________________
શારદા સરિતા
વ્યાખ્યાન ન. ૩૬
૭૫
ભાદરવા વદ અમાસ ને બુધવાર
સુજ્ઞ ખવુ, સુશાલમાતાએ અને બહેને !
ત્રિલેાકીનાથ ભગવાને જગતના જીવાને આત્મકલ્યાણના માર્ગ ખતાવતાં પડકાર કરીને કહ્યું કે હું જીવાત્માએ! જાગા, જાગા ને જાગેા. ક્યાં સુધી મેનિદ્રામાં પડયા રહેશે!? મેાક્ષના શાશ્વતા સુખની માજ માણવી હેાય તે સંસારને મેહ છેડા. સંસારને મેહ રાખવા ને મુકિતના સુખ જોઈએ એ એ વાત કદી ન બને. માક્ષના સુખ જોઇતા હાય તા સંસાર છોડે. સંસારને છાયા વિના ત્રણ કાળમાં સાચું સુખ મળવાનું નથી. ત્યાગના માર્ગ કાંટાળા લાગે છે ને સંસારને મા સુવાળા રેશમ લાગે છે પણ એક વખત તમને આ માર્ગ રૂચી જશે પછી કાંટાળા નહિ લાગે.
તા. ૨૬-૯-૦૩
વર્તમાન કાળમાં જે સુખ દેખાય છે તે પૂર્વભવની કમાણી છે. ભગવાન કહે છે વર્તમાનકાળની અનુકૂળતા એ ભૂતકાળની ખેડ છે. ભૂતકાળમાં ખેતર સારૂં ખેડયુ છે, સારૂ ખીજ વાવ્યુ છે તે આ ભવમાં સારા પાક ઉતરી રહ્યા છે અને વર્તમાન કાળની શુભ પ્રવૃત્તિ એ ભવિષ્યકાળની કમાણી છે. પૂર્વે પુણ્ય કર્યો છે તે આવું ઉત્તમ જિનશાસન મળ્યું છે. પુણ્ય વિના કાંઇ મળતુ નથી. પુન્નાઇ હાય તેા ધર્મ ગમે ને વૈરાગ્ય આવે. જમાલિકુમારની પૂરી પુન્નાઈ છે. સંસારનું સુખ પણ છે ને એ સુખા છોડીને દીક્ષા લેવાની ભાવના જાગી છે. પુણ્યમાં કમીના હાય તે આવું રૂડું શાસન ન મળે. ઉત્તરાધ્યયન સૂત્રના ખારમાં અધ્યયનમાં હરિકેશી મુનિના અધિકાર આવે છે.
કેિશી મુનિ એક ચંડાળના પુત્ર હતા. મળપણમાં તેમને સ્વભાવ મહાધી હતા. એક તે શરીરની કુરૂપતા, તેની ખેડાળતા, રંગ પણું શ્યામ અને ઉપરથી સ્વભાવમાં ક્રોધ અને કટુતા આ બધા કારણેાએ રિકેશીને અંદરથી અને બહારથી અત્યંત અસુંદર બનાવી દીધા હતા. તે એટલે સુધી કે તેના માતા પિતાને પણ અપ્રિય લાગતા હતા. વાત વાતમાં દ્વેષ કરવા તેમજ ખીજા અનેક પ્રકારના ખરામ વ્યવહાર કરવાની તેની ટેવથી પરેશાન અને તરંગ થઈને હરિકેશીને માતા પિતાએ તેને ઘરથી બહાર કાઢી મૂકયા. રિકેશીને માતાપિતાએ ઘરની બહાર કાઢી મુકયેા તેથી આશ્રય મેળવવાને માટે કોઈ સ્થાનની શેાધ માટે આખા શહેરમાં ફર્યા. પરંતુ પેાતાના ક્રોધી સ્વભાવને કારણે ક્યાંય આશ્રય ન મળ્યા. જ્યાં જાય ત્યાં બધા સ્થાનમાંથી તેને ગાળેા અને માર ખાઈને ત્યાંથી ભાગવું પડે. આખરે તેણે તે નગર છોડીને ખીજા કોઇ નગરમાં જવાના નિશ્ચય કર્યો. શહેરથી થાડે દૂર ગયા પછી હરિકેશીએ જોયું કે કેટલાક માણસે લાઠીએ અને પથ્થર આદિ લઈને એક સાપને મારવા માટે દોડી રહ્યા છે. લાકે એમ સમજતા