________________
૭૧૭.
શારદા સરિતા મને પણ ભેગી પાપમાં જોડી છે. દાસી ખૂબ પશ્ચાતાપ કરવા લાગી. આમ કરતાં બધા ઘેર પહોંચ્યા.
મુનિની હત્યા કરનારની શેાધ: સવાર પડતાં પેલા લાકડાને ગાડાવાળે ત્યાં આવી પહોંચે ને પિતાના લાકડા શોધવા લાગ્યો. એટલામાં ત્યાં મુનિના ઉપકરણો જોયા. મુનિ તે બળીને ખાખ થઈ ગયા છે. એટલે તેમના હાડકા દેખાય છે ને રાખનો ઢગલો પડે છે. નકકી મારા લાકડાથી આ મુનિને કઈ પાપીએ બાન્યા લાગે છે. હું કે અભાગી કે મારા લાકડાનો મુનિને બાળવામાં ઉપયોગ થયે! હું મરીને દુર્ગતિમાં જઈશ. આ નગરમાં આવા પવિત્ર મુનિને કેણે બાળ્યા? લાવ, હું જઈને જાણ કરૂં. એટલે તરત તે રાજા પાસે ગયે ને બનેલી હકીકત જણાવી. આ સાંભળી મહારાજા કોપાયમાન થઈને બેલ્યા મારી નગરીમાં કેણ દુષ્ટ છે કે આવા પવિત્ર મુનિને બાળી નાંખ્યા. રાજાએ કેટવાલને હુકમ કર્યો કે મુનિની હત્યા કરનારને પકડી લાવો.
કેટવાલે દેવીના મંદિરે જઈને પૂજારીને પૂછયું કે આજે રાત્રે અહીં કેઈ આવ્યું હતું? ત્યારે પૂજારી કહે છે બીજું તો કોઈ હોતું આવ્યું પણ સમુદ્રદત્તની પત્ની ધનશ્રી તેના નેકરે અને દાસીને લઈને રાત્રે પૂજા કરવા આવેલી ને અહીં રાત રહી હતી. ત્યારે પૂજારીને પૂછ્યું કે રાત્રે શા માટે અહીં રહી હતી? પૂજારી કહે છે એ મને ખબર નથી. કોટવાલે વિચાર કર્યો કે આજે અષ્ટમી, નવમી કે ચતુર્દશી નથી તે પછી અહીં રહેવાનું કારણ શું? નકકી એ સ્ત્રીએ મુનિને બાળ્યા હશે. લાવ સમુદ્રદત્તને ઘેર જાઉં. ત્યાંથી બધી હકીક્ત જાણી શકાશે. એટલે ત્યાં જાય છે તે ધનશ્રીની દાસી બારણામાં ઉભી હતી તેને કેટવાલે પૂછ્યું કે સાર્થવાહની પત્ની ઘરમાં છે કે નહિ? કેટવાલને જોઈને દાસી ગભરાઈ ગઈ. ને ગભરાતાં ગભરાતાં પૂછયું કે તેનું શું કામ છે? ત્યારે કેટવાલ કહે છે તમે ગઈ રાત્રે પવિત્ર સંત મુનિરાજની હત્યા કરી છે ને પાછી શાહ થાય છે? ત્યારે દાસી કહે છે ભાઈ ! મને માફ કરે. મેં મુનિને બાળ્યા નથી. પણ ગઈ કાલે બપોરે મુનિ અત્રે ગૌચરી માટે આવ્યા હતા ને તેઓ ગૌચરી લીધા વિના પાછા ફર્યા ત્યારે મારા શેઠાણીએ મને કહ્યું કે આ મુનિ કયાં જાય છે ને ક્યાં રહે છે તેની તું તપાસ કરી આવ ને મને કહે. એટલે હું તપાસ કરી આવી, અને શેઠાણુને કહ્યું—પણ શેઠાણ આવું પાપકાર્ય કરશે તેની મને ખબર ન હતી. પછી સાંજે અમે દેવીની પૂજા કરવા ગયા ને રાત્રે ત્યાં રહ્યા. રાત્રે બાર વાગે શેઠાણી બહાર ગયા હતા પણ તેમણે શું કર્યું તેની મને ખબર નથી. કેટવાલ કહે છે તું નિર્ભય રહે, એ દુષ્ટ ધનશ્રી કયાં છે? એને ચહેરો જોઉં એટલે મને ખબર પડી જશે કે એણે આ પાપ કર્યું છે કે નહિ!