________________
૭૭૦
શારદા સરિતા ડાબી બાજુમાં બીજા ભદ્રાસન ઉપર ધાવમાતા રજોહરણ અને પાતર લઈને બેઠી છે. ત્યાગના પંથે જતા ત્યાગીની પાસે બીજી સંસારના મોહની વસ્તુ સાથે લેવાની ન હોય તેની બંને બાજુ ચામરો વીંઝાય છે. માથે છત્ર ધર્યું છે ને સૌભાગ્યવતી સ્ત્રીઓ માથે કળશ લઈને ઉભી છે. ત્યાર પછી જમાલિકુમારના પિતાએ કૈટુંબિક પુરૂષને આજ્ઞા કરી કે તમે એકસરખી ઉંમરના, એકસરખા દેખાવવાળા, ને એકસરખા ઉંચાનીચા ને એકસરખા વસ્ત્રાભૂષણે પહેરેલા એક હજાર પુરૂષને બોલાવે, એટલે તરત કૌટુંબિક પુરૂએ રાજાની આજ્ઞા પ્રમાણે એક હજાર શ્રેષ્ઠ પુરૂષને બોલાવ્યા. રાજાની આજ્ઞા થવાથી એક હજાર પુરૂષ આનંદભેર એકસરખા સ્વાંગ સજીને રાજાની પાસે હાજર થયા ને રાજાને કહ્યું–મહારાજા સાહેબ! બોલે શી આજ્ઞા છે?
દેવાનુપ્રિય! આ હજાર પુરૂષ ઉત્તમ કુળના હતા. મહારાજાએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે તમે શુદ્ધ બનીને આ જમાલિકુમારની શિબિકાને ઉપાડે, એટલે એ હજાર પુરૂષ બહારથી સ્નાન કરી બલિકર્મ આદિ કરીને શુદ્ધ બનીને આવ્યા હતા ને અંતરથી પણ શુદ્ધ બન્યા. એમના દિલમાં એવો આનંદ થયે કે આજે આપણે કેવા ભાગ્યવાન બની ગયા કે સંયમીની શિબિકા ઉપાડવાનું આપણને મળ્યું. સંયમની કેટલી મહત્તા છે!
જ્યારે થાવકુમારે દીક્ષા લીધી ત્યારે ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવે તેમની શિબિકાને પહેલો દાંડે ઉપાડ્યું હતું. પિતે સંયમ લઈ શકતા ન હતા પણ સંયમ પ્રત્યેનું તેમના દિલમાં બહુમાન ખૂબ હતું. આ પુરૂષોએ પણ બાહ્ય અને આત્યંતર અને પ્રકારે શુદ્ધિ કરીને ક્ષત્રિય જમાલિકુમારની શિબિકા ઉપડી. હવે તે શિબિકાની આગળ સ્વસ્તિક-શ્રીવત્સ દર્પણ આદિ અષ્ટમંગલ ચાલ્યા, પછી ૧૦૮ પૂર્ણ કળશ ચાલ્યા, ત્યાર પછી આકાશને સ્પર્શ કરતી ધ્વજાઓ વિગેરે ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે ચાલ્યા, ને તેની પછી જમાલિકુમારની શિબિકા ચાલે છે, ને જમાલિકુમારને જય હે, વિજય હે, એવા ધ્વનિથી આકાશ ગુંજી રહ્યું છે, મંગલ વાજિ 2 વાગે છે ને ત્યાગના મંગળ ગીતે ગવાય છે. જમાલિકુમારની શિબિકાની બંને બાજુ શ્રેષ્ઠ હાથીઓ અને રથ ચાલે છે. જમાલિકુમારના પિતા પણ સ્નાનાદિ ક્રિયા કરી ઉત્તમ વસ્ત્રાભૂષણો પહેરી શ્રેષ્ઠ હાથી ઉપર બેસી ચતુરંગી સેનાના સમૂહ સાથે જમાલિકુમારની પાછળ ચાલે છે. તેની પાછળ હાથી-ઘોડા-રથ અને મોટું પાયદળ ચાલે છે. આ રીતે ખૂબ ઠાઠમાઠથી જમાલિકુમારને વરઘેડે ક્ષત્રિયકુંડનગરના મધ્ય ભાગમાંથી પસાર થઈને જ્યાં ભગવાન મહાવીર સ્વામી એમના શિષ્ય પરિવાર સહિત બિરાજે છે ત્યાં જવા માટે નીકળે છે.
જેને સંસાર દાવાનળ લાગે તેને છોડતાં શી વારા જેની પાસે કંઈ નથી તેને કેઈ ત્યાગી કહેતું નથી. પણ છતી ઋદ્ધિને સ્વેચ્છાએ ત્યાગે છે તે સાચે ત્યાગી છે. દશવૈકાલીક સૂત્રમાં ભગવાને સાચે સાધુ કેને કહ્યો છે!