________________
૮૧૬
શારદા સરિતા
ને આત્મસાધનામાં અડગ રહ્યા. ને જીવનસંગ્રામમાં કર્મરૂપી દુશ્મનો સાથે શૂરવીરતાથી યુદ્ધ કરી ઘાતકીકમને ઉડાડી કેવળજ્ઞાન પામ્યા ને અનેક ભવ્ય જીને આત્મકલ્યાણને માર્ગ બતાવ્યો.
આપણે જેને અધિકાર ચાલે છે એવા જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી આત્મકલ્યાણના કામી બન્યા. ભગવાનના ચરણે જીવનનાવ મૂકાવવા જેને આત્મા ઝંખી રહ્યો હતે તેમની તે ભાવના આજે પરિપૂર્ણ બને છે. પ્રભુના દર્શન કરી વેશ પરિવર્તન માટે ગયા. ત્યાં એમણે પહેલાં દાગીના ઉતાર્યા. માતાએ ઝીલ્યા અને દુઃખિત દિલે દીકરાને શુભાશીષ આપીને કહ્યું – ફરીને મારા જેવી માતાઓને રોવડાવવી ન પડે એ પુરૂષાર્થ કરી આત્માને અમર પદ પ્રાપ્ત કરાવી દે. સંયમ લઈને જરા પણ પ્રમાદ કરીશ નહિ. આ પ્રમાણે કરીને ભગવંતને વંદન નમસ્કાર કરીને તેના માતા-પિતા જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા. ત્યાર પછી શું બન્યું?
"तए णं जमालि खत्तियकुमारे सयमेव पंचमुट्ठियं लोयं करेइ करेइत्ता जेणे व समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं जहा उसहदत्तो तहेव पव्वइओ।"
જમાલિકુમારે વેશ પરિવર્તન કરી પિતાની જાતે પંચમુષ્ટિ લેચ કર્યો. લેચ કરીને શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા અને જમાલિકુમારે કષભદત્ત બ્રાહ્મણની જેમ પાંચસો પુરૂષોની સાથે દીક્ષા લીધી.
આપણે ભગવતી સૂત્રના નવમા શતકને તેત્રીશમાં ઉદ્દેશાને અધિકાર ચાલે છે. આ જમાલિકુમારના અધિકારની પહેલાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહ્મણીને અધિકાર આવે છે. આપણે એ અધિકારથી શરૂઆત કરી હતી તો આ અધિકાર પૂરે ન થાત. માટે પાછળને જમાલિકુમારને અધિકાર લીધું છે. અહીંયા શાસ્ત્રકાર લખે છે કે જેવી રીતે અષભદત્ત બ્રાહ્મણે દીક્ષા લીધી હતી તેવી રીતે જમાલિકુમારે દીક્ષા લીધી. એ ત્રાષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહ્મણીને કેવી રીતે વૈરાગ્ય આવ્યું હતું તે જાણો છો?
ભગવાન મહાવીર સ્વામીને આત્મા દશમા દેવલેકથી ચવીને સર્વપ્રથમ દેવાનંદા બ્રાહ્મણીની કુંખે ઉત્પન્ન થયે હતો. સાડીમ્બાસી રાત ભગવાન એમના ગર્ભમાં રહ્યા હતા. તીર્થકર ભગવંતને આત્મા બ્રાહ્મણને ત્યાં જમે નહિ. એ ક્ષત્રિયને ત્યાં જન્મ. ઈજે એક વખત અવધિજ્ઞાન મૂકીને જોયું તો પ્રભુને ત્રષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાનંદાની કુક્ષીમાં ઉત્પન્ન થયેલા જોયા એટલે હરણગમેલી દેવને આજ્ઞા કરી કે તમે પ્રભુ મહાવીરને આત્મા જે બ્રાહ્મણની કુક્ષીમાં છે તેના ગર્ભનું સાહારણ કરીને ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કુંખે મૂકે ને ત્રિશલાદેવીની કુખે જે પુત્રીપણે ગર્ભ છે તે દેવાનંદાની કુખે મૂકે. એટલે હરણગમેલી દેવે એ પ્રમાણે કર્યું. પૂર્વભવમાં ત્રિશલાદેવી અને દેવાના દેરાણી-જેઠાણી હતા. દેવાનંદાએ