________________
શારદા સરિતા
મહેનત બધી સફળ બની. શ્લોકને અર્થ બેસાડવાના બહાને તેને જે કામ કરવું હતું તે થઈ ગયું છે છતાં આશ્ચર્ય બતાવતા પૂછ્યું ગુરૂદેવ! આ શું કરે છે? આ તો કિમતી રત્ન છે? એને આમ વાટીને ધૂળ ભેગા કરાય? રત્નાકરસૂરિએ જવાબ આપ્યો કે આજ દિન સુધી તારા લેકને અર્થ બેસાડી શક્યો ન હતો તેનું કારણ આ રત્નો હતા. લાવ હવે તારે લેક. હા, ગુરૂદેવ ! તેમ હતું. મને હવે તેનો અર્થ બેસી ગયો છે. ધન સેંકડે અનર્થોનું મૂળ છે. સુધન ! તું મારો શિષ્ય નહિ પણ મારી શિથિલતાને દૂર કરનારે મારો સાચો ગુરૂ છે.
એ દિવસથી રત્નાકરસૂરિએ પિતાના જીવનમાં રહેલી તમામ શિથિલતાને ખંખેરી નાંખી. એમના મનમાં પશ્ચાતાપ થયે. અહ! આજ દિન સુધી હું સાધુ ન હતો. માત્ર મેં બધે દેખાવ કર્યો હતો. મારું શું થશે?
ઠગવા વિભુ આ વિશ્વને, વિરાગ્યના રંગે ધર્યા
બહારથી સાધુને વેશ પહેરી અંદરમાં દંભ રાખીને લોકોને ઠગ્ય છું. જ્ઞાન-દર્શન ચારિત્રરૂપી રને ગુમાવીને મારી અજ્ઞાનતાના કારણે મેં તે કાચના ટુકડા ગ્રહણ કર્યા. એ રીતે રત્નાકરસૂરિ મહારાજ હૈયાની તમામ વેદના સ્તુતિ રૂપે ઠાલવી નાંખી. એમણે પિતાના પાપને પશ્ચાતાપ કરતાં રત્નાકર પચ્ચીસીના પચ્ચીસ શ્લેક બનાવ્યા. તેમાં તેમના અંતરને પશ્ચાતાપ ભરેલું છે ને એમાંથી જગતને રત્નાકર પચ્ચીસીની ભેટ મળી. મહાન પુરૂષની અંતરંવેદના પણ જગતને આશીર્વાદ રૂપ બની ગઈ. ઈતિહાસ કહે છે કે વિ. સં. ૧૩૯૪માં પૂજ્યપાદ શ્રી રત્નાકરસૂરિજી કાળધર્મ પામ્યા. એ ગયા પણ એમની અમરકૃતિ રત્નાકર પચ્ચીસી આજે જેનેના મેઢે ગવાઈ રહી છે.
જમાલિકુમારની માતા પુત્રને ખૂબ સમજાવે છે કે દીકરા! તું સંયમના કો કેવી રીતે સહન કરી શકીશ? જમાલિકુમાર કહે છે વિરાગી આત્માને કંઈ કઠીન દેખાતું નથી. મારે તે સંયમ લે છે. જેમ જેમ માતાએ કસોટી કરી તેમ તેમ જમાલિ મજબૂત બનતે ગયે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – ધનદેવે પોતાના વહેપારનું બધું કાર્ય નંદકને સોંપ્યું. કડાહદ્વીપમાં આવીને ધનદેવની આજ્ઞાથી નંદકે સારો વહેપાર કર્યો ને ખૂબ દ્રવ્ય કમાય. નંદકે ધનદેવના રોગની ચિકિત્સા માટે ખૂબ મહેનત કરી પણ એને રેગ મટ નહિ. ઘણાં ઘણું ઉપચારો કરવા છતાં ધનદેવને સારું ન થયું એટલે નંદકને થયું કે ધન ગમે તેટલું મળે પણ મારા શેઠની તબિયત સારી થતી નથી તો એવું ધન કમાવાનું શું પ્રયેાજન છે? હવે જલ્દી દેશભેગા થઈ જઈએ તે શાંતિ થાય. એમ વિચાર કરીને નંદકે પિતાને વિચાર ધનદેવ તથા ધનશ્રીને જણાવ્યું ને બધાની સંમતિથી નંદકે બધે માલ વેચી નાંખે ને પિતાને જોઈતી બધી સામગ્રી સાથે લઈને વહાણમાં બેસી