________________
૮૨૬
મન મારા ગયા મરી, મર્ મરી ગયા શરીર,
આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કશ્મીર.
સારદા સરિતા
મન મરી જાય છે, શરીર મરે છે પણ આશા અને તૃષ્ણા મરતી નથી. એ તૃષ્ણા જીવને ભવેાભવમાં ડેશન કરે છે ને ભવાટવીમાં ભ્રમણ કરાવે છે. ખીજા ભવમાં તેા ભમવુ પડશે પણ અહીં પ્રત્યક્ષ કયાં નથી જોતા ! માણસને વધુ કમાવાની તૃષ્ણા જાગે છે તેા એ દેશ છેડીને પરદેશ જાય છે.
અધુએ ! હું... તમને પૂછું છું કે તમે અસ્થિર અને અનિત્ય ધનને માટે દેશવિદેશમાં ફર્યા છે. ધનની લાચ અને લેભમાં ભૂખ તરસ આદિ અનેક કષ્ટો વેઠ છે. અન્યાય, અનીતિ, દગા-પ્રપંચ આદ્ધિ અનેક પ્રકારના પાપકર્મનું આચરણ કરે છે પણ એમાંથી એક રાતી પાઇ પણ તમારી સાથે આવશે? તમે સાથે લઈ જઇ શકશે? તમારા આપાઠા કાઇ સાથે લઈ ગયા છે? ના'. તે શા માટે દિન-પ્રતિદિન વધતી જતી તૃષ્ણાને પૂરી કરવામાં અમુલ્ય જીવનને વેડફી નાંખા છે!! શું તમે નથી જાણતા કે ગમે તેટલું ધન મળે તે પણ તૃષ્ણાની આગ કદી ખૂંઝાવાની નથી. આ જન્મ તે શું પણ અનત જન્મા સુધી પ્રયત્ન કરતા રહેશે। તે પણ તૃષ્ણાના ખાડે! કદી પૂરાવાને નથી.
કપિલ બ્રાહ્મણુને ઇચ્છા વધી ગઇ પણ તરત આત્મ સ્વરૂપનું ભાન થતાં ઇચ્છાએ રેકી દીધી ને કેવળજ્ઞાન પામી ગયા. આવું તે વિરલ વ્યકિતએ કરી શકે છે. માટે તૃષ્ણાની આગમાંથી ખચવા ખૂબ પ્રયત્નશીલ રહેા.
જમાલિકુમારે મેાહ-માયા અને તૃષ્ણાને ત્યાગ કરી સંયમ લીધે, ખૂબ જ્ઞાન મેળવ્યું. તે ઇન્દ્રિએ નું દમન કરવા તપ કરવા લાગ્યા. ત્યાર પછી તેમને એમ થયું કે હું મારા ૫૦૦ શિષ્યા સહિત જુદા વિચરૂં. એટલે પ્રભુને વંદન કરીને કહે છે હે ભગવંત! આપની આજ્ઞા હાય તા હુ" બહાર જનપદ્મમાં વિહાર કરૂ.
'तए णं समणे भगवं महावीरे जमालि अणगारस्स एथमठ्ठे णो आढाइ णो परिजाणाइ તુસિળીણ નિષ્ઠક્ । ’ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે જમાલિ અણુગારની આ વાતને આદર ન કર્યા, સ્વીકાર ન કર્યાં પરંતુ મૌન રહ્યા. વિનયવંત શિષ્યને ગુરૂને છેડીને અલગ વિચરવાનું બિલકુલ મન ન થાય. ગુરૂ આજ્ઞા કરે ને જવુ પડે તે જુદી વાત છે. જમાલિ અણુગારને મન થયું એ એની પડતીના નિશાન છે. ભગવાનની પાસે આજ્ઞા માંગી પણુ ભગવાને તેની વાતના આદર ન કર્યાં. તેની વાત સારી ન જાણી તેથી મૌન રહ્યા. હવે જમાલિકુમાર શું કહેશે તે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
“ ધણુ અને લક્ષ્મીનું મિલન ”
ચરિત્ર :– ધરણ મનમાં ચિંતા કરે છે કે મારી પત્નીનુ શુ થયુ હશે ? જ ંગલી પશુઓના શિકાર મની ગઇ હશે કે કોઇ ઉઠાવી ગયું હશે એ રીતે ચિંતા કરતા