________________
૭૧૪.
શારદા સરિતા
મન ઉઠી ગયું છે અને આ સંસાર કેદખાના ને લાગે છે. પુત્ર-રાણીઓ બધા રાજાને ખૂબ સમજાવે છે પણ રાજા કહે છે હવે મારે આ સંસારમાં રહેવું નથી.
દેવાનુપ્રિય! જુઓ, આ રાજાને એક વખત કેટલે મેહ હ ! કેટલે શેખ હતો! પણ એક નાનકડી ચિનગારી લાગતાં એનું જીવન પલટાઈ ગયું, સંસાર ઉપરથી વિરક્તભાવ આવી ગયો. તમે કહો છે ને કે આ સુખભર્યો સંસાર કેમ છૂટે? પણ જ્યારે અંતરમાં વૈરાગ્ય આવે છે ત્યારે એ સહેજે છૂટી જાય છે.
જમાલિકુમારને સંસાર અસાર લાગે છે. મારાપણને ભાવ ભૂલાઈ ગયું છે. એટલે માતાએ ગમે તેટલું સમજાવ્યા છતાં જરાય મન ડગ્યું નહિ. ભગવાન કહે છે ચૂિંટવાપણું કયાં છે? માટી કેરી હોય તે કેઈને ચુંટતી નથી. પણ એ માટીમાં પાણી નાંખી પલાળવામાં આવે તો હાથે ચૂંટે છે. ચીકાશ છે તે તેના ઉપર રજોટી ચુંટે છે. તેમ રાગ-દ્વેષ અને મોહની ચીકાશ છે ત્યાં ચૂંટવાપણું છે. જમાલિકુમારે રાગ-દ્વેષને પાતળા પાડ્યા હતા. માતા-પિતાની પરીક્ષામાં પાસ થઈ ગયા ને માતા-પિતાએ તેમને દિક્ષાની અનુમતિ આપી. ને પતિના વૈરાગ્યભર્યા વચન સાંભળીને તેની આઠ પત્નીઓએ પણ દીક્ષાની આજ્ઞા આપી. પછી તરત તેમણે કૌટુંબિક પુરૂષને બોલાવ્યા ને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે! તમે ક્ષત્રિયકુંડનગરને બહારથી ને અંદરથી સાફસૂફ કરાવીને સુગંધી જળને છંટકાવ કરાવે. નગર શણગારો ને આખા નગરમાં જાહેરાત કરે કે આપણું મહારાજાના પુત્ર ક્ષત્રિય જમાલિકુમાર ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવાના છે. આ પ્રમાણે કરીને તમે મારી આજ્ઞા મને પાછી સોંપે.
રાજ્યના ભંડારીઓને પણ આજ્ઞા કરી કે તમે રાજ્ય ભંડારમાંથી જરઝવેરાત આદિ પુષ્કળ દ્રવ્ય કાઢે. અમારા લાડકવાયી દીકશન કોડ પૂરા કરવા છે. ક્ષત્રિયકુંડ નગરમાં જમાલિકુમારની દીક્ષા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કૌટુંબિક પુરૂએ મહારાજાના કહેવા પ્રમાણે નગર સક્સુફ કરીને સુગંધી જળનો છંટકાવ કરીને રાજાની આજ્ઞા પાછી સેંપી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
“મુનિની હત્યા કરવા ધનશ્રીએ કાવત્રુ રચ્યું” ચરિત્ર-ધનશ્રીએ મુનિ ગૌચરી કરીને ક્યાં જાય છે તે જોવા માટે દાસીને મેકલી હતી. તે ગુપ્ત રીતે મુનિની પાછળ ગઈ. મુનિને તે દિવસે પારણું હતું. પણ બરાબર આહાર મળ્યું ન હતું. જે શેડો ઘણે આહાર મળે તે લઈને નગરદેવતા નામના બીજા ઉદ્યાનમાં ગયા. તે સમયે દિવસની છેલ્લી પિરસીને સમય થઈ ગયે. એટલે મુનિરાજ એક વિશાળ ઘટાદાર વૃક્ષ નીચે કાઉસગ ધ્યાનમાં ઉભા રહ્યા. એટલે થડે સમય દૂર ઉભી રહીને દાસીએ જોયું ને જાણ્યું કે હવે સૂર્યાસ્ત થવા આવ્યા છે એટલે મુનિરાજ અહીંથી બીજે સ્થાને જશે નહિ. તેથી દાસીએ આવીને ધનશ્રીને