________________
૭૯૨
શરદા સરિતા
છે તે તું કર અને જલ્દી જા. રાજકુમારને ઔષધિ આપી તેને જીવતદાન આપ. હેમકુંડળ કહે- અહ! તું કે પોપકારી પુરૂષ છે! તને કઈ જાતની સ્પૃહા નથી એમ કહીને પિતે લાવેલા ઔષધિવલયમાંથી એક ટુકડો આપ્યો ને કહ્યું કે તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો. છે, તે આ ઔષધિવલયને ટુકડે તમે ગ્રહણ કરે. ધરણે ખૂબ ના પાડી ત્યારે હેમકુંડળે કહ્યું - તમે આનાથી પરોપકાર કરી શકશે . ઘણુને સહાયભૂત બનશે. માટે આનો સ્વીકાર કરે. વિદ્યાધરના અત્યંત આગ્રહથી ધરણે તેને સ્વીકાર કર્યો ને પિતાના સાર્થમાં આવ્યો. ને વિદ્યાધર પણ પેલા રાજકુમારને બચાવવા ચાલ્યા ગયે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯૪ આસો વદ ૩ને રવિવાર
તા. ૧૪-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંતજ્ઞાની શું બેલ્યા છે
इइ इत्तरियम्मि आउए, जीवियए बहु पच्चवायए। विहुणा हि रयं पुरे कडं, समयं गोयम मा पमायए ।
ઉત્ત. સૂ. અ. ૧૦, ગાથા ૩ ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા એવા ગૌતમ સ્વામીને ભગવાન કહે છે કે હે ગતમ! મનુષ્યનું આયુષ્ય અલ્પ છે ને તેમાં અનેક વિ અવે છે. એટલા માટે પ્રમાદ છોડીને વિલંબ કર્યા વિના પૂર્વે કરેલા કર્મોરૂપી રજને આત્માથી અલગ કરવાખપાવવા માટે પુરુષાર્થ કરો, ને આત્માને શ્રેયના પંથે વાળે, કારણ કે કયારે આ જીવનલીલા સમાપ્ત થઈ જશે તેની ખબર નથી. એટલા માટે માનવજીવનની દુર્લભતાને સમજીને એની ક્ષણભંગુરતાનો ખ્યાલ કરી એકેક ક્ષણને સદુપયોગ કરવો જોઈએ ને વિચાર કરે જોઈએ કે મહાન પુણ્યના ઉદયે મને આ મનુષ્ય જન્મ મળે છે તે અને કેવી રીતે સાર્થક બનાવું.
તમે વહેપાર કરે છે. રોજ સવારે દુકાન ખેલીને બેસે છે. દરેકની દુકાનમાં જુદા જુદા પ્રકારને માલ હોય છે. પણ તમારા વહેપારમાં એકાંત નફે થશે એવું નકકી છે? “ના”. ક્યારેક ભાગ્યને સિતારો ચમકે ત્યારે નફે થાય ને કયારેક પાપનો ઉદય થતાં બેટ જાય છે. એટલે વહેપારીઓનું મન સદા ઉદ્ગવિગ્ન રહ્યા કરે છે. ગઈ કાલે બજારમાં શીવસેનાના માણસેએ વહેપારીઓની દુકાન ઉપર દરોડે પાયે ને મેંઘા ભાવને માલ અ૫ કિંમતે વેચી નાંખે. ને વ્યાપારીઓને રડતા કરી દીધા. આનું કારણ એ છે કે