________________
શારદા સરિતા
૫૮૯ મુશ્કેલ છે. અંતે રીબાઈને મરી જાય છે, તેમ જ્ઞાની કહે છે જ્યાં ભેગના વિષમ ઝેર છે, કર્મ બાંધવાના સ્થાને છે તેમાં અજ્ઞાનને વશ બનેલા જ લુબ્ધ બને છે તો બળખા ઉપર બેઠેલી માખી જેવા તેના હાલ થાય છે. તમે સાકર ઉપર બેઠેલી માખી જેવા બને. જ્યાં સુધી સંસારના સુખ માણ્યા ત્યાં સુધી માણ્યા. પણ હવે સમજ્યા ત્યારથી સવાર સમજી વિષયો ઉપરથી વિરાગ કેળવો. મમતા ત્યાગી સમતાને ધારણ કરે તો આત્માને અલૌકિક આનંદ પ્રાપ્ત થશે જ્યાં સુધી બાળકને ખબર ન હોય કે મારા બાપની તિજોરીમાં આટલા રત્ન ભરેલા છે ત્યાં સુધી બહાર ભીખ માંગે છે. પણ એને કેઈ એમ કહે કે ભાઈ, તારે બાપ કેડધિપતિ હતે. તારે ભીખ માંગવાની હોય? ચાલ, તને રને બતાવું. એમ કહી માળીયામાં મૂકેલી રત્નોની તિજોરી બતાવી દે તો એને કેટલે આનંદ થાય? પછી એ ભીખ માંગે ખરે? તેમ જ્ઞાની કહે છે આપણું આત્માને એવું ભાન નથી કે હું અનંત સુખને સ્વામી છું. અંતરમાં રહેલા જ્ઞાન-દર્શન અને ચારિત્રના રત્નના ચરૂ જોયા નથી ત્યાં સુધી તે બહાર ભૌતિક સુખોની ભીખ માંગી રહ્યો છે. સમજશે ત્યારે જીવની આ દશા નહિ રહે.
દેવાનુપ્રિયે! તમે જ્યાં સુધી સંસારને છડી સંયમી ન બની શકે ત્યાં સુધી એટલું અવશ્ય વિચારે કે હું નથિ છે #ોફા હું જેને મારા મારા કરીને મરી રહો. છું એ કેઈ મારા નથી. એ માર ક્યાં સુધી છે? જ્યાં સુધી મારા ઘર અશુભ કર્મને ઉદય નથી થયે ત્યાં સુધી. જ્યાં સુધી એમના સ્વાર્થની સાકર એમને મારી પાસેથી મળે છે ત્યાં સુધી મારે છે. જ્યાં સાકર કે મધ હોય ત્યાં કીડીઓ અને માખીઓ આવે છે પણ રાખ હોય ત્યાં નથી આવતી. કારણ કે રાખ લખી છે. એમાં મીઠાશ નથી તેમ સ્વાર્થરૂપી સાકરની મીઠાશ હશે ત્યાં સુધી એ બધા તમારા છે ને સ્વાર્થ પૂરો થશે એટલે કહેશે કે તું તારા ઘેર ને હું મારા ઘેર. પછી આંખની શરમ નહિ પડે. -
જમાલિકુમારને એક વખત પ્રભુની વાણી સાંભળીને સંસાર કે સ્વાર્થને ભરેલ છે એ વાત બરાબર સમજાઈ ગઈ. સંસાર એ સ્વાર્થનું સમરાંગણ છે અને મતલબનું મેદાન છે. સગાંસ્નેહીઓ માખીની જેમ ચારે બાજુથી ચટકા ભરે છે. એમાં શું આનંદ! માતાને કહે છે હે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપો. સંયમની સાધના કર્યા વિના આ કર્મની કેદમાંથી મુકિત નહિ મળે, તું મને કયાં સુધી કેદખાનામાં પૂરી રાખીશ? જમાલિકુમાર જુદી જુદી રીતે માતાને સમજાવે છે પણ માતાને મોહ મૂંઝવે છે એટલે એ પણ જુદી જુદી રીતે જમાલિકુમારને સમજાવે છે. મોહવશ થઈને રડતી રડતી કહે છે હે દીકરા! તું કદી ખુલ્લા પગે ચાલ્યું નથી, તેં ટાઢતડકા વેઠયા નથી. સંયમમાં તારે ખુલ્લા પગે ચાલવું પડશે. બાવીસ પરિષહ સહન કરવા પડશે. ભાજપાલાની જેમ માથાના કેશ ચુંટાશે. કોઈ વખત આહાર મળશે ને કઈ વખત નહિ