________________
૩૮
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૦ર ભાદરવા વદ ૧૧ ને શનિવાર
તા. ર૩-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, માતાઓ અને બહેને
અનંતજ્ઞાની, વિશ્વવત્સલ, કરૂણાનીધિ ભગવતે જગતના જીવોના ઉદ્ધારને અર્થે શાઅસિદ્ધાંતના એકેક અધ્યયનમાં આત્માના પવિત્ર પંથનું માર્ગદર્શન બતાવેલું છે. સિદ્ધાંતની એકેક ગાથાના અક્ષરે અક્ષરમાં આત્મૌરવ ગુંથેલું છે. જ્યાં સુધી આત્મા સિધાંતસાગરમાં ડૂબકી નહિ મારે ત્યાં સુધી મોક્ષના મોતી મેળવી શકશે નહિ. આ જીવે અનંતકાળથી સંસારના અનેકવિધ દુખે ભગવ્યા છે–અનુભવી પુરૂષે કહે છે કે
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દૂખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સશુરૂ ભગવંત”
જ્ઞાની કહે છે હે માનવ! અનંત સુખને અધિપતિ એ અચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છે. પણ તું બહાસુખમાં મુગ્ધ બને છે એટલે તને તારી પિછાણ થઈ નથી ને દુઃખથી મુક્ત થઈ શકતું નથી. જ્યાં સુધી સાચા સદગુરૂને શરણે નહીં જાવ ત્યાં સુધી દુઃખથી મુકત થવાની યુક્તિ નહિ મળે. - જમાલિકુમારને દુઃખથી મુક્ત બનવાની યુકિત બતાવનાર સાચા તારણહાર ગુરૂ પ્રભુ મહાવીર મળી ગયા છે. જમાલિકુમાર વિચાર કરે છે જગત જે સુખને સુખ માને છે તે સુખ નથી. સુખના બે પ્રકાર છે. એક બાહ્યસુખ અને બીજું આત્યંતર-સુખ. જડ પદાર્થોથી ઉત્પન્ન થનાર ઈન્દ્રિયજન્ય સુખ તે બાહ્ય સુખ છે ને આત્મામાંથી ઉત્પન્ન થનાર સુખ તે આત્યંતર સુખ છે. વર્ણગંધ-રસ-શબ્દ અને સ્પર્શથી જે સુખ મળે છે તે બાહ્યસુખ છે. ને કેધ-માન-માયા-લોભ આદિ કષા તથા રાગ-દ્વેષની મંદતા અથવા તો સર્વથા કષાયને ક્ષય થવાથી જે અખંડ આનંદ પ્રાપ્ત થાય છે તેને આત્યંતર આત્મિક સુખ કહેવાય છે. આ ઈન્દ્રિયજન્ય દૈતિક સુખો એકપ્રદેશી હોય છે ને આત્મિક સુખ સર્વપ્રદેશી હોય છે. જેમ તમે સ્વાદિષ્ટ ભજન જમ્યા તે એકલી જીભને સ્વાદ આવ્યું. તેનાથી કાનને કંઈ આનંદ ન આવે. સુંદર મઝાનું ગુલાબનું ફૂલ લઈને નાકને અડાડશે તે નાકને ખુશબ મળશે, પણ તેથી જીભને આનંદ નહિ આવે. સુંવાળી મખમલની ગાદીમાં સૂઈ જશે તે શરીરને સુંવાળા સ્પર્શને આનંદ આવશે પણ આત્માને નહિ આવે. પણ જ્યારે આત્માના અખૂટ ખજાનાને ઓળખશે ત્યારે આત્માના પ્રદેશ પ્રદેશે સુખ અને આનંદને અનુભવ થશે. આટલા માટે બાહ્ય સુખને જ્ઞાનીએ એકપ્રદેશી કહ્યું છે ને આત્યંતર સુખને સર્વ પ્રદેશી કહ્યું છે. બાહ્ય સુખમાં આત્યંતર સુખને અભાવ હોય છે. એ સુખ નકલી છે. એ ક્ષણિક સુખની પાછળ