________________
૬૪૦
શારદા સરિતા
ગામમાં આપણી કેવી આબરૂ છે. પૈસાને તુ નથી. આપણા દીકરા કેવા આજ્ઞાંકિત ને વહુઓ ને દીકરીઓ પણ કેવા સદ્દગુણી છે! આપણા જેવું સુખ તો કઈ ભાગ્યશાળીને મળે. આ સુખની વાત ચાલતી હતી. ત્યાં ફેનની ઘંટડી વાગી. શેઠે જમતાં જમતાં રીસીવર હાથમાં લીધું. સમાચાર સાંભળી શેઠના મુખમાંથી હેં-શબ્દ નીકળી પડે. રેલીનું બટકું હાથમાં રહી ગયું ને શેઠ ધરતી ઉપર ઢળી પડ્યા. થોડી વારે ભાનમાં આવતા પૂછે છે સ્વામીનાથ ! છે શું ? ત્યારે કહે છે આપણે દીકરો ફરવા ગયે છે ત્યાં કોઈની ગાડી સાથે એની ગાડી અથડાવાથી ભારે અકસ્માત થયે છે. ને દીકરાને ભારે ઈજા થવાથી સીરીયસ છે ને તેને હોસ્પિતાલમાં દાખલ કર્યો છે. આ સમાચાર સાંભળી શેઠનું ભેજન ત્યાં ને ત્યાં પડી રહ્યું. ને શેઠાણું પણ રોકકળ કરવા લાગ્યા. એક ક્ષણ પહેલાં પિતાના સુખની વાત કરતા મગરૂરી ધરાવતા હતા કે આપણા જેવું કંઈ સુખી અને સંપત્તિવાન નથી. તે સુખ અને સંપત્તિ તેમને દુઃખરૂપ બની ગઈ. કારણ કે એ આત્મા સ્વમાં સ્થિર બનેલું ન હતું.
સ્વમાં સ્થિર બનેલા આત્માની દશા કેવી હોય છે તેના ઉપર દાખલે લઈએ. એક શ્રાવક દરજ વ્યાખ્યાનમાં આવતા હતા. મોટે ભાગે તેમની હાજરી હોય. પણ એક દિવસ વ્યાખ્યાનમાં આવ્યા નહિ. બીજે દિવસે વ્યાખ્યાનમાં આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું–ગઈ કાલે આપની ગેરહાજરી કેમ હતી? ત્યારે શ્રાવક કહે છે સાહેબ! મહેમાનને વળાવવા ગયો હતો તેથી વ્યાખ્યાનમાં હાજરી આપી શકો નહિ. મહારાજ કહે છે એવા મોટા મહેમાન આવ્યા હતા ત્યારે કહે છે હા, ગુરૂદેવ. એ મહેમાન હવે ફરીને આવવાના નથી માટે તેને વળાવવા ગયે હતો. ત્યારે બીજા શ્રાવકે કહે છે એમને પચ્ચીસ વર્ષને યુવાન દીકરે ત્રણ મહિનાથી બિમાર હતો તે ગઈ કાલે સ્વર્ગવાસ પામે છે. પચ્ચીસ વર્ષને યુવાન દીકરે ચાલ્યો જવાથી કયા મા-બાપને દુઃખ ન થાય? પણ આ શેઠના મુખ ઉપર દુઃખની આછી રેખા પણ જણાતી ન હતી. તેનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે આ શેઠને આત્મા સ્વભાવની સમાધિમાં સ્થિત હતે.
ઉપરના ઉદાહરણે પરથી તમને ખ્યાલ આવશે કે સુખ ક્યાં છે? પહેલા ઉદાહરણમાં પિતાના પુત્રના સીરીયસના સમાચાર સાંભળી શેઠ બેભાન બની ગયા તેનું કારણ તેમને આત્મા રાગથી રંગાયેલો હતું, તે બીજા શેઠને આત્મા રાગમાં રંગાયેલે ન હતા. સ્વ–પરને ભેદ સમજનારા હતા તેથી સમભાવ રાખી શકયા. આ દૃષ્ટાંત દ્વારા સમજી લે કે સુખ કયાંય બહાર નથી પણ આત્મામાં છે. તમારા અસંતોષને સંતોષ તરફ ને શગને વિરાગ તરફ ફેરવી જીવનની દિશા બદલી નાંખે. પછી જુઓ તમારા અંતરમાં સુખને સાગર કેવા ઉછાળા મારે છે!
જેને ભાન થાય છે તે આત્મા કર્મોથી લેપ નથી.