________________
૭૮.
શારદા સરિતા
- ચરિત્ર - ધરણસેન પરદેશ જવા તૈયાર થશે ત્યારે લક્ષ્મીએ વિચાર કર્યો કે તે પરદેશ જઈને સુખ ભોગવશે તે હું બદલે કેવી રીતે લઈશ અને તે આવે ત્યાં સુધી કદાચ હું જીવતી ન રહું તે હું એને નાશ કેવી રીતે કરીશ? તેમ વિચારી ધરણને કહે છે સ્વામીનાથ! તમે પરદેશ જાઓ છે તે મને સાથે લઈ જાવ. મને તમારા વિના જરા પણ ગમશે નહિ. મને તમારી સાથે લઈ જાવ એમ કહી ખૂબ રડવા લાગી એટલે ધરણના માતા-પિતા કહે છે બેટા! તારી પત્ની સતી છે. એ તારા વિના રહી શકશે નહિ માટે તું એને સાથે લઈ જા. ધરણુ ખૂબ ગંભીર હતો એટલે કંઇ બે નહિ.
પાંચ પાંચ લાખ મુદ્રા લે, કઈ વ્યાપારી લાર, સાર્થવાહ બન શુભ મુહુર્તમેં, ચલે કરન વ્યાપાર, એક ચલા ઉત્તર દિશી, દૂજા પૂર્વ ગુજર હે શ્રોતા તુમ
ધરણસેન અને દેવાનંદી બંને શ્રેષ્ઠી પુત્ર પાંચ-પાંચ લાખ સોનામહોર લઈને પરદેશ જવા માટે ઘણું વ્યાપારીઓ સાથે શુભ મુહૂર્ત વહાણુમાં બેસીને ચાલી નીકળ્યા. ધરણસેન એના પિતાની આજ્ઞા લઈને ઉત્તર દિશામાં ગયે ને દેવાનંદી એના પિતાની આજ્ઞા લઈને પૂર્વ દિશામાં ગયા. આ રીતે બંને જણાએ માર્કદી નગરીમાંથી પ્રયાણ કર્યું. ધરણસેન તેના સાથેની સાથે એક ગામથી બીજે ગામ પડાવ કરતે ચાલ્યા જાય છે ત્યાં માર્ગમાં શું બને છે?
ઓષધિવલય પ્રાપ્તિક ધરણે કોઈ વનની લીલી ઝાડીમાં અત્યંત સૌમ્યરૂપવાળા એક વિદ્યાધરકુમારને જોયે. તેને જોઈને પૂછયું હે કુમાર! આકાશમાં ઉડવાને માટે આતુર થયેલા પણ પાંખ ન આવેલી હોય તેવા ગરૂડના બચ્ચાની જેમ શા માટે તું ઉચ-નીચે થાય છે? ને અત્યંત ગમગીન કેમ છે? ધરણના મધુર શબ્દ સાંભળી વિદ્યાધરને થયું કે પવિત્ર પુરૂષ છે. શું એની ચતુરાઈ છે! એમ ચિંતવીને વિદ્યારે કહ્યું ભાઈ, સાંભળ. હું વૈતાઢય પર્વત ઉપર આવેલા અમરાપુરનગરને રહેવાસી છું. હેમકુંડલ નામને વિદ્યાધર છું. મારી વિદ્યાનું પરાવર્તન કરવામાં પ્રમાદી બની મારા કાર્યમાં તત્પર બની ત્યાં રહેતા હતા. એટલામાં મારા પિતાજીને પરમમિત્ર વિદ્યુમ્માલી નામને વિદ્યાધર ત્યાં આવ્યા. તેને જોઈને મારા પિતાએ પૂછયું કે કેમ ઉદાસ છે ને હાલ કેમ આવવાનું બન્યું?
ઉજજયની નગરીમાં શ્રીપ્રભ નામના રાજા છે. તેમને રતિ જેવી અત્યંત સોંદર્યવાન જયશ્રી નામની પુત્રી છે. તેના પિતાની પાસે કોંકણના રાજપુત્ર શિશુપાલ માટે માંગણી કરવા છતાં ન આપી અને પરોપકાર કરવામાં તત્પર વત્સદેશના રાજપુત્ર વિજયકુમારને તે આપી. એટલે શિશુપાલ કે ધાયમાન થયે. જયશ્રીના લગ્નના મહોત્સવની ખૂબ ધામધુમ થઈ ને સમય થતાં વિજયકુમાર મટી જાન લઈને પરણવા માટે આવે.