર્યા કરવાથી ખૂબ જીણું બની ગયું છે. હવે ચાલવાની શકિત પણ નથી. એમના શરીરમાં રોગ ઉત્પન્ન થયે છે તેથી એમના શિષ્યોને કહે છે મારા માટે સંથાર બિછા. હવે શિવે તેમની પથારી કરશે. તે વખતે જમાલિ અણગારના મનમાં કેવા ભાવ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ધરણની દીક્ષા ચરિત્ર - ધરણ માર્કદી નગરીમાં આવ્યું. ચારે તરફ તેની કીર્તિ ફેલાઈ છે. લકે બે મેઢે તેના વખાણ કરે છેમાતા-પિતાએ તેને ફરીને લગ્ન કરવા માટે કહ્યુંપણ હવે સંસાર ઉપરથી તેનું મન ઉઠી ગયું છે.