________________
શારદા સરિતા
ચંડાળે ગદ્ધગદ્ધ સ્વરે કહ્યું ભદ્ર! તારા જેવા પવિત્ર પુરુષ ઉપર મારે ઘા ચાલતું નથી. મેં ઘણનો વધ કર્યા છે પણ આવું કદી બન્યું નથી. આ પ્રમાણે ચંડાળ અને ધનદેવ વચ્ચે વાત ચાલતી હતી તે વખતે ત્યાંથી લેકેનું ટેળું પસાર થઈ રહ્યું હતું. ધનદેવ અને ચંડાળ તે તરફ જવા લાગ્યા. તે ટેળામાંથી પડહ-ઉદુષણ થાય છે કે આપણું મહારાજાના પાટવીકુંવર સુમંગલ બગીચામાં ફરવા ગયેલાને ત્યાંથી સર્પ કરડે છે. સર્પના ઝેરથી અચેતન થઈને પડે છે. મંત્ર તથા ઔષધિઓના ઘણું પ્રયોગ થઈ ચૂક્યા પણ કેઈ ઉપાય કામ લાગતું નથી. હવે જે કઈ સપના ઝેરને ઉતારી રાજકુમારને જીવાડશે તેને રાજા ઈચ્છિત વસ્તુ આપશે. આ સાંભળી ધનદેવ ચંડાળને કહે છે.
ભાઈ! મારે મરવાનું છે તે વાત નકકી છે. પણ જો તું રજા આપે તો મરતા પહેલા મારે પરોપકાર કરવાની ભાવના છે. હું રાજાના કુંવરનું ઝેર ઉતારીને તેને બચાવું. પછી તું મને ખુશીથી મારી નાંખજે. ધનદેવની વાત સાંભળી ચંડાળને આનંદ થયે. અહો! કે પર ઉપકારી પુરુષ છે! પિતાને તે મરવું છે પણ બીજાને જીવાડવાની કેવી પવિત્ર ભાવના છે ! ચંડાળ કહે છે ભાઈ! રાજાના કુંવરને તું બચાવીશ તે પછી તું બચી ગયો સમજ. પછી તારે વધ નહિ થાય. ખુશીથી તું એ કાર્ય કર. ધનદેવે પડતું ઝી એટલે રાજપુરુષે એને રાજા પાસે લઈ ગયા. હવે રાજા શું કહેશે ને ધનદેવ રાજપુત્રનું ઝેર કેવી રીતે ઉતારશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૮ આ સુદ ૨ ને શુક્રવાર
તા. ૨૮- ૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતકરૂણાના સાગર, શાસનસમ્રાટ, તીર્થકર ભગવતે જગતના જીવોના ઉદ્ધાર માટે ઉપદેશ આપતાં કહે છે હે આત્માઓ! જે તમારે આત્માનું સુખ મેળવવું હોય, આત્માના અનંત આનંદને ખજાને ઉઘાડે કરવું હોય તે દુઃખમાં આનંદ, સુખમાં વિરકતભાવ અને પાપ કરતી વખતે ધ્રુજારી થવી જોઈએ. આ ત્રણ વસ્તુ જેના જીવનમાં આવી જાય તેને ભૌતિક સંપત્તિ તુચ્છ લાગે. આ જીવ અનંત ભામાં ભટક્યા છે. ત્યાં આના કરતાં કેટલી બધી ઋદ્ધિ અને પ્રસિદ્ધિ મેળવીને છેડી છે. પણ એ વસ્તુ આજે આપણી પાસે મોજુદ નથી. કારણ કે પુદ્દગલદ્રવ્ય વિનાશી છે. પદ્ગલિક સુખ કયારે પણ જીવને શાશ્વત સુખ કે આનંદ આપનાર નથી. અત્યાર સુધીમાં કેઈની પાસે પૌગલિક સુખ એકસરખું ટક્યું નથી, ટકશે નહિ ને ટકવાનું પણ નથી. ત્યારે આત્માના કેવળ જ્ઞાનના દર્પણમાં ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના અનંત ક્ષણ વિનાશી