________________
શારદા સરિતા
૬૧૯ ધનકુમાર ખૂબ સરળ સ્વભાવી અને ગુણગ્રાહી જીવ છે. પત્ની ઘણું પજવે છે પણ કેઈને વાત કરતા નથી. સમતાભાવે સહન કરતે પિતાના કર્મોને દેષ આપે છે. એને એમ કે ધીમે ધીમે માની જશે એમ શાંતિ રાખે છે. પણ ધનશ્રીના અંતરમાં તે પતિ પ્રત્યે દ્વેષ ભર્યો છે. વૈરનો ઉદય કે જોરદાર છે. વૈરનો બદલે લેવા કેવી સાંકડી સગાઈમાં ઉત્પન્ન થાય છે. જે પૂર્વભવમાં માતા અને પુત્ર હતા તે આ ભવમાં પતિ-પત્ની તરીકે ઉત્પન્ન થયા છે. પતિને એક દિવસ ધનશ્રી સુખ પડવા દેતી નથી એમ કરતાં ધનદેવના દિવસે જાય છે.
દાન આપવાની ભાવના : આ ધનદેવને નંદક નામને ખૂબ પ્રેમપાત્ર મિત્ર હતું. બંને કાયમ સાથે રહેતા. હરવા ફરવા બધે સાથે જતા.
ધનદેવકા પરમ મિત્ર હ, નંદક નામ વિખ્યાત,
એક દિન ઘસે ચલે ઘુમને, ઉસી દેસ્ત કે સાથ હે...
એક વખત શરદકાળમાં બંને મિત્રે ફરવા ગયેલા, ત્યાં તે નગરમાં રહેનાર સમૃદ્ધિદર સાર્થવાહને પુત્ર પરદેશ જઈ ઘણું દ્રવ્ય કમાઈને આવેલે. તે કારતકી પુનમના દિવસે અનાથ અને ગરીબોને છૂટે હાથે દાન આપી રહ્યા હતા, તે ધનદેવે જે. પૈસા-રો વિગેરે ભેગું કરીને મુઠ્ઠીએ ને મુઠ્ઠીએ દેતે હતે. આ જોઈને ધનદેવના મનમાં થયું કે અહે! કેવો ભાગ્યવાન છે કે પોતાની કમાણીમાંથી છૂટા હાથે દાન આપે છે. આ જોઈ એનું મુખ કરમાઈ ગયું ત્યારે તેને મિત્ર નંદન પૂછે છે હે ધનદેવ! આ દાન દે છે તેમાં તું શા માટે ઉદાસ થઈ ગયો? ત્યારે ધનદેવ કહે છે આ શ્રેષ્ઠીપુત્ર દાન આપી રહ્યો છે તે જોઈને મને એમ થાય છે કે જાણે આવું દાન હું જ્યારે આપીશ? ત્યારે નંદક કહે છે તારા પિતાજીને તું એક પુત્ર છે ને પાસે ધન ઘણું છે, તું ધારે તે એનાથી વધુ દાન કરી શકે તેમ છે. ત્યારે ધનદેવ કહે છે મિત્ર! એ તે મારા પિતાની કમાણીનું છે. હું મારા ભુજાબળથી કમાઈને દાન આપું તો સાચું દાન કહેવાય. માટે તું મારા પિતાજીને કહે કે ધનદેવ પરદેશ કમાવા જવા ઈચ્છે છે. નંદકે. શેઠને ધનદેવને અભિપ્રાય જણાવ્યું ત્યારે ધનદેવને તેના પિતા કહે છે બેટા ! તું શા માટે ચિંતા કરે છે? તારે જેટલું ધન દેવું હોય તેટલું દે. મારી જરા પણ ના નથી. પણ આપણે પરદેશ જવું નથી તું મારે એકને એક પુત્ર છે. હું તને પરદેશ નહિ જવા દઉં. પણ ધનદેવ કહે છે પિતાજી! આપની વાત સાચી છે. પણ આપની કમાણુના ધનનું દાન દેવાથી મારા મનને શાંતિ થવાની નથી માટે ગમે તેમ કરે પણ મને જવા દે. પુત્રે હઠ પકડી અને પિતાએ જવાની રજા આપી.
આ તરફ નંદક ધનદેવને મિત્ર હતું. બીજી તરફ ધનશ્રીને તેના પ્રત્યે ખૂબ