________________
શારદા સરિતા,
૭૧૯
આ ત્રાસ વેઠતાં વેઠતાં વર્ષોના વર્ષો ચાલ્યા ગયા ને ત્યાં આયુષ્ય પૂર્ણ થયું એટલે મારો જન્મ જનાવરમાં થયે, ત્યાં પણ પરાધીનપણે આ જીવે કેટલા દુઃખ વેઠયા છે? હું તિર્યંચમાં ગયો ત્યાં મારા ગજા ઉપરાંત મારા માલિકે ગાડામાં માલ ભરાવ્યું. એ ભાર ખેંચતા પરસેવાથી રેબઝેબ થઈ જતો શ્વાસ ધમણ જેમ થઈ જતું. એ બે ખેંચીને ચાલી ન શકાય ને સહેજ ઉભા રહી જવાય તે ઉપરથી લાકડીના માર પડે. આરડીના ગોદા મારે. આ બધું પરાધીનપણે કેટલું સહન કર્યું છે ! તિર્યચમાં ન જવું હોય તો બેટા તલા અને બેટા માપ રાખવા આ બધું છેડી દેજે. જીવની સાથે કંઇ આવવાનું નથી. ચતુર્ગતિ સંસારમાં ભટકીને દુઃખ ભોગવવાનું છે.
- હવે તમને સમજાઈ જવું જોઈએ કે સંસારમાં રહીને સુખની આશા રાખવી તે ધૂમાડાને બાચકા ભરવા જેવું છે. ધૂમાડામાં ગમે તેટલા બાચકા ભરે તે હાથમાં કંઈ આવે ખરું? તેમ સંસારમાં સુખ મેળવવા માટે ગમે તેટલા બાચકા ભરે પણ સુખ મળે છે ખરૂં? સુખ મળ્યું નહિ ને આટલા જન્મો નિરર્થક ગયા. આવા વિચારો અંતરમાં આવે તે રાગ-દ્વેષ–હાદિ કષા મંદ પડે છે. પરિણામે આત્માને પોતાના સ્વરૂપની પિછાણ થાય છે. પરભાવમાંથી પાછા હઠી નિજભાવમાં રમણતા કરે છે. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? કોણ મારૂં ને કેણ પરાયું ? એનું એને ભાન થાય છે અને ભૂતકાળમાં કરેલી ભૂલને પશ્ચાતાપ થાય છે આજ સુધી દેવ-ગુરૂ અને ધર્મની આરાધનામાં આળસ પ્રમાદ કર્યો. પરસુખ અને પરઆનંદમાં મારા અનંત જન્મ એળે ગયા. માટે હે ચેતન ! હવે તું પરવસ્તુને રાગ છેડી દે. કારણ કે તે વસ્તુઓ તારી નથી ને તારા આત્મા માટે ઉપયોગી નથી, તને હિતકારી નથી પણ અંતે એ તને દગો આપનારી છે. એ બધી વસ્તુઓ તને એકાંત હાનિકર્તા છે, માટે આ બધી પીદ્દગલિક વસ્તુઓના રાગનો ત્યાગ કરે અને તારા આત્મારૂપી બાગને ગુણરૂપી પુષ્પોથી શણગારી દેવ-ગુરૂ અને ધમની ઉપાસના કર અને તેમાં તલ્લીન બને. આ જગતમાં જે કઈ તારૂં હિતા કરનાર હોય તો તે વીતરાગ પરમાત્મા, ત્યાગી સગુરૂઓ અને વીતરાગ કથિત ધર્મ છે. એટલે વાસ્તવમાં તારું કોણ? એટલું ડાયરીમાં નેંધી રાખે. દેવ-ગુરૂ અને ધર્મ સિવાય આ જગતમાં તારું કંઈ નથી.
આજ સુધી સાચી સમજણના અભાવે આત્માએ અવળે પુરૂષાર્થ કર્યો. જવું હતું મદ્રાસ તરફ ને ચાલવા માંડયું અમદાવાદ તરફ, તે એ વ્યકિત ક્યારે પણ મદ્રાસ પહોંચી શકશે? તેવી રીતે આત્મા સિવાયની અન્ય વસ્તુઓને પિતાની માની ક્ષણેક્ષણે તેનું રટણ કર્યું છે. એની પાછળ ભવભવમાં પ્રાણ પાથર્યા છતાં એ પિતાની ન થઈ તે ન થઈ. કારણ કે એ પિતાની હતી નહિ. પણ જીવ જમમાં પડયે હતું. મારું ઘર, મારે પુત્ર મારી પત્ની, મારી માતા, મારા બાપ. આ રીતે મારાપણાનું મમત્વ કરી