________________
શારદા સરિતા
લઈશું. (પૂ. મહાસતીજીએ આયંબીલની ઓળીનું મહત્વ શ્રીપાળરાજા અને મયણાસુંદરીને દાખલો આપી ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું). વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૫ આ સુદ ૯ ને શુક્રવાર
તા. ૫-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
પરમાત્માની પાસે આપણે એ પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ! મારૂં શુદ્ધ સ્વરૂપ હું પ્રગટ કરી શકું એવી મને શક્તિ આપે. હું આ ઉત્તમ માનવજન્મ પામીને નિજસ્વરૂપે પ્રગટ કરવાની અભિલાષા રાખું છું. આપ જેમ વીતરાગી બન્યા છે તેમ મારે પણ વીતરાગી બનવું છે. આવી ભાવનાથી જે પ્રાર્થના કરશે તે જરૂર એ પ્રાર્થના ફળીભૂત થશે. શુદ્ધ ભાવથી પ્રભુને કરેલી પ્રાર્થના જરૂર ફળ આપે છે. પણ પ્રાર્થના કરતા કઈ જાતના ફળની આકાંક્ષા ન રાખવી જોઈએ. પ્રભુની પ્રાર્થના, ગુરૂની સેવા અને ધર્મની આરાધના કોઈ પણ જાતની અભિલાષા વગર કરે છે તે વધુ ફળ આપે છે અને લાલસાથી કરાય તે ઘણું ઓછું ફળ આપે છે. કહેવત છે ને કે “વણમાંગ્યા મેતી મળે ને માંગી મળે ન ભીખ માટે કોઈ પણ ધર્મક્રિયા કરે તે તેના ફળની ઈચ્છા કદી રાખશે નહિ.
બંધુઓ ! જ્યારે આપણને આત્મસ્વરૂપનું ભાન થશે ત્યારે તરત સમજાશે કે અત્યારે હું વિભાવદશામાં છું. પરભાવ અને પરસ્વભાવમાં છું. આ સ્વભાવ મારે નથી. આ રવભાવ કર્મજન્ય છે. આ મારે અસલ સ્વભાવ નથી. આ તે નકલી સ્વભાવ છે. મારું અસલ સ્વરૂપ જુદું છે. આ નકલી સ્વભાવને કારણે હું દુઃખી થઈ રહ્યો છું. હું તે સત-ચિત ને આનંદ સ્વરૂપ છું. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા શુદ્ધ છે. આપણુમાં ને પરમાત્મામાં જરા પણ અંતર નથી અને વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અશુદ્ધ છે. કારણ કે અત્યારે કર્મથી લેપાયેલું છે. એના ઉપર કર્મને પડદે આવી ગયા છે. એટલે એનું સ્વરૂપ અવરાઈ ગયું છે. જેમકે સૂર્ય સ્વયપ્રકાશિત છે, પણ તેના આડા વાદળા આવી જાય તે તેને પ્રકાશ અવરાઈ જાય છે. જોરદાર પવન વાય તે વાદળ વિખેરાતા વાર ન લાગે. ને વાદળ વિખેરાતા સૂર્યને પ્રકાશ પૃથ્વી ઉપર ફેલાય છે, તેવી રીતે આત્મા ઉપર રહેલા વાદળાને જે અહિંસા-સંયમ ને તપ રૂપ પ્રયત્ન દ્વારા વિખેરવામાં આવે તે આત્માને મૂળ સ્વભાવ પ્રગટ થાય. આત્માને મૂળ સ્વભાવ શું? બહારના કેઈ પણ નિમિત્તથી કે આત્યંતર નિમિત્તથી જે ભાવ વર્તે છે તે આત્માને સ્વભાવ નથી. જેમ કે પાણી સ્વભાવે શીતળ હોય છે પણ જે એને