________________
૭૩૪
શારદા સરિતા
કંઈ ચિંતા નથી. એક નાટક જેમાં પણ બબ્બે હજાર વર્ષે વ્યતિત થઈ જાય તે પણ તેને ખબર પડતી નથી. મનુષ્ય જો એવું દેવતાઈ નાટક જુવે તે છ મહિના સુધી ઉભે ને ઉભો રહે તે પણ તેને ભૂખતરસ કે થાક લાગે નહિ. એવા અદ્ભુત દેવતાઈ નાટક હોય છે. આવું વૈમાનિક દેવેનું સુખ હોય છે.
ઇન્દ્રનું સુખ- ઉપર કહ્યા પ્રમાણે દેવેનું સુખ હોય છે. તે દેવોના માલિક ઈન્દ્રને તે તેમનાથી પણ અધિક સુખ હોય છે. ઈન્દ્રો લાખે વિમાનના સ્વામી હોય છે. ઈન્દ્રના આત્મરક્ષક દેવે લાખોની સંખ્યામાં હોય છે. હજારે તેના સામાનિક દેવે હાય છે ને અત્યંત મનોહર સ્વરૂપવાન ઈન્દ્રાણીઓ હોય છે. અસંખ્યાતા દેવો ઉપર એમને હકમ ચાલે છે. ઈન્દ્રની અદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિનો પાર હેત નથી. સામાન્ય દેવે કરતાં ઈન્દ્રની તાકાત અધિક હોય છે. એને વૈભવ ને એનું સામર્થ્ય અનુપમ હોય છે તેઓ અત્યંત તેજસ્વી અને યશસ્વી હોય છે. તેમનું સર્વ સુખ અદભુત અને અવર્ણનીય હોય છે. છતાં તેનાથી સર્વાર્થસિદધ વિમાનના દેવેનું સુખ વિશેષ હોય છે. | સર્વાર્થસિદ્ધ વિમાનના દેવાનું સુખ - ઇન્દ્રો કરતાં પણ સર્વાર્થવિધ વિમાનના દેવેના સુખ અત્યંત હેય છે. સંસારિક સુખમાં જોઈએ તો સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને સૌથી વધુ સુખ હોય છે. તેમનાથી વધારે સુખ કઈ સંસારી આત્મા
ને હોતું નથી. નીચેના કલ્પવાસી દેને ઈષ્ય આદિના કારણે પણ દુઃખ હેાય છે. તેવું દુઃખ સર્વાર્થસિધ્ધ વિમાનના દેવેને હેતું નથી. તેત્રીસ સાગરેપમના આયુષ્યકાળમાં તેમને કદી દુઃખ હોતું નથી. એ તે નવતત્વ અને છ દ્રવ્યના ચિંતનમાં મશગુલ રહે છે ને “અપ્પવારા ગતસુઠ્ઠી” તેઓ અલ્પ વિકારવાળા ને અનંત સુખી હોય છે. આવા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ કરતાં ભગવાને વધુ સુખી કેને કહ્યા છે-gવાંતસુદી મુળવીતરાળી
વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરનારા પાંચ મહાવ્રતધારી મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે કરતાં પણ અનંતગણુ સુખી હોય છે. વીતરાગી સંતનું સુખ સર્વાર્થસિધ વિમાનના દેવના સુખ કરતાં ચઢી જાય છે. ને આ બધાના સુખ કરતાં અનંતગણું સુખ મુકિતમાં બિરાજતા સિધભગવંતને હોય છે. ચારે પ્રકારના દેવેનું ત્રણેયકાળનું સમસ્ત સુખ ભેગું કરવામાં આવે ને તેને અનંતગણું કરવામાં આવે અને તેને અનંતીવાર વર્ગ કરવામાં આવે આટલું ભેગું થયેલું સુખ પણ સિધ ભગવાનના સુખોની તુલના કરી શકતું નથી. જગતમાં એવું એક પણ સુખ નથી કે જેની સાથે સિદ્ધ ભગવાનના સુખની ઉપમા આપી સમજાવી શકાય.
દેવાનુપ્રિય! તમે સાંભળ્યું કે સંસારના એકેક સુખે એકેકથી કેવા ચઢીયાતા છે! એ સુખનું વર્ણન સાંભળીને તમને મોઢામાં પાણી આવી જશે કે આવું સુખ અને કયારે મળે? પણ એવી ભાવના જાગે છે કે સિદ્ધના સુખ કયારે મેળવું કે સાધુપણાનું