SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૨ શારદા સરિતા સાધુપણામાં અને સંસારીમાં ફેર છે. તમે રાત્રે ઉપચાર કરી શકે ને સાધુ બિમાર થાય તે રાત્રે ઈજેકશન-દવા કાંઈ પણ ન લઈ શકે. બહાર લગાવી ન શકે. વધુ શું કહું. ઔષધ-દવા પઢીયારી કરીને લાવે ને સાંજ પડે ગૃહસ્થને પાછી આપી દે. પણ પાસે રખાય નહિં. આ શાસે લખવાની શરૂઆત ક્યાંથી થઈ તે જાણે છે? પહેલા સિદ્ધાંત તે લખાતા ન હતા. જેટલું જ્ઞાન હોય તેટલું કંઠસ્થ રાખતા. એક સાધુ બીજાને પાઠ મેઢે સમજાવતા અને બીજાને યાદ રહી જતું. પણ પાટી કે કાગળમાં લખતા નહિ. કેવા એ આત્માઓ હશે? આ રીતે જ્ઞાન એક બીજા પાસે પરંપરાગત આવતું હતું. તેમાં એક વખત કેઈ સાધુને પગ મચકડાઈ ગયા. તેમને ઘસીને ચોપડવા માટે ગૃહસ્થના ઘેરથી હળદરને ગાંઠીયો લઈ આવેલા. ઘસ્યા પછી વધેલે ગાંઠીયે ભૂલી ન જવાય એ માટે કાનમાં ભરાવી રાખ્યો હતો. પણ આપી આપ ભૂલી ગયા. સાંજ પડે કાને હાથ જતાં યાદ આવ્યું કે આપી આપવું ભૂલી ગયા. માટે આપણી સ્મરણશકિત ઓછી થઈ. તે કાલે જ્ઞાન પણ ભૂલી જઈશું માટે લખવાની શરૂઆત કરે ત્યારે સિદ્ધાંત તાડપત્ર ઉપર લખાયા ને આજે છપાવવાની શરૂઆત થઈ. એક વખત એક ગુરૂ એમના શિષ્યોને વિનયને પાઠ શીખવાડી રહ્યા હતા. વિનયનું સ્વરૂપ સમજાવતા હતા. તે વખતે કઈ એક પંડિત બ્રાહ્મણ ત્યાંથી નીકળે ને ત્યાં આવીને બેઠે. બધું સાંભળ્યા પછી પૂછે છે શું આપે વિનયની વાત કરી તે હાલ વિનય છે? પછી ગુરૂ-શિષ્યને પ્રત્યક્ષ વિનય બતાવે છે. આથી બ્રાહ્મણ ખુશ થઈ જાય છે ને હજાર શ્લેકનું એક પુસ્તક ૨૪ કલાક માટે આપે છે. પછી બંને ગુરૂ શિષ્ય ૫૦૦-૫૦૦ શ્લેક દિવસના કંઠસ્થ કરે છે. ને શતના સામાસામી કરી કંઠસ્થ કરે છે. સવાર પડતાં હજાર લેક કંઠસ્થ થઈ ગયા બ્રાહ્મણ પુસ્તક લેવા આવ્યા ત્યારે પૂછયું કે આપને લેક તૈયાર થઈ ગયા? ત્યારે ગુરૂ કહે છે હા. આપને જ્યાંથી પૂછવું હોય ત્યાંથી પુછો. બ્રાહ્મણે પરીક્ષા કરી. જ્યાંથી પૂછે ત્યાંથી કડકડાટ લેક બોલી જાય છે. બ્રાહ્મણ વિચાર કરતો થઈ ગયે. અહેઆ પુસ્તક ઘણી વાર વાંચ્યું. મેઢેથી શ્લેક ગગડાવી ગયે પણ કંઠસ્થ થઈ ન શક્યા. આ ગુરૂચેલાએ એક દિવસમાં કેવી રીતે કંઠસ્થ કર્યા? બંધુઓ! વિનયપૂર્વક શુદ્ધ ચારિત્રનો પ્રભાવ છે. અંતરની રૂચી જાગે તે માનવ ધારે તે કરી શકે છે. પણ શ્રદ્ધા હોવા જોઈએ. શ્રદ્ધા પૂર્વક નવકારમંત્રનું સ્મરણ કરે તે પણ મટી આફતમાંથી બચી જાય છે. એક ગામમાં એક દઢધમી શ્રાવક રહેતો હતો. એક વખત કઈ કામ પ્રસંગે તેને બહારગામ જવાનું બન્યું. એ સમયમાં બસો ને ટ્રેઈને ન હતી. એને પગવાળા પંથ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy