SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ શારદા સરિતા ભગવાન કહે છે વભાવ પ્રગટ કરવા દરરોજ દશ મિનિટ-પા કલાક આત્મસ્વરૂપનું ચિંતન કરો. જેટલી ખાદ્યષ્ટિ છૂટશે તેટલી અંતષ્ટિ ખુલી જશે. પછી તે। આ જગત તમને શૂન્ય લાગશે. અંદરના વૈભવ જોશે તે ખાદ્યવૈભવ તમને તણખલાતુલ્ય લાગશે. જેમણે આત્માના વૈભવને પિછાણ્યા તે ન્યાલ થઇ ગયા ને આહ્યવૈભવમાં રચ્યાપચ્યા રહ્યા તે કંગાલ બની ગયા. ખાર ચક્રવર્તિઓમાં દશ ચક્રવર્તિઓએ બાહ્ય વૈભવ છેડીને દીક્ષા લીધી તે ન્યાલ થઇ ગયા. અનંતસુખના સ્વામી બની ગયા ને બ્રહ્મદત્ત ચક્રવર્તિએ ભેાગની આકિત છેવટ સુધી ન છોડી તે નરકમાં ગયા, ને સુભૂમ ચક્રવર્તિને વિચાર થયા કે હું ચક્રવર્તિ થયા. છ ખંડ તે બધાય સાધે છે, એમાં કોઇ વિશેષતા નથી. પણ હું સાતમા ખંડ સાધુ તે મારી મહત્તા વધે. તે સાતમો ખંડ સાધવા ગયા તે દરિયામાં ડૂબી ગયા. સાતમા ખંડ સાધવા જતાં સાતમી નરકે ચાલ્યા ગયા. તેના ૧૬૦૦૦ રક્ષક દેવે પણ તેને મચાવી શકયા નહિ. ત્યાં સાતમી નરકની રૌ રૌ વેદના ભગવે છે, કાળા કલ્પાંત કરે છે પણ કોઇ તેને બચાવી શકતુ નથી. માટે વિચાર કરો કે હું કાણુ છું, કયાંથી આવ્યે છું ને મરીને કયાં જઇશ? મારૂં મારૂ કરીને મમતા કરી રહ્યા છું પણ સાથે શું લઈ જવાના ? જીવે પરની પંચાત ઘણી કરી છે. જ્ઞાની કહે છે પરની પંચાતમાં પાવરધા આત્માની આરાધના શી રીતે કરી શકે? ઇન્દ્રિઓને નચાવ્યા નાચ્યા છે ને પુદ્ગલમાં રાચ્ચેા છે. ઇન્દ્રિઓની ખબર લીધી છે ને એને પૂછ્યું છે કે તારે શું ખાવુ છે? એ કહે તે હાજર. એને ગમે તે પ્રમાણે કરવા તૈયાર છે પણ આત્માને કોઇ દિવસ પૂછ્યુ છે કે હું ચેતનદેવ ! તને શું ગમે છે? પુદ્દગલને પૂછે છે તેના કરતાં આત્માને પૂછે તા તમારા ઉદ્ધાર થશે. પુદ્ગલના આનંદ માને છે પણ પુદ્ગલના આનંદ અને સુખ તને કયારે હાથતાળી દઈને ચાલ્યું જશે તેની ખખર નથી. માટે આત્મા પરભાવમાં રમણતા કરતા હાય, ભૌતિક સુખની ભીખ માગતા હાય ત્યારે તેને કહેા કે તુ અનંત ગુણાના સ્વામી છે. તને આ ભિખારીપણુ' ના શૈાલે. પણ આજે આત્માની દશા કેવી થઈ ગઈ છે તેના વિચાર કરો. અનંત લક્ષ્મીના અધિપતિ આજે કેવા ભિખારીના હાલે ભટકે છે. રિવથી પણ અધિક રળિયામણા આજે ગાભરમાં ગાથા ખાય છે. થઇ ગઈ હંસની આ શી રે ગતિ ! આવી અનંત લક્ષ્મીના સ્વામી દી બહાર ભટકે? ક્દી આવા તમને વિચાર આવે છે કે મારી ઢશા કેવી બગડી ગઇ છે. દરેક દ્રવ્યનિમિત્તાને ભાવમાં લાવે. વીતરાગ દશામાં જે સુખ છે તેની આગળ દુનિયાભરનું સુખ અનતમા ભાગે પહેાંચી શકે તેમ નથી. જેમ જેમ આત્મા સ્વરૂપમાં લીન મનતે જાય છે તેમ તેમ તેને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy