________________
શારદા સરિતા
પ્રમાણે વિશુદ્ધિમાં તફાવત છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી તે આખા લેક સુધી છે જ્યારે મનઃ પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર અઢી દ્વીપ સુધી છે. અવધિજ્ઞાનને સ્વામી ચારેય ગતિમાં હોય છે જ્યારે મન:પર્યાયજ્ઞાનનો સ્વામી ફક્ત એક મનુષ્યગતિમાં હોય છે. મનુષ્યમાં પણ સંયતિને થાય છે. સંસ્થતિમાં અપ્રમત સંયતિને થાય છે. તીર્થકર ભગવંતે દીક્ષા લઈને કરેમિભંતેને પાઠ ભણે એટલે સંયતિ બની જાય છે કે તરત એમને મનઃ પર્યાયજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. અવધિજ્ઞાન વિષય કેટલાક પર્યાયે સાથે સંપૂર્ણરૂપી કન્વેને જાણવાનો છે, અને મન:પર્યાયજ્ઞાનને વિષય અવધિજ્ઞાનથી અનંત ભાગ અને તે પણ મને દ્રવ્યને જાણવાનો છે. એટલે એક સાથે જીવને ચાર જ્ઞાન હોય ત્યારે મતિ-કૃત-અવધિ-મનઃ પર્યાય એ ચાર જ્ઞાન હોય છે. પણ જ્યારે એક જ્ઞાન હોય છે ત્યારે ફક્ત કેવળજ્ઞાન હોય છે. “સર્વદ્રવ્ય પર્યાપુ વસ્ય કેવળજ્ઞાન એ એક જ હેવાનું કારણ શું? અવધિજ્ઞાન અને પર્યાયજ્ઞાન તે કઈ રૂપી પદાર્થોને તે કઈ મને દ્રવ્યને જાણી શકે છે. બંનેનું ક્ષેત્ર પણ ઓછું વધતું છે. તેમાં સંપૂર્ણ વિકાસ નથી હેતો એટલે એક પણ વસ્તુના સમગ્ર ભાવેને જાણવામાં અસમર્થ હોય છે. જે જ્ઞાન કેઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવોને જાણી શકે તે બધી વસ્તુઓના સંપૂર્ણ ભાવેને જાણી શકે છે. એ જ્ઞાન પૂર્ણજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન ચેતનાશકિતના સંપૂર્ણ વિકાસ વખતે પ્રગટ થાય છે એટલે તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે.
જમાલિકુમાર મોહને જીતવા તત્પર બન્યા છે. તેમની માતા કહે છે હે દીકરા! આત્મકલ્યાણ કરવા માટે, આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે સંયમ એ શ્રેષ્ઠ છે તેની ના નથી. પણ તને સાંભળીને જેટલું સહેલું લાગ્યું તેટલું ચારિત્ર સહેલું નથી. ત્યાં તે તારે ભયંકર કષ્ટો સહન કરવા પડશે તે તું જાણે છે? બંધુઓ ! માતા દીકરાના વૈરાગ્યની કોટી કરવા કેટલી દલીલ કરે છે. જેમ મૃગાપુત્રને તેમની માતાએ કહ્યું હતું ને
अही वेगन्त दिट्ठीए, चरित्ते पुत्त दुक्करे। નવાં જોહનથા વેવ, વાયવવા સુદુર ”
ઉત્ત, સૂ. અ. ૧૯, ગાથા ૩૮ . જેમ કાંટા-કાંકાવાળા માર્ગમાં સર્પ એકાંત દષ્ટિથી ચાલે છે. જે આડીઅવળી દષ્ટિ કરે તો તેને વાગી જાય. સર્પનું શરીર મખમલ જેવું મુલાયમ હોય છે એ તે તમે જાણો છે. પણ કઈ દિવસ તેને સ્પર્શ કર્યો છે? “ના”. સુંવાળો સ્પર્શ તે તમને ખૂબ ગમે છે. તો સર્પનું શરીર સુંવાળું હોવા છતાં તેને તમે અડતા નથી. કારણ કે સ્પર્શ કરવા જઈએ તે સર્પ કરડે એ તે તમે બરાબર જાણો છે. તેમ આ મેહનીયકર્મ સુંવાળા અને મનગમતા સુખો આપે છે તે જીવને ખુબ ગમે છે. પણ સમજી લેજો એ કરડ્યા વિના નહિ રહે. સર્પ કરડશે તે તેના વિષ મંત્ર-પ્રયોગથી ઉતારી