________________
શારદા સરિતા
૬૧૩ એટલે મહેલની પાછળ બારીએથી જંગલમાં ભાગી ગઈ ને ત્યાં જંગલના ભયંકર દુખે વેઠી બીજી નરકમાં ત્રણ સાગરોપમનું આયુષ્ય ભોગવવા ચાલી ગઈ અને પવિત્ર હૃદયવાળે શિખીકુમાર પિતે પવિત્ર હતો એટલે બધામાં પવિત્રતા જેતે હતે. પિતાની માતા જાલિની પહેલેથી તેમના પ્રત્યે દ્વેષવાળી હતી છતાં પવિત્ર માની અને અણગારપણુમાં હોવા છતાં માતાને આશ્વાસન આપવા જતા હતા. કપટી માતાએ તેને ઝેર આપ્યું છતાં માતા ઉપર જરાયે દ્વેષભાવ ન હતું. એટલે શિખીકુમાર મુનિ અંતિમ સમયે સુંદર આરાધના કરી પાંચમાં દેવલોકમાં લક્ષ્મી વિમાનમાં નવ સાગરોપમના આયુષ્યવાળા સામાનિક ઈન્દ્ર થયા. ત્યાં દેવલોકના સુખ ભોગવશે ને પછી બંને આત્માઓ ક્યાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૬૯ ભાદરવા વદ ૮ ને બુધવાર
તા. ૧૯-૯-૭૩ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને
શાસનપતિ ત્રિલકીનાથ ભગવાન કહે છે હે ચેતન! તું જે જે પુડ્ડગલેને દેખે છે તેને જ્ઞાતા અને દષ્ટા બન, પણ એ પગલે મારા છે એ મમત્વભાવ ન રાખીશ. તું એટલે મમત્વભાવ રાખીશ એટલા તને કર્મો બંધાશે. બીજા પદાર્થો તે ઠીક પણ આ શરીર પણ આત્માથી પર છે. શરીર એ બાહ્ય વસ્તુ છે ને આત્મા એ અંતરંગ વસ્તુ છે. બંનેના સ્વભાવ ભિન્ન છે. શરીર એ વિનાશી છે ને આત્મા અવિનાશી છે. શરીર તે આયુષ્ય પૂર્ણ થતાં છૂટી જાય છે પણ આત્મા તે કરેલા કર્મો અનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. તાત્વિક દષ્ટિએ આત્મા એ સ્વવસ્તુ છે ને શરીર એ પરવસ્તુ છે. આ રીતે શરીર એ આત્માથી અલગ છે. તે પછી બીજા પુદ્ગલોની તો વાત કયાં કરવી? ધન, સ્ત્રી, પુત્ર આદિ ઉપર મમત્વભાવ રાખ એ અજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનથી આત્માનું અજ્ઞાન દૂર થઈ જાય છે અને અજ્ઞાન દૂર થતાં બાહ્ય પદાર્થો પરથી મમતા ઓછી થઈ જાય છે. તાત્વિક દષ્ટિએ વિચાર કરીએ તો સમજાશે કે આત્માને કે પિતાનું નથી ને કઈ પરાયું નથી. કેઈ શત્રુ નથી અને કઈ મિત્ર નથી તે તેના ઉપર રાગ કર ને કેના ઉપર જ કરે!
જમાલિકુમારને ભેદજ્ઞાન થયું છે. આ બાહ્ય પુદગલો મારા નથી ને હું તેમને નથી. એક દિવસ તે છોડવાનું છે તો પહેલેથી શા માટે ન છોડી દઉં. એટલે એને પ્રભુની પાસે જઈને દીક્ષા લેવાની પ્યાસ જાગી છે એટલે માતાની પાસે આજ્ઞા માંગે છે કે હે માતા માટે સમય અવિરતીમાં જાય છે. હવે મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપે.