________________
શારદા સરિતા.
૬૮૧.
“ધનદેવ પકડાયે” ઇનકે ભી ઇસ આશંકા મેં, પકડ લિયા હૈ આય, મંત્રીશ્વર કે આગે ઉસકે, ખડા યિા 6િ લાય કહાં ગયે થે વારસી કહો કે, કહાં રહે છે જાય છે. શ્રોતા
શજાના અનુચરો કોઈ પણ પરદેશી માણસ આવે તેને પકડતા હતા. તે રીતે ધનદેવને પણ પકડે ને પૂછયું કે ભાઈ! તું કેણું છે ને કયાંથી આવ્યો છે? ત્યારે તેણે કહ્યું–ભાઈ ! હું સુશમનગરનો રહેવાસી છું. ધન કમાવા માટે નીકળ્યો હતો પણ દરિયામાં વહાણુ તૂટી જવાથી મારી આ દશા થઈ છે તેથી હવે સુશમનગર જઈ રહ્યો છું. તમે મને શા માટે પકડે છે? મને જવા દે. ત્યારે અનુચરે કહે છે ભાઈ! ગઈ કાલે રાતના અમારા મહારાજા વિચારધવલના ભંડારમાં ચેરી થઈ છે. એટલે મહારાજાને ડર છે કે જે કઈ પરદેશી માણસ કે ગેર-ડાકુ હોય તેને પકડી લાવ. માટે અમે તને પકડે છે. તેને મંત્રીને ઘેર લઈ જઈશું. ત્યારે ધનદેવે કહ્યું ભાઈ! હું તે આ કંઈ જાણતો નથી. અત્યારે ચાલ્યું આવું છું ને હું ચેરી કરતા નથી. પછી મને શા માટે ત્યાં લઈ જાય છે? મને જવા દે. ત્યારે રાજાના માણસે કહે છે અને તે ચિઠ્ઠીના ચાકર છીએ. માટે તારે ત્યાં આવવું પડશે. ધનદેવની ઈચ્છા ન હતી છતાં જવું પડ્યું. અનુચરે પકડીને તેને મંત્રીને ઘેર લઈ ગયા ને મંત્રી પાસે લઈ જઈને ઉભો રાખ્યો.
કહો કઈ રકમ પાસ તુમ્હારે, ધનદેવ કહે નામ, સચ્ચ કહે તબ તબ કહે કયા હૈ જે રકખું બાત છિપાય, અચ્છા તબ તે તુમ જાએ, આનંદસે છુટ્ટી પાય હોતા
મંત્રી ધનદેવને કહે છે ભાઈ તમે કેમ છે? ને કયાંથી આવ્યા છો? ધનદેવે પહેલાની જેમ જવાબ આપી દીધું. એટલે પ્રધાન કહે છે તમારી પાસે કંઈ રકમ છે? જે કંઈ હોય તે સત્ય બેલી જાવ. ત્યારે ધનદેવ કહે છે હું તે કમાવા ગયા હતે. મારી પાસે ધન ઘણું હતું પણ અધવચ વહાણ તૂટી જવાથી સારા પરિવારથી છૂટે . પડી ગયો છું ને ધન-માલ બધું દરિયામાં હોમાઈ ગયું છે એટલે મારી પાસે અત્યારે કંઈ નથી. મારે શા માટે આપની પાસે છુપાવવું જોઈએ? જે આપને વહેમ હોય તો મારા ખિસ્સા તપાસી લે. એટલે પ્રધાનના મનમાં થયું કે માણસ નિર્દોષ છે. એના મુખ ઉપર પણ એ ચેર જેવો લાગતું નથી. એટલે કહે છે કે ભાઈ તમે નિર્દોષ છે, તમે તમારા રસ્તે ખુશીથી ચાલ્યા જાવ. એટલે ધનદેવ ત્યાંથી આનંદપૂર્વક પાછો ફર્યો ને પ્રધાનના કંપાઉન્ડની બહાર નીકળે.