________________
શારદા સરિતા
૮૧૩ તું જે શ્રદ્ધાથી નીકળે છે તે શ્રદ્ધાપૂર્વક સંયમનું પાલન કરજે. તું જેવી ઉત્કૃષ્ટ ભાવનાથી દીક્ષા ગ્રહણ કરે છે એવી ઉત્કૃષ્ટ ભાવનાથી સંયમનું પાલન કરજે અને એ પુરૂષાર્થ કરજે કે જેથી આ જન્મમાં હું તારા વિયોગથી દુઃખી થઈ રહી છું તેવી રીતે ફરીને બીજી માતાને દુઃખી ન થવું પડે. ટૂંકમાં માતાએ પુત્રને કેવી ગંભીર શિખામણ આપી કે હે દીકરા! તું સંયમ લઈને એવી ઉગ્ર સાધના કર કે જેથી કરીને તારે માતાના ગર્ભમાં આવવું પડે નહિ. ને તું જન્મ-મરણના દુઃખથી મુકત બની જાય. કારણ કે જેની કુખે જન્મ લે છે તેને વિયાગનું દુખ સાલે છે. જન્મ છે ત્યાં મરણ છે. તે હવે જન્મ લે ન પડે તે પછી માતાને રડવાને વખત કયાંથી આવે? જન્મ નથી તે મરણ નથી. કંઈ નથી. માટે તું બીજી માતાને રેવડાવીશ નહિ. આટલું કહ્યા પછી શું કહે છે: “ઘડિયä ગાય! ગર્વ નાયી, ઉરમિયä નથી, સિં જ ચઢેળો માં ” હે પુત્ર! તું સંયમને વિષે પ્રયત્ન કરજે, ને પરાક્રમ કરજે. સંયમ લઈને જરા પણ પ્રમાદ કરીશ નહિ. ખૂબ જાગૃત રહેજે. પરની પંચાતમાં પડીશ નહિ. માન-પ્રશંસામાં તણાઈશ નહિ. બસ, જ્ઞાન-ધ્યાન અને ગુરૂની સેવામાં મસ્ત રહેજે. તારે સંયમ પંથ નિર્કોટક બને. તું જલ્દી જલ્દી નિર્વાણપદને પ્રાપ્ત કર. એવા શુભ આશિષ આપીને માતા ચાલી ગઈ. હવે જમાલિકુમાર વેશપરિવર્તન કરીને પ્રભુની પાસે પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
આયાસ સંનિવેશમાં ચંડાળને બચાવ્યા ચરિત્ર ધરણસેને પલ્લીપતિ ભીલ, તેની પત્ની અને તેના ગર્ભમાં રહેલા જીવને અભયદાન આપી મહાન પુણ્ય ઉપાર્જન કર્યું ને ત્યાંથી પિતાના સાર્થમાં ચાલ્યા ગયે. બીજે દિવસે તેને સાથે ત્યાંથી ઉપડયો. માર્ગમાં પડાવ નાખતાં ઘણું દિવસે આયાસ નામના સંનિવેશમાં આવીને તેમણે પડાવ નાંખે છે. ત્યાં શું બનાવ બને છે?
કેટલાક રાજપુરૂષ એક ફાટલા તટલા વસ્ત્ર પહેરેલા માણસને પકડીને હેલ નગારા વગાડતા વધસ્થાનક તરફે લઈ જાય છે. તેની આંખમાંથી દડદડ આંસુ પડે છે. મરવું કેઈને ગમતું નથી. કીડીથી માંડીને કુંજર સુધીના દરેક જીવને જીવવું ગમે છે. જીવવાની આશાથી રાજપુરૂષોએ જેને પકડ છે તે માણસ મેટી બૂમ પાડીને બે. હે સાર્થવાહ! તમે સાંભળો. હું મહાશર ગામને નિવાસી મૌર્ય નામને ચંડાળ છું ને કેઈ કામ પ્રસંગે કુશ-સ્થળ તરફ જઈ રહ્યો છું. સાચો ચેર છટકી ગયે છે ને મને નિરપરાધીને આ ઠગાએલા રાજપુરૂષાએ એટલે પકડયો છે તે હે સાર્થવાહ! હું તમારા શરણે છું. તમે મને છોડાવે. મને મરવાનું દુઃખ નથી. પણ વગર ચેરી કયે મારા હાથે ચેરનું કલંક ચઢયું છે તેનું મને અત્યંત દુઃખ થાય છે, તે તમે મને છેડા. આ સાંભળી દયાળુ હદયના ધરણના મનમાં થયું કે નકકી આ માણસ નિy