________________
શારદા સરિતા
૭૬૩
સંભળાવા. એટલે રાજા કહે છે. પ્રધાનજી! એમણે મને જે કંઇ ઉપદેશ આપ્યા તેને યથાર્થ રીતે કહેવાની મારામાં તાકાત નથી પણ સામાન્ય રીતે કહી સંભળાવું. એમ કહી સનત્કુમાર આચાર્ય જે સંસારની અસારતા સમજાવી હતી તે યથાશકિત પ્રધાનને હી સંભળાવી. એટલે પ્રધાનને પણ વૈરાગ્ય આવી ગયા ને જયરાજા, લીલાવતી માતા અને સુમતિ પ્રધાન ત્રણે વૈરાગ્ય પામ્યા. સારૂ મુહૂર્ત જોઇ વિજ્યકુમારને શજ્યાભિષેક કર્યો. વિજયકુમાર ખુશ થયા. હાશ....હવે સ્વતંત્રતાપૂર્વક રાજ્ય કરીશ. ટાઢે પાણીએ ખસ ગઇ. હવે મને કોઇ રોકનાર પણ રહ્યું નહિ. મારી મરજી મુજબ મધુ થશે.
વિજ્યકુમાર રાજા અન્યા. હવે જયરાજા, લીલાવતી રાણી અને સુમતિ પ્રધાન ત્રણેય આત્માએ સંયમપંથે પ્રયાણ કરશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩
વ્યાખ્યાન નં. ૮૯
આસા સુદ ૧૩ ને મંગળવાર
સુજ્ઞ અંધુઓ, સુશીલ માતાએ ને બહેન!
આયખીત્રની આળીની આરાધના કરવાના પવિત્ર દિવસેા ચાલી રહ્યા છે. આયખીલ રસેન્દ્રિયને જીતવાના તપ છે. તપ દ્વારા કર્મની ભેખડા તૂટે છે. પાલિક ઇચ્છાઓ ઉપર વિજય મેળવવા એના જેવા ખીજો કોઇ તપ નથી. જ્ઞાનપૂર્વકના જો તપ હાય તા ઇચ્છાએને નિરોધ ઘણી સહેલાઈથી થઈ જાય છે. પુદ્ગલભાવનાના આકષ ણુને કારણે અંતરમાં અવનવી ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે, ને જીવ પેાતાના શુદ્ધ સ્વરૂપનુ ભાન ભૂલી જાય છે.
તા. ૯-૧૦-૭૩
પુદ્દગલભાવની પ્રીતિ થાય છે ત્યારે આત્માને સારી વસ્તુ પ્રત્યે રાગ અને ખરાબ વસ્તુ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે અને એ રાગ ને દ્વેષની મૂંઝવણમાં પેાતાના આત્માને તદ્ન ભૂલી જાય છે, પણ એક વખત શાસ્રસિદ્ધાંત ઉપરની શ્રદ્ધાના દ્વિપક અંતરમાં પ્રગટે તે અજ્ઞાનના અંધકાર ટળી જાય, પુદ્દગલભાવ પ્રત્યેની રૂચી ઉઠી જાય ને ઇચ્છાએ પણ ટળી જાય.
જ્ઞાનદ્વારા આત્માને સમજાય છે કે “ફ્છા ૩ આસિસમાં અનંતયા 'ઇચ્છા આકાશ જેટલી અનત છે. આજ સુધીમાં કાઇની ઇચ્છા પૂરી થઈ નથી ને થવાની પણ નથી. ચક્રવર્તિએ મહાન પુણ્યના ઉદયવાળા હાય છે છતાં તેમની બધી ઈચ્છાએ પૂર્ણ થઈ નથી ભરત ચક્રવતિની બાહુબલી ઉપર વિજય મેળવવાની પ્રબળ ઇચ્છા હતી છતાં વિજય મેળવી શકયા નહિ તેા પછી સામાન્ય મનુષ્યાની વાત કયાં કરવી? માટે જ્ઞાનીએ કહે છે ઇચ્છા એ દુઃખનુ મૂળ છે એમ સમજીને પૌદ્ગલિક ઇચ્છાઓને નિરોધ કરવ