________________
શારદા સરિતા
૭૯૫
આગળ જુઓ. આઠનવા બહોતેર સાત ને બે નવ બારમાંથી નવ રહ્યા. જેમ કપુરની ગેટી પડી પડી ઉડી જાય છે તેમ પુણ્ય હોય છે ત્યાં સુધી લહમી તમારી પાસે રહે છે ને પુણ્ય ખલાસ થતાં ચાલી જાય છે. હવે છેલે શું રહ્યું? આઠેદાન એંશી. છેલ્લે આઠના આઠ રહ્યા. પહેલાં આઠ હતાં. વચમાં વધ-ઘટ થઈ ને અંતે આઠના આઠ રહ્યા. તેમ જ્ઞાની કહે છે તમે ગમે તેટલી સંપત્તિ મેળો પણ અંતે તે ઠેરના ઠેર આવી જશે. માટે ધનને લેભ ન કરે. લેભ કરે તે ધર્મને કરે.
આત્મિક સુખ નવના આંક જેવું છે. સદા એકસરખું રહે છે ને સંસારનું સુખ આઠના આંક જેવું છે. તેમાં વધ-ઘટ થયા કરે છે. જેમાં વધ-ઘટ થાય, જેનાથી ક્ષણમાં હર્ષ ને ક્ષણમાં શાક થાય તેવું ધન શા કામનું ? માટે દરેક મનુષ્ય સમભાવમાં રહીને નિર્વિકારી બનીને સુકૃત્યરૂપ ધન કમાઈ લેવું જોઈએ. એક કવિએ કહ્યું છે કે
“જબ સુકૃત ધનકે કમાઉગા, મેં વહી દિન ધન્ય માનુંગા”
હું મારા જીવનમાં એ દિવસને ધન્ય માનીશ કે જે દિવસે સુકૃત્ય સત્ય અને સદાચાર રૂપી ધનથી મારી તિજોરીને ભરી દઈશ. સંસારનું ધન ગમે તેટલું કમાઈને ભેગું કરીશ પણ એ શાશ્વત રહેવાનું નથી ને આત્માને સંસારથી મુકત બનાવવામાં સહાયક પણ બનવાનું નથી. પણ જે સુકૃત્ય–સત્ય અને સદાચાર રૂપી ધન કમાઈ લેશો તે સદા તમારી સાથે રહેશે ને કર્મના બંધનમાંથી આત્માને મુક્ત બનાવવામાં સહાયક બનશે.
બંધુઓ ! માનવજીવનની સફળતા આ નાશવંત ધન કમાવામાં નથી. આજે કઈ ધનની પ્રાપ્તિમાં માનવજીવનની સફળતા માને છે, કઈ માન-પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિમાં સફળતા માને છે. તે કોઈ ભેગવિલાસમાં માનવજીવનની સફળતા માને છે. પણ આ બધું એક ભવપૂરતું છે. જ્ઞાનીજને આ શરીરથી માંડીને સંસારના કેઈ પદાર્થોને મહત્વ આપતા નથી કારણ કે તેઓ સમજે છે કે આ બધું સુખ અને આનંદ નાશવંત છે, દેહ ક્ષણભંગુર છે. શરીર છૂટી જતાં સર્વ સુખની સમાપ્તિ થઈ જાય છે ને એ સુખ ભોગવવાની પાછળ આ જીવને વારંવાર જન્મ-મરણની સજા ભોગવવી પડે છે. એનાથી મુકત થવાનો પ્રયત્ન કરે છે એવા મહાન પુરૂએ સંસારના સુખને નાશવંત સમજીને અનંત અસ્મિક અવ્યાબાધ સુખની ખોજ કરી. કારણ કે એ સુખ આવ્યા પછી કદી જતું નથી. આવા ભાવ કેળવે છે એટલે એને સંસાર ઉપર કઈ જાતની મમતા રહેતી નથી. સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહે છે.
એક મહાત્મા સંસારથી ખૂબ વિરકત હતા. સદા આનંદમગ્ન રહેતા હતા. એક દિવસ તેમની પાસે એક માણસે આવીને કહ્યું- હે મહાત્મા! આ૫ મહાન શક્તિના ધણી છે, પરમ સુખી છે તે કૃપા કરીને મને કઈ એ મંત્ર બતાવે કે હું સુખી