________________
શારદા સરિતા વ્યાખ્યાન નં. ૬
“ધર્મકરણીમાં અપ્રમતભાવ” અષાઢ વદ ૧ ને રવિવાર
તા. ૧૫-~૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેન !
અનંત કરૂણ સાગર ભગવંતની જે વાણી તેનું નામ સિદ્ધાંત પ્રભુની વાણી આપણુ માનવ જીવનનું ઉત્થાન કરનારી છે. એ વાણીને એક શબ્દ પણ સમજણપૂર્વક આપણી શ્રદ્ધામાં ઉતરી જાય તો ઉદ્ધાર થઈ જાય ચંડકેશીક જે ભયંકર નાગ પણ પ્રભુના એક વચને સમજી ગયે. પ્રભુએ એટલું જ કહ્યું કે –
વેરથી વેર શમેના જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં, કંઈક સમજ તું, કંઈક સમજવું કહે કરૂણા, આણી-મહા
હે ચંડકૌશીક કંઈક સમજ વૈરથી વેર કદી શમતું નથી. વૈરની સામે પ્રેમનું પાણી હશે તે વૈરને દાવાનળ કરી જશે. પ્રભુની વાણીના આટલા શબ્દ છુંફાડા મારતા ભયંકર ઝેરી નાગને માટે બસ થઈ ગયા. આજનો માનવી એમ બેલે છે કે શઠની સામે શઠ થવું જોઈએ. જે આપણે કંઈ ન બોલીએ તો દુનિયા આપણને મૂર્ખ બનાવી જાય ત્યાં આપણું બળને બુદ્ધિ બતાવીએ નહિ તે આપણું કિંમત નહિ. ભાઈ ! પણ બુદ્ધિને દુરૂપયોગ કરવામાં કિંમત નથી. ભગવાન મહાવીર સ્વામીનું કેટલું બળ હતું. કે જેમને જન્મ થયા પછી દેવે મેરૂ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ ગયા ત્યારે ઈન્દ્રને વિચાર થયે કે ૧૦૮ ઘડા પાણી આ પુલ જેવું બાળક કેમ સહન કરી શકશે ! મુંઝાઈ જશે. ભગવાનને અવધિજ્ઞાવથી ખબર પડી કે ઈન્દ્રને શંકા થઈ છે. તરત પ્રભુએ પિતાને અંગુઠો સહેજ હલાવ્યું ત્યાં આ મેરૂ પર્વત ડેલાયમાન થઈ ગયું. બીજી તરફ ભકતામર સ્તોત્રમાં માનતુંગાચાર્ય, પ્રભુની સ્તુતિ કરતાં કહે છે
चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभि । नीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्त काल मरुता चलिताचलेन् । किं मन्दराद्रि शिखरं चलितं कदाचित ।
ભકતા મર સ્તોત્ર શ્લોક-૧૫ જેમ કલ્પાંત કાલને પવન ભયંકર વાય તો પણ મેરૂ પર્વતના એક નાનકડા શિખરને પણ ચલાયમાન કરી શકે તેમ નથી. જે વાવાઝોડા નદીઓના વહેણ બદલાવી નાંખે, મોટા જમ્મર વૃક્ષેને ઉખેડીને ફેંકી દે. મોટી જમ્બર ઈમારતોને ફગાવી દે. પણ