________________
શારદા સરિતા
૮૪૩ દેવપુર નગર છે. આ નગરમાં જઈને તમે તમારી પત્નીને શોધી લેજે એમ કહી ધરણુસેનની રજા લઈ હેમકુંડળ વિદ્યાધર ચાલ્યો ગયો. ધરણે ગામબહાર વિશ્રાંતિ લઈને દેવપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ટેપ નામના એક શેઠ ધરણને સામા મળ્યા. તેની મુખાકૃતિ જોઈને તેમને લાગ્યું કે આ કોઈ પુણ્યવાન પુરૂષ લાગે છે પણ આ ગામને અજાણ્યો હોય તેમ લાગે છે. એટલે ટેપ શેઠ તેને આદરપૂર્વક પિતાને ઘેર લઈ ગયા ને તેને સ્નાન-ભેજન આદિ કરાવીને તેને વૃત્તાંત પૂ. એટલે ધરણે શેઠને પોતાની વીતક કહાણું કહી સંભળાવી ને ધરણે પેલા રત્નો શેઠને આપીને કહ્યું કે આ મારા રત્નો તમે સાચવજે. ટેપ શેકે તે રત્નો લઈને તિજોરીમાં મૂક્યા.
આ તરફ ધરણે સમુદ્રમાં પડયા પછી લક્ષ્મી અને સુવદનના મનમાં થયું કે હાશ! સારું થયું કે તે દરિયામાં પડે. તેમ આનંદ માનતાં સંસારના સુખે ભેગવતા દેવપુર નગરમાં તેમનું વહાણ આવી પહોંચ્યું. નગરમાં ખબર પડી કે ચીનનું વહાણ આવ્યું છે એટલે ધણુ બંદર ઉપર આવ્યા.
| સરળદદથી ધરણુ લક્ષ્મીને જોતાં ખુબ ખુશ થયે ને તેને ભેટી પડયા. પણ તેને ખબર નથી કે આ બંને દુષ્ટ છે. લક્ષમી કહે છે સ્વામીનાથ! મને આમ મૂકીને શા માટે ચાલ્યા જાય છે? હજુ કયાં સુધી મને તલસાવશે. હું ઝૂરી-ઝૂરીને રાતદિવસ વીતાવું છું. આજ મારા પ્રાણવલ્લભ મળતાં મને ખૂબ આનંદ થયો છે. એનું બોલવુંચાલવું અને હાવભાવથી ધરણ તે પીગળી ગયે ને બે- પ્રિયા! તું પણ મારા માટે કેટલું કષ્ટ વેઠે છે ! સુવદન કહે છે આપ બચી ગયા તેથી મને ખૂબ આનંદ થયો. હવે આ આપનું સુવર્ણ લઈ લે. ત્યારે ધરણ કહે છે શેઠ! તમે મારી પત્નીને બચાવી છે, ને તમે મને તેને મેળાપ કરાવ્યો છે એ મારે મન સુવર્ણથી અધિક છે. ધરણ કહે ચાલે, આપણે નગરમાં જઈએ. ત્યારે સુવદન પૂછે છે આપ કયાં ઉતર્યા છે? તે કહે હું ટેપ શેઠને ત્યાં ઉતર્યો છું. ત્યારે લક્ષ્મી અને સુવદન કહે છે આજે આપણે બંદર ઉપર રહી જઈએ. આવતી કાલે સવારે ત્યાં જઈશું. સરળહદયના ધરણે તે વાતને સ્વીકાર કર્યો ને તે દિવસે રાત્રે ત્યાં રહેવાનું નકકી કર્યું. હવે સુવદન અને લક્ષમીએ નિર્ણય કર્યો કે આજે રાત્રે ગમે તેમ કરીને ધરણને મારી નાંખો. હવે તે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૦૧ આસો વદ ૧૧ ને રવિવાર
તા. ર૧–૧૦–૭૩ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
વિશ્વવંદનીય ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આધિ-વ્યાધિ