________________
૮૩૦
શારદા સરિતા આ પ્રમાણે જે સ્વાધ્યાય દ્વારા જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય તે સાચી સ્વાધ્યાય છે. પહેલા ગુરૂકુળમાં જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જતાં હતાં ત્યારે અભ્યાસ પૂરો કરીને શિષ્યો ઘેર જાય ત્યારે ગુરૂ તેમને કહેતા હતા કે હે શિષ્યો! સ્વાધ્યાય કરવામાં પ્રસાદ ન કરશો. સ્વાધ્યાય કરવાથી તમને સ્વ-પરનું ભાન થશે. વ્યાખ્યાન પણ શ્રવણું રૂપ સ્વાધ્યાય છે. સાંભળીને વાહવાહ કરવામાં રહી ન જતા. પણ કંઈક આચરણમાં લેતા જજે. તમારા ઘરમાં તમારા પૂર્વજોએ સંપત્તિ દાટી છે એની તમને ખબર હોય પણ જ્યારે એ સંપત્તિની જરૂર પડે ત્યારે તે સંપત્તિ તપાસ કરવા છતાં હાથ લાગતી ન હોય એટલામાં કોઈ સિધ ગીપુરૂષ આવીને તમને સંપત્તિ બતાવી જાય તે તમને કેટલે આનંદ થાય? આ પ્રમાણે આપણું શરીરમાં અનંત ગુણવાળે આત્મા બિરાજે છે. એ આત્માનું કોઈ દર્શન કરાવી આપે તે શું તમને આનંદ નહિ થાય? સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણય કર્મ નષ્ટ થાય છે ને આત્માનું દર્શન કરાય છે માટે સ્વાધ્યાય કરી જ્ઞાનાવરણીય કર્મ નષ્ટ કરી આત્માનું દર્શન કરે. જ્ઞાનીજને કહે છે આત્મા અનંત ગુણવાળે અને અનંત શક્તિવાળો છે. આત્માના આ ગુણ મનુષ્ય શરીર દ્વારા પ્રગટ કરી શકાય છે. તમે મનુષ્યદેહ દ્વારા આત્મિક ગુણ અને આત્મિક શક્તિ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો. કેવળ શરીરની આળપંપાળ કરવામાં ન રહી જાવ.
ઘણું એવો પ્રશ્ન કરે છે કે વાચતાં ન આવડતું હોય તે સ્વાધ્યાય કેવી રીતે કરી શકીએ? તમને શાસ્ત્ર વાંચતા ન આવડે તો નવકારમંત્ર ગણતાં તે આવડે છે ને? તેને શુદ્ધ ચિત્ત જાપ કરો તે તે પણ સ્વાધ્યાય છે. આપણે આગળ કહી ગયા કે સ્વાધ્યાય એ જીવનનું નંદનવન છે. જે સ્વાધ્યાયમાં નંદનવન જે આનંદ લેતા હશે તે બીજી વાતમાં નહિ જાવ. માણસ જ્યારે ઘરકામથી થાકી જાય છે, કંટાળી જાય છે ત્યારે થાક અને કંટાળો દૂર કરવા બગીચામાં ફરવા જાય છે. તેવી રીતે સંસારની માયાજાળમાં મૂંઝાયા હશે ત્યારે સ્વાધ્યાય રૂપી બગીચામાં ફરવા જશો તો તમને ખૂબ આનંદ આવશે. આ સ્વાધ્યાય કરવાથી અંતરમાં સુંદર અને ઉચ્ચ ભાવે પુરે છે. સ્વાધ્યાય-મનન બધું માનવદેહથી થઈ શકે છે. આત્મસાધના સાધવા માનવદેહ મળ્યો છે. પણ તમને તેને મેહ છે! આત્મકલ્યાણ કરવા માટે કાયાની માયા છેડવી પડશે.
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ, ભવ અંતને ઉપાય છે."
જ્ઞાની કહે છે હે આત્મા! તું દેહ ઉપરથી મમત્વભાવ ઉઠાવી લે. કારણ કે આત્મા અને દેહ બંને ભિન્ન છે. જીવ અસત્યમાં ઉભે છે ત્યાંથી ખસવાની જરૂર છે. સંસારમાં ડગલે ને પગલે પાપ છે. માથે મરણની તલવાર ખૂલી રહી છે એવી સ્થિતિમાં જીવ રહેલો છે. આ સંસારના દરેક પદાર્થો નાશવંત છે. તે મારા નથી એમ આત્માને