________________
શારદા સરિતા
૮૦૧
प्रियवाक्य पदानेन, सवै तुष्यन्ति जन्तवः ।
तस्मात्तदेवं वक्तव्यं, वचनका दरिद्रता ॥ મધુર વચન બોલવાથી દરેક જીવને સંતોષ થાય છે, માટે એવા મધુર પ્રિયકારી વચન શા માટે ન બોલવા? પ્રિયકારી ભાષા બોલવામાં આપણું શું નુકશાન થવાનું છે. મીઠું બોલવાથી ક્યાં દરિદ્રતા આવવાની છે! મધુર વચન બોલવાથી ઘણાં લાભ થાય છે. મનુષ્ય તે શું પશુપક્ષીઓ પણ મધુર ભાષા બોલવાથી વશ થઈ જાય છે. બગડેલી બાજી સુધરી જાય છે. ભયંકર કલેશને દાવાનળ શાંત થઈ જાઈ છે. કેધરૂપી અગ્નિ ઉપર મધુર વાણી અને સ્નેહભરી દષ્ટિ શીતળ જળનું કામ કરે છે. દાખલા તરીકે ચંડકૌશિક નાગને બચાવવા ભગવાનના મીઠા એક વચને કેવી અસર કરી! તે નાગ ફીટી દેવ બની ગયો.
જેના જીવનમાં પવિત્રતા, પરોપકારતા અને મધુર ભાષા હોય છે તે મહાન પુરૂષે કહેવાય છે. એમની પાસે આવનાર એમના જેવા પવિત્ર બની જાય છે. એક ખૂબ ત્યાગી અને તપસ્વી સંત હતા. એક માણસે તેમની પાસે આવીને કહ્યું- હે ગુરુદેવ! મને મુકિતને સીધે અને સરળ માર્ગ બતાવે. ત્યારે કહ્યું તમે કબ્રસ્તાનમાં જાવ. ત્યાં ઘણું કબરે છે તેને ખૂબ ગાળો દે. ગાળ દઈને થાકે ત્યારે પાછા અહીં આવજે. સંતનું કથન સાંભળીને એ વ્યકિતને ખૂબ આશ્ચર્ય થયું કે સંત થઈને મને ગાળો દેવાનું કહે છે! પણ કંઈ બોલ્યો નહિ. કબ્રસ્તાનમાં જઈને કબરેને ખૂબ ગાળો દીધી. થાક એટલે પાછા આવ્યું. બીજે દિવસે તે માણસ સંત પાસે આવ્યો એટલે પૂછયું કે કેમ ભાઈ! તમે ગઈ કાલે કબ્રસ્તાનમાં જઈને કબરને ખૂબ ગાળો દીધી? ત્યારે કહે છે હા, મેં આપની આજ્ઞાનું પાલન કર્યું. ત્યારે સંતે પૂછ્યું કે કબરએ તમારી ગાળાના જવાબમાં તમને કંઈ કહ્યું કે નહિ? ત્યારે કહે છે ગુરૂદેવ! આટલી ગાળોનો વરસાદ વરસાવવા છતાં મને કેઈએ કઈ જવાબ આપે નહિ.
ત્યારે સંત હસીને બેલ્યા, ભાઈ! તને કબરએ મુકિતને માર્ગ બતાવી દીધે છે, કે તું સંસારમાં માન-અપમાનથી અલિપ્ત રહે. કઈ તને ગાળો દે, કટુ વચન કહે કે તારું અપમાન કરે તે પણ તું એને કડવું વેણ કહીશ નહિ. એ મુક્તિને સાચે માર્ગ છે. કટુ વચન સાંભળનારના હૃદયમાં જાણે તીર વાગ્યું ન હોય તેટલી વેદના થાય છે. કટુ વચનને ઘા લાંબા કાળ સુધી માનવીના હૃદયમાં સાલે છે માટે ખૂબ વિચારીને બોલે. દ્રૌપદીનું એક વચન “અંધાના જાયા અંધા હેય ને” આટલા શબ્દ મહાભારત રચી દીધું. માટે બોલતી વખતે ખૂબ વિચાર કરે કે હું શું બેલી રહ્યો છું? એનું પરિણામ શું આવશે? આ જીભ આપણને મીઠું અને મધુરું બેલવા માટે મળી છે. કોઈને દુઃખકારી વચન બોલવા માટે મળી નથી.